Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Tirupati નો લાડુ ખાઈ લીધો છે તો પ્રાયશ્ચિત કેમ કરવું? જાણો જગતગુરુ શંકરાચાર્યજીએ શું કહ્યું...

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના પ્રતિક્રિયા આવી સામે પ્રાયશ્ચિત માટે શંકરાચાર્યએ આપ્યું માર્ગદર્શન જગતગુરુના મતે કડક કાર્યવાહી જરૂરી, વધુ તપાસની માંગ આંધ્રપ્રદેશના તિરુપતિ (Tirupati) બાલાજી મંદિરના પ્રસાદમ એટલે કે લાડુના ઘીમાં કથિત રીતે માછલીનું તેલ અને પ્રાણીઓની ચરબી ભેળવી હોવાનું દાવો...
tirupati નો લાડુ ખાઈ લીધો છે તો પ્રાયશ્ચિત કેમ કરવું  જાણો જગતગુરુ શંકરાચાર્યજીએ શું કહ્યું
  1. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદના પ્રતિક્રિયા આવી સામે
  2. પ્રાયશ્ચિત માટે શંકરાચાર્યએ આપ્યું માર્ગદર્શન
  3. જગતગુરુના મતે કડક કાર્યવાહી જરૂરી, વધુ તપાસની માંગ

આંધ્રપ્રદેશના તિરુપતિ (Tirupati) બાલાજી મંદિરના પ્રસાદમ એટલે કે લાડુના ઘીમાં કથિત રીતે માછલીનું તેલ અને પ્રાણીઓની ચરબી ભેળવી હોવાનું દાવો કરવામાં આવ્યો છે, જેના કારણે સમગ્ર દેશમાં વિવાદ સર્જાયો છે. આ ધર્મપ્રસંગમાં ભેળસેળના આક્ષેપોથી અનેક લોકોના ધર્મભાવના આઘાત પામ્યા છે. આ મુદ્દે અનેક હિન્દુ અનુયાયીઓમાં આક્રોશ ઊભો થયો છે.

Advertisement

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની પ્રતિક્રિયા...

વિશ્વ વિખ્યાત તીર્થસ્થાન તિરુપતિ (Tirupati) બાલાજી મંદિરના લાડુના પ્રસાદમ વિવાદ પર પ્રતિક્રિયા આપતાં જગતગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવી છે. તેઓએ આ ઘટનાને "સૌથી મોટો કેસ" ગણાવીને કડક શબ્દોમાં આક્ષેપો કર્યા છે કે આ કિસ્સામાં ભેળસેળ કરનારા દ્વારા આસ્થા અને શ્રદ્ધાને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ લોકઆસ્થાને તોડવા માટે બનાવેલ ઘાતક પ્રયાસ છે.

Advertisement

આ પણ વાંચો : તિરુપતિ પ્રસાદ વિવાદ અંગે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો મોટો ઘટસ્ફોટ

પ્રાયશ્ચિત માટે શંકરાચાર્યનું માર્ગદર્શન...

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એ પણ જણાવ્યું કે જો કોઈ વ્યક્તિએ આ લાડુનો સેવન કરી લીધો છે, તો તેને પ્રાયશ્ચિત માટે કઈ રીતની વિધિઓ કરવી જોઈએ તે અંગે વિસદ રીતે સમજાવ્યું છે. તેમનું કહેવું છે કે જો આ લાડુના ઘીમાં ભેળસેળની વાત સાચી છે, તો ધર્મના પાલનાર્થીઓને ધર્મશાસ્ત્ર અનુસાર દંડ સ્વરૂપે પ્રાયશ્ચિત વિધિ કરવી જોઈએ.

Advertisement

આ પણ વાંચો : લગ્નની લાલચ આપી 50 થી વધુ વિધવા અને મહિલા ન્યાયાધીશ સાથે પણ....

જગતગુરુના મતે કડક કાર્યવાહી જરૂરી...

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે, આ કિસ્સાની તાત્કાલિક તપાસ જરૂરી છે અને આ પ્રકારની ભેળસેળ કરનાર સામે કડક દંડ આપવો જોઈએ. તેમણે કહ્યું કે આ ઘટનાને હળવાશમાં ન લઈ શકાય, અને ધર્મની પવિત્રતામાં આ પ્રકારની ભેળસેળ કરનારા પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. તેમના મંતવ્ય મુજબ, આ લોકોની આસ્થા પર ઘા કરનાર ઈરાદાપૂર્વકનું કૃત્ય છે, અને તપાસમાં જે લોકો આની પાછળ છે તે જણાઈ આવ્યા બાદ તેમની સામે સખત પગલાં લેવાં જરૂરી છે. આ અંગેની વધુ તપાસની માંગ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે તાત્કાલિક તપાસની માંગણી કરી છે અને આ પ્રકારની ભેળસેળમાં સામેલ જે કોઈ વ્યક્તિ છે તેના ઈરાદા, પૃષ્ઠભૂમિ અને કાર્યપદ્ધતિઓની સંપૂર્ણ તપાસ કરી કડક પગલાં લેવા પર ભાર મૂક્યો છે.

આ પણ વાંચો : Rajasthan: લ્યો બોલો! ચોરી થયેલા ઘેંટાને શોધવા માટે SITની રચના, જાણો શું છે હકીકત

Tags :
Advertisement

.