Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ICC ODI Team of the Year : વનડે ક્રિકેટની બેસ્ટ ટીમની થઇ જાહેરાત

ICC ODI Team of the Year : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી (Test Series) ની પ્રથમ મેચ ગુરુવારથી એટલે 25 જામ્યુઆરીથી શરૂ થવા જઇ રહી છે. તે પહેલા જ નવી ODI ટીમની જાહેરાત કરવામાં આવી છે. જીહા,...
icc odi team of the year   વનડે ક્રિકેટની બેસ્ટ ટીમની થઇ જાહેરાત
Advertisement

ICC ODI Team of the Year : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી (Test Series) ની પ્રથમ મેચ ગુરુવારથી એટલે 25 જામ્યુઆરીથી શરૂ થવા જઇ રહી છે. તે પહેલા જ નવી ODI ટીમની જાહેરાત કરવામાં આવી છે. જીહા, ICC ODI Team of The Year 2023 ની જાહેરાત કરવામાં આવી છે. ICC એ આ ODI ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્મા (Rohit Sharma) ની પસંદગી કરી છે, જ્યારે વર્લ્ડ કપ 2023 વિજેતા ટીમના કેપ્ટન પેટ કમિન્સનો પણ આ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. તેની પાછળનું કારણ એ છે કે તેણે 2023માં વધુ એક દિવસીય ક્રિકેટ રમી ન હતી અને તેણે એટલું સારું પ્રદર્શન પણ કર્યું ન હતું. આ ટીમ ભારતીય ખેલાડીઓથી ભરેલી છે.

ટીમ ઈન્ડિયાના 6 ખેલાડીઓને મળ્યું સ્થાન

ICC ODI ટીમ ઓફ ધ યર 2023 ની જાહેરાત કરવામાં આવી છે. ભારતના ઘણા મહાન ખેલાડીઓ આ ટીમમાંથી બહાર થઈ ગયા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) અને ભારતીય વાઇસ કેપ્ટન કેએલ રાહુલ (KL Rahul) ને પણ ટીમમાંથી હટાવી દેવામાં આવ્યો છે. વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માં શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડી શ્રેયસ અય્યર (Shreyas Iyer) ને પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

આવી સ્થિતિમાં આ વનડે ટીમ (One Team) સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. આ ટીમમાં રોહિત શર્મા (Rohit Sharma) સહિત કુલ 6 ભારતીય ખેલાડીઓને સ્થાન મળ્યું છે. ભારતના રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવની પસંદગી કરવામાં આવી છે. રોહિત શર્માને કેપ્ટન તરીકે શુભમન ગિલ (Shubman Gill) ની સાથે ઓપનર માટે પસંદ કરવામાં આવ્યો છે. વિરાટ કોહલી (Virat Kohli) ચોથા નંબર પર રહેશે.

આ 5 વિદેશી ખેલાડીઓ સામેલ

આ ટીમમાં ભારતીય ખેલાડીઓ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના 2 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ફાઇનલમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી ટ્રેવિસ હેડ (Travis Head) છે. આ સિવાય સ્પિન બોલર એડમ ઝમ્પા (Adam Zampa) ને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વળી, દક્ષિણ આફ્રિકાના ખેલાડીઓ હેનરિક ક્લાસેન (Heinrich Klaasen) અને માર્કો જેન્સેન (Marco Jansen) ને ટીમમાં સ્થાન મળ્યું છે. અન્ય ખેલાડી છે ન્યુઝીલેન્ડનો ઘાતક બેટ્સમેન ડેરીલ મિશેલ (Daryl Mitchell). આ ખેલાડીએ સેમીફાઈનલમાં ભારત સામે સદી ફટકારી હતી.

ICC ODI Team of the Year 2023

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ટ્રેવિસ હેડ, ડેરીલ મિશેલ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), માર્કો જેન્સન, એડમ ઝમ્પા, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ અને મોહમ્મદ શમી.

આ પણ વાંચો - ભારતના વિસ્ફોટક બેટ્સમેન Rinku Singh ને લઇને BCCI એ લીધો અચાનક આ નિર્ણય

આ પણ વાંચો - David Warner બન્યા રામ ભક્ત, કહ્યું – જય શ્રી રામ ઈન્ડિયા

આ પણ વાંચો – સોશિયલ મીડિયામાં RIP Pakistan થયું ટ્રેન્ડ, જાણો શું છે કારણ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×