Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

‘હું આજીવન પ્રધાનમંત્રી સાથે ઊભો રહીંશ’, Acharya Pramod ક્રિષ્નમે કર્યું એલાન

Acharya Pramod Krishnam: કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ કલ્કિ ધામના પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કરી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેઓ આજીવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉભા રહેશે. આ સાથે તેમણો ભૂતકાળની પણ વાત કરી...
04:18 PM Feb 11, 2024 IST | VIMAL PRAJAPATI
Acharya Pramod Krishnam

Acharya Pramod Krishnam: કોંગ્રેસમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ કલ્કિ ધામના પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કરી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેઓ આજીવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ઉભા રહેશે. આ સાથે તેમણો ભૂતકાળની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે મેં 16-17 વર્ષની ઉંમરે રાજીવ ગાંધીને જે વચન આપ્યું હતું તે મેં આજ સુધી પાળ્યું છે અને આજે આ ઉંમરે હું સંકલ્પ લઈ રહ્યો છું કે હું જીવનભર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઉભો રહીશ.

પ્રધાનમંત્રીના આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કર્યા વખાણ

આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે, ‘મને ગઈકાલે રાત્રે ઘણી ન્યૂઝ ચેનલો દ્વારા આ માહિતી મળી કે કોંગ્રેસ પાર્ટીએ એક પત્ર જારી કર્યો છે, જેમાં તેઓએ કહ્યું છે કે પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી કાઢી દેવામાં આવ્યા છે. સૌથી પહેલા હું કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વનો આભાર વ્યક્ત કરું છું કે તેઓએ મને કોંગ્રેસમાંથી મુક્ત કરવાનો આદેશ જારી કર્યો. કે.સી. વેણુગોપાલ કે મલ્લિકાર્જુન ખડગે મને જણાવે કે,એવી કઈ પ્રવૃત્તિઓ હતી જે પાર્ટીની વિરુદ્ધમાં હતી? શું ભગવાન રામનું નામ લેવું એ પાર્ટી વિરોધી છે?’

આચાર્ય પ્રમોદ કૃષ્ણમના કોંગ્રેસને આકરા સવાલો

આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું કે, ‘જે કોંગ્રેસ મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ અને ઈન્દિરા ગાંધીની હતી તેને અત્યારે કયા રસ્તે લાવીને મૂકી દેવામાં આવી છે. શું કોંગ્રેસનો રહેવાનો મતલબ છે કે, અમારે ચમચાગીરી કરવી જરૂરી છે. શું કોંગ્રેસમાં રહેવાનો મતલબ અમરે ખોટૂં બોલવાનું? શું કોંગ્રેસમાં માત્ર એ લોકો જ રહીં શકે છે જે સનાતનને ખતમ કરવાની વાત કરે છે? શું કોંગ્રેસમાં માત્ર એ લોકો જ રહી શકે જે રામનો વિરોધ કરે છે? શું કોંગ્રેસમાં માત્ર એ લોકો જ રહી શકે છે જે હિંદુ ધર્મ અને હિંદુ આસ્થાને ઠેસ પહોચાડવાનું કામ કરે છે?’ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કોંગ્રેસ પર આકરા આ સવાલો કર્યા હતાં.

કોંગ્રેસ પર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કર્યા આક્ષેપો

મીડિયા એજન્સી સાથે કરતા કહ્યું કે, ‘આજે કોંગ્રેસ કયા રસ્તે લાવવામાં આવી છે? સનાતનને ખતમ કરવાની વાતો કરનારા જ કોંગ્રેસમાં રહી શકે? હું સ્પષ્ટ કરવા માંગુ છું કે 'રામ અને રાષ્ટ્ર' પર સમાધાન થઈ શકે નહીં. હકાલપટ્ટી એ બહુ નાની વાત છે’ જે કોંગ્રેસ મહાત્મા ગાંધીની હતી, જેમના વિચારો પણ ચાલતી હતી. તે અત્યારે રામ રાજ્યના વિરોધમાં ઊંભી છે. તેમણે કહ્યું કે, ભારતમાં સૌથી પહેલા રામ રાજ્યની વાત મહાત્મા ગાંધીએ કરી હતી. તેમણો કોંગ્રેસ પણ નિશાન સાધ્યું કે, શું કોંગ્રેસ માત્ર તે લોકો જ રહી શકે છે જે સતાનતને ખતમ કરવાની વાત કરે છે? હું સ્પષ્ટ રીતે કહેવા માંગુ છું કે ‘રામ અને રાષ્ટ્ર’ પર સમાધાન થઈ શકે નહીં. હકાલપટ્ટી એ બહુ નાની વાત છે.

પાર્ટીએ 6 વર્ષ માટે આચાર્ય પ્રમોદ કૃષ્ણમને કાઢ્યાં

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ આચાર્ય પ્રમોદ કૃષ્ણને કોંગ્રેસમાંથી કાઢી દીધા છે. કોંગ્રેસે એવું કહીને કાઢ્યા છે કે, તેઓ પાર્ટી વિરૂદ્ધની પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. કોંગ્રેસ પાર્ટીએ આચાર્ય પ્રમોદ કૃષ્ણમને 6 વર્ષ માટે પાર્ટીમાંથી કાઢી દીધી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા તેઓ પ્રધાનમંત્રી સાથે જોવા મળ્યા છે. જો કે, તેઓ ત્યારે કલ્કિધામના શિલાન્યાસ માટે પ્રધાનમંત્રીને આમંત્રણ આપવા માટે ગયા હતાં. ત્યાર બાદ આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પીએમ મોદીના ખુબ વખાણ પણ કર્યા હતાં.

આ પણ વાંચો: વાળીનાથ મહાદેવ સ્થાનકે ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન, જાણો સંપૂર્ણ વિગત...

Tags :
Acharya PramodAcharya Pramod Krishnamacharya pramod krishnam lashedGujarati Newsnational news
Next Article