ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

IMD Weather Update : દિલ્હી-NCR માં વરસાદી માહોલ, હિમાચલ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષા...

દિલ્હી-NCR માં આજે સવારે હવામાને નવો વળાંક લીધો છે અને હળવો વરસાદ થયો છે. સવારે હળવા વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. તમને જણાવી દઈએ કે શુક્રવાર આ સિઝનનો સૌથી ગરમ દિવસ હતો. આવી સ્થિતિમાં હવામાન વિભાગે (IMD Weather Update)...
10:00 AM Mar 02, 2024 IST | Dhruv Parmar

દિલ્હી-NCR માં આજે સવારે હવામાને નવો વળાંક લીધો છે અને હળવો વરસાદ થયો છે. સવારે હળવા વરસાદથી વાતાવરણ ખુશનુમા બની ગયું છે. તમને જણાવી દઈએ કે શુક્રવાર આ સિઝનનો સૌથી ગરમ દિવસ હતો. આવી સ્થિતિમાં હવામાન વિભાગે (IMD Weather Update) શનિવારે ભારે પવન સાથે હળવા વરસાદની આગાહી કરી હતી અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું હતું.

આજે હવામાન કેવું રહેશે?

હવામાન વિભાગે (IMD Weather Update) આજે દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. વાવાઝોડા, વીજળીના ચમકારા અને ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પણ પડી શકે છે. પવનની ઝડપ 40-50 સુધી રહી શકે છે. જેના કારણે આજે વધુ ઠંડી પડી શકે છે.

અન્ય સ્થળોની સ્થિતિ પણ જાણો

હવામાન વિભાગનું અનુમાન છે કે દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ આજે વરસાદ અને કરા પડવાની સંભાવના છે. લખનૌ, મેરઠ, બિજનૌર, રામપુર, બરેલી, ગોરખપુર, રાયબરેલી સહિત યુપીના ઘણા સ્થળોએ આજે ​​વાદળછાયું, તોફાની અને વરસાદી માહોલ રહેશે. આ સિવાય બિહાર, ઝારખંડ અને રાજસ્થાનમાં પણ આજે વરસાદ પડી શકે છે. હિમાચલ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા પણ થઈ શકે છે.

જમ્મુ ક્ષેત્રના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા

જમ્મુ ક્ષેત્રના ઊંચા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે, જ્યારે શુક્રવારે મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પરિણામે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. હવામાન વિભાગે (IMD Weather Update) 4 માર્ચ સુધી કેન્દ્રશાસિત પ્રદેશના ઉચ્ચ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે હિમવર્ષાની આગાહી કરી છે. હિમવર્ષા અને હિમપ્રપાતની ચેતવણીને ધ્યાનમાં રાખીને, ડોડા, કિશ્તવાડ અને રામબન સહિત જમ્મુ ક્ષેત્રના વિન્ટર ઝોનમાં શાળાઓમાં રજાઓ લંબાવવામાં આવી છે. આ શાળાઓ 1 માર્ચે ખુલવાની હતી. વિદ્યાર્થીઓની સલામતી અને આરોગ્યની ખાતરી કરવાના પ્રયાસરૂપે, સમગ્ર જિલ્લામાં તમામ સરકારી અને ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને બે દિવસ માટે બંધ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.હવામાન વિભાગે (IMD Weather Update) જણાવ્યું હતું કે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં મોટાભાગના સ્થળોએ 3 માર્ચ સુધી હળવો વરસાદ પડશે. અથવા તો હિમવર્ષા થવાની સંભાવના છે.

આ પણ વાંચો : Lok Sabha Election 2024 : EC એ લોકસભા ચૂંટણી પહેલા નેતાઓને આપી કડક સૂચના, જો આવું થયું તો થશે કાર્યવાહી…

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Delhi NCR light rainGujarati Newsimd weather updateIndiaNationalweather 10 daysweather newsweather update
Next Article