Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

તમે જો દીવ જવાનું પ્લાનિંગ કરતા હોય તો હવે છે આ સમાચાર છે તમારા કામના, વાંચો

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન એટલે દીવ-દમણ. તેમાં પણ દારૂ પર પ્રતિબંધ ન હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો આ સ્થળોએ જવાનું પસંદ કરી છે. આવામાં પર્યટન સ્થળ દીવમાં પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો રહે છે. પરંતુ જો હવે તમે દીવ...
તમે જો દીવ જવાનું પ્લાનિંગ કરતા હોય તો હવે છે આ સમાચાર છે તમારા કામના  વાંચો

ફરવાના શોખીન ગુજરાતીઓ માટે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન એટલે દીવ-દમણ. તેમાં પણ દારૂ પર પ્રતિબંધ ન હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો આ સ્થળોએ જવાનું પસંદ કરી છે. આવામાં પર્યટન સ્થળ દીવમાં પ્રવાસીઓનો સૌથી વધુ ધસારો રહે છે. પરંતુ જો હવે તમે દીવ જવાનુ પ્લાનિંગ કરતા હોય તો નકામુ છે. કારણ કે તમે દીવના તમામ બિચો પર આગામી ત્રણ મહિના પગ પણ નહિ મૂકી શકો. દીવના તમામ બીચો તેમજ દરિયામાં નાહવા પર પર્યટકો તેમજ સ્થાનિક લોકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

Advertisement

દીવના આ બિચ પર આગામી ત્રણ મહિના પ્રતિબંધ
દીવના તમામ બિચો નાગવા બીચ, બ્લુ ફ્લેગ બીચ, ઘોઘલા, ગોમતીમાતા બિચને ત્રણ મહિના માટે બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. જી હા. સંઘ પ્રદેશ દીવમાં તારીખ 1 જુનથી 31 ઓગષ્ટ સુધી ત્રણ મહિના માટે બંધ કરવામાં આવી રહ્યા છે. દરિયા કિનારે દેશી વિદેશી પર્યટકો હરીફરી શકશે પણ દરિયામાં ડુબકી મારી શકશે નહી. તેમજ કોઈ પણ જાતની વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જેમાં પેરાગ્લાઈડીંગ, વોટર સ્કુટર, જેસ્કી રાઈડ્સ, બનાના બોટ વગેરેની મજા પણ માણી શકશે નહીં.

શા માટે આ નિર્ણય લેવાયો
હવે તમારા મનમાં એક સવાલ ઉભો થશે કે કયા કારણોસર દીવના તમામ બિચો પર આગામી ત્રણ મહિના પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો તમને જણાવી દઈએ કે ચોમાસાની સિઝન દરમિયાન દીવ પ્રસાશન દ્વારા દરીયો ખેડવા પર પ્રતિબંધ પણ મુકવામાં આવે છે. કારણ કે વરસાદ ની મૌસમ શરુ થતાં દરિયા માં તોફાની મોજા સાથે કરંટ ના કારણે સખ્ત મનાઈ હોય છે.જેનું ઉલંઘન કરવા પર સખત કાનુની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

શિવરાજપુર બીચને બ્લુ ફલેગનો દરજ્જો
ભારતે પહેલીવાર દુનિયાના બ્લુ ફ્લેગ બીચ ધરવતા દેશોમાં સ્થાન મેળવી લીધું છે. ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. જેમાંથી 2 બીચ ગુજરાતના છે એક દિવનો ઘોઘલા બીચ અને બીજો દ્વારકા જિલ્લામાં આવેલ શિવરાજપુર બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. શિવરાજપુર બીચ ખૂબ સ્વચ્છ અને રમણીય છે સુંદર અને સ્વચ્છ એવા બીચમાં પ્રવાસીઓ માટે ખૂબ સુંદર સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. અહીં ગાર્ડનથી લઈ નહાવા સુધી ખૂબ સુંદર વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે આ બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો મળી જતા લોકોમાં ખુશીનો માહોલ છે.

આપણ  વાંચો-45 લાખ જમીનમાં દાટી દઇ , આંગડિયા પેઢીના કર્મચારીએ રચ્યુ હતું પોતાની સાથે લૂંટનું ષડયંત્ર

Advertisement

Tags :
Advertisement

.