Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hyderabad થી ગુમ થયેલો જયેશ ગુજરાત પહોંચ્યો, માતા-પિતાએ શેર કર્યો ભાવુક Video

હૈદરાબાદ (Hyderabad)ની કમલાપુરી કોલોનીમાં રહેતા જયેશ કનોડિયાની ઉંમર 17 વર્ષ છે. 17 જાન્યુઆરીના રોજ, તે સાંજે ઘરેથી એમ કહીને નીકળ્યો હતો કે તે શ્રીનગર કોલોની પાસેની હોસ્પિટલમાંથી તેની આંખની તપાસનો રિપોર્ટ લેવા જઈ રહ્યો છે. તે હોસ્પિટલ ગયો પણ ઘરે...
hyderabad થી ગુમ થયેલો જયેશ ગુજરાત પહોંચ્યો  માતા પિતાએ શેર કર્યો ભાવુક video

હૈદરાબાદ (Hyderabad)ની કમલાપુરી કોલોનીમાં રહેતા જયેશ કનોડિયાની ઉંમર 17 વર્ષ છે. 17 જાન્યુઆરીના રોજ, તે સાંજે ઘરેથી એમ કહીને નીકળ્યો હતો કે તે શ્રીનગર કોલોની પાસેની હોસ્પિટલમાંથી તેની આંખની તપાસનો રિપોર્ટ લેવા જઈ રહ્યો છે. તે હોસ્પિટલ ગયો પણ ઘરે પાછો આવ્યો નહીં. જ્યારે કિશોરે કૉલનો જવાબ ન આપ્યો ત્યારે ચિંતા વધી. પરિવાર ચિંતામાં પડી ગયો. પોલીસને જાણ કરી. પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે.

Advertisement

ગુજરાતમાં હોવાની શંકા...

તમને જણાવી દઈએ કે, જયેશ ગુજરાત આવ્યાની માહિતી સામે આવી હતી. મળતી જાણકારી અનુસાર, જયેશ છેલ્લા 12 દિવસથી ગુમ છે. છેલ્લે 23 મી જાન્યુઆરીએ જયેશ અમદાવાદના CCTV માં કેદ થયો હતો. રેલ્વે સ્ટેશનના CCTV ફૂટેજમાં પુત્ર જયેશ જોવા મળ્યો હતો. પોલીસે CCTV જોયું કે છોકરો સિકંદરાબાદમાં એક પ્લેટફોર્મ પરથી રાજકોટ આવતી ટ્રેન પાસે ઊભો હતો. છોકરાના અપહરણની આશંકા, જ્યુબિલી હિલ્સ પોલીસે IPC કલમ 363 હેઠળ કેસ નોંધ્યો છે.

Advertisement

જયેશના-માતા-પિતાએ વીડિયો શેર કર્યો...

તે બાદ જયેશના માતા-પિતાએ એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેમણે અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ગુજરાત પોલીસ હૈદરાબાદ (Hyderabad) પોલીસને મદદ કરે જેનાથી મારો પુત્ર (જયેશ) જલ્દી મળી શકે. પોલીસ છેલ્લા 12 દિવસથી જયેશને શોધી રહી હતી. તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. હવે પોલીસ અને જયેશના પરિવારે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. 27 જાન્યુઆરીના રોજ પરિવારે જયેશના ફોટા પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. તેમાં તેણે પોતાનો ઊંડો પ્રેમ વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું કે તેના માટે તેનો પ્રેમ આખી દુનિયાથી પરે છે.

ડીપીએસનો વિદ્યાર્થી છે

પરિવાર અને પોલીસ છોકરાને શોધવા માટે ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર લાગી ગયા છે. હૈદરાબાદ (Hyderabad)ની દિલ્હી પબ્લિક સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીને શોધવાના પ્રયાસોને સોશિયલ મીડિયા સમર્થન આપી રહ્યું છે. પરિવારે @find-jayesh નામનું Instagram એકાઉન્ટ બનાવ્યું છે.

Advertisement

આ પણ વાંચો : Exam: સરકારી નોકરી વાંચ્છુઓ માટે મહત્વના સમાચાર, વાંચો અહેવાલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.