ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ICC T20 WC : 'અજેય' ભારતીય ટીમે વિરાટ જીત સાથે બનાવ્યો આ 'અવિશ્વસનીય' રેકોર્ડ!

ICC T20 WC : ભારતની ટીમે આખરે 17 વર્ષ બાદ આખરે ICC T20 2024 વર્લ્ડ કપ જીતીને ચેમ્પિયન બન્યું છે. આ પહેલા વર્ષ 2007 માં કપ્તાન ધોનીના નેતૃત્વમાં ટીમે T20 વિશ્વકપ જીત્યો હતો. ભારતીય ટીમના નામે હવે 2 વન ડે...
09:10 AM Jun 30, 2024 IST | Harsh Bhatt

ICC T20 WC : ભારતની ટીમે આખરે 17 વર્ષ બાદ આખરે ICC T20 2024 વર્લ્ડ કપ જીતીને ચેમ્પિયન બન્યું છે. આ પહેલા વર્ષ 2007 માં કપ્તાન ધોનીના નેતૃત્વમાં ટીમે T20 વિશ્વકપ જીત્યો હતો. ભારતીય ટીમના નામે હવે 2 વન ડે વર્લ્ડ કપ, 1 CHAMPIONS TROPHY અને 2 T20 વિશ્વકપ ટ્રોફી થઈ ચૂકી છે. ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. ભારતનો આ વિશ્વકપમાં દેખાવ ખૂબ જ ઉચ્ચ કક્ષાનો રહ્યો છે. ભારતની ટીમ બોલિંગ હોય બેટિંગ હોય કે ફિલ્ડિંગમાં બધા પાસામાં અવ્વલ રહી છે. આ સાથે જ ભારતની ટીમના નામે એવો રેકોર્ડ નોંધાયો છે કે, જેને આજ પહેલા કોઈ પણ કરી શક્યું ન હતું. ચાલો શું છે તે રેકોર્ડ જાણીએ

રો-HIT ની કપ્તાનીમાં ભારતીય ટીમ સુપર HIT 

ભારતની ટીમ માટે આ વિશ્વકપમાં રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બૂમરાહ, અક્ષર પટેલ, હાર્દિક પંડયા અને અર્શદીપ જેવા ખેલાડીઓનો દેખાવ ખૂબ જ સારો રહ્યો હતો. ભારતની ટીમના જીત માટે તમામ ખેલાડીઓએ પોતાનું યોગદાન આપ્યું છે. સમગ્ર ટૂર્નામેન્ટમાં કોઈપણ વિરોધી ટીમ ભારતીય ટીમને હરાવી શકી ન હતી. ટૂંકમાં કહીએ તો ભારતની ટીમ આ ICC ટુર્નામેન્ટમાં અજેય રહી હતી. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2024માં સતત 8 મેચ જીતી હતી. આ વિશ્વકપમાં ભારતે ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમોને હરાવી છે. T20 વર્લ્ડ કપની કોઈપણ આવૃત્તિમાં એકપણ મેચ હાર્યા વિના T20 વર્લ્ડ કપની ટ્રોફી જીતનાર ભારત પહેલો દેશ બની ગયો છે. ટીમ ઈન્ડિયા પહેલા આવું કોઈ કરી શક્યું ન હતું. ભારતે અહી અજેય રહીને અવિશ્વનિય રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

અજેય ટીમનો અવિરત વિજયરથ  :

  1. આયર્લેન્ડ સામેની મેચ 8 વિકેટે જીત
  2. પાકિસ્તાન સામેની મેચ 6 રને જીત
  3. USA સામેની મેચમાં 7 વિકેટે જીત
  4. અફઘાનિસ્તાન સામે 47 રનથી જીત
  5. બાંગ્લાદેશ સામે 50 રનથી જીત
  6. ઓસ્ટ્રેલિયા સામેની મેચ 24 રને જીત
  7. ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલમાં 68 રનથી જીત
  8. દક્ષિણ આફ્રિકા સામેની ફાઇનલમાં 7 રનથી જીત

આ પણ વાંચો : ICC T20 WC : વિશ્વવિજેતા બન્યા બાદ ભારતીય ટીમ ઉપર થયો પૈસાનો વરસાદ, દક્ષિણ આફ્રિકા પણ થઈ માલામાલ

Tags :
BCCIBleedBlueBlueBrigadeChampions2024CricketChampionsCricketVictoryIndiaOnTopIndiaReignsIndiaT20ChampionsIndiaWinsIndiaZindabadnew recordrohit sharmaT20VictoryT20WorldCupChampionsUNBEATEN INDIAVictoryForIndiaVirat KohliWorldCupVictory
Next Article