ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

S Jaishankar: ‘...મારા વખાણ કરવા જોઈએ!’ રશિયા અને અમેરિકા સંબંધો અંગે જયશંકરનો જોરદાર જવાબ

External Affairs Minister S Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયા સાથે વ્યાપાર ચાલું રાખીને પણ અમેરિકા સાથે કંઈ રીતે સંબંધો સાચવી રાખ્યા તે અંગે અનોખા અંદાજમાં ઉત્તર આપ્યો હતો. આ બાબતે પોતાના વખાણ કર્યા અને કહ્યું કે તે અમારા...
01:54 PM Feb 18, 2024 IST | VIMAL PRAJAPATI
S Jaishankar

External Affairs Minister S Jaishankar: ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે રશિયા સાથે વ્યાપાર ચાલું રાખીને પણ અમેરિકા સાથે કંઈ રીતે સંબંધો સાચવી રાખ્યા તે અંગે અનોખા અંદાજમાં ઉત્તર આપ્યો હતો. આ બાબતે પોતાના વખાણ કર્યા અને કહ્યું કે તે અમારા માટે કોઈ સમસ્યા નથી. અહીં ખાસ વાત તો છે કે, એસ જયશંકરે એક સુરક્ષા પરિષદના એક સત્રમાં આ અંગે વાત કરી હતી, ત્યારે યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન અને જર્મન વિદેશ મંત્રી અનાલેના બેરબોક પણ એક જ મંચ પર હાજર હતા.

આ સુરક્ષા પરિષદમાં જયશંકરને સવાલ કરવામાં આવ્યો કે, ‘રશિયા સાથે વેપાર ચાલું રાખીને પણ ભારત કઈ રીતે યુએસ સાથે તેના વધતા દ્વિપક્ષીય સંબંધોને સંતુલિત કરી રહ્યું છે?’

આનો જવાબ આપતા જયશંકરે કહ્યું કે, ‘શું આ એક સમસ્યા છે, શા માટે તે સમસ્યા હોવી જોઈએ? હું એટલો સ્માર્ટ છું કે મારી પાસે ઘણા વિકલ્પો છે, તમારે મારા વખાણ કરવા જોઈએ.’

આ દરમિયાન તેમની બાજુમાં અમેરિકી વિદેશ મંત્રી બેઠા હતાં. આ પહેલીવાર નથી જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે સસ્તા રશિયન તેલ ખરીદવા માટે ભારતનું વલણ અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોય! અગાઉ પણ અનેક મંચો પર તેઓ સ્પષ્ટપણે ભારતનું વલણ જણાવી ચૂક્યા છે.

ગાઝા અંગે પણ પોતાનો વિચાર જણાવ્યો

વિદેશ મંત્રી એસ જયશંકરે ગાઝામાં વર્તમાન પરિસ્થિતિને લઈને પણ પોતાની ચિંતા વ્યક્ત કરી હતીં. તેમણે કહ્યું કે, ભારત ઘણા દાયકાઓથી કહેતું આવ્યું છે કે પેલેસ્ટાઈન મુદ્દાનો બે-રાજ્ય ઉકેલ હોવો જોઈઈ અને હવે મોટી સંખ્યામાં દેશો તેને માત્ર સમર્થન જ નથી આપી રહ્યા, પરંતુ તેને પહેલા કરતા "વધુ જરૂરી" પણ માની રહ્યા છે.

અત્યારે વિશ્વ લેવલે ચાલતા સંઘર્ષને લઈને ભારતની સ્થિતિને સ્પષ્ટ કરતા જયશંકરે કહ્યું કે, તેના વિવિધ પાસાઓ છે અને આને વ્યાપક રીતે ચાર મુદ્દાઓમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.વધુમાં કહ્યું કે, પ્રથમ મુદ્દો - આપણે સ્પષ્ટ હોવું જોઈએ કે 7 ઓક્ટોબરે જે બન્યું તે આતંકવાદ હતો; તેમાં કોઈ શંકા નથી, આ આતંકવાદ હતો.

બંધકોની વાપસી આજે જરૂરી છેઃ એસ જયશંકર

આપણાં વિદેશ મંત્રી એસ જયશંકરે વધુમાં કહ્યું કે, ‘બીજો મુદ્દો, જેમ કે ઇઝરાયેલે જવાબી કાર્યવાહી કરી, તે મહત્વનું છે કે ઇઝરાયેલે નાગરિકોની જાનહાનિ માટે ખૂબ કાળજી લેવી જોઇએ. માનવતાવાદી કાયદાનું પાલન કરવાની તેની આંતરરાષ્ટ્રીય જવાબદારી છે.’ ત્રીજા મુદ્દાની વાત કરતા વિદેશ મંત્રીએ કહ્યું કે, ‘બંધકોની વાપસી આજે જરૂરી છે.’ તેમણે કહ્યું કે, ‘ચોથો મુદ્દો રાહત આપવા માટે માનવતાવાદી કોરિડોરની જરૂરિયાત છે.’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: BJPનું બીજુ રાષ્ટ્રીય અધિવેશન, અમિત શાહે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

Tags :
Dr S JaishankarExternal Affairs MinisterExternal Affairs Minister S. JaishankarGujarati Newsnational newss jaishankar visit to mozambiques.jaishankar
Next Article