Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Human Development Index ના આંકડા જાહેર, ભારતના આંકડામાં આવ્યો સુધારો

Human Development Index: ભારતના વિકાસ થયો છે કે, નહીં તે વિશ્વ કક્ષાએ ભારતની ઓળખ પરથી નક્કી થાય છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એ વર્ષ 2022 માટે માનવ વિકાસ સૂચકાંક (HDI) અને જાતિ અસમાનતા સૂચકાંક (GII) ની રેન્કિંગ બહાર પાડી...
08:45 PM Mar 15, 2024 IST | VIMAL PRAJAPATI
Human Development Index

Human Development Index: ભારતના વિકાસ થયો છે કે, નહીં તે વિશ્વ કક્ષાએ ભારતની ઓળખ પરથી નક્કી થાય છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) એ વર્ષ 2022 માટે માનવ વિકાસ સૂચકાંક (HDI) અને જાતિ અસમાનતા સૂચકાંક (GII) ની રેન્કિંગ બહાર પાડી છે. સંયુક્ત રાષ્ટ્ર માનવ વિકાસ સૂચકાંકમાં ભારતનું રેન્કિંગ એક સ્થાન સુધર્યું છે. તે જ સમયે, લિંગ અસમાનતા સૂચકાંકમાં 14 સ્થાનનો સુધારો થયો છે.

193 દેશોની યાદીમાં ભારતને 134 માં સ્થાન મળ્યું

માનવ વિકાસ સૂચક આંકની વાત કરવામાં આવે તો 193 દેશોની યાદીમં ભારતે 134 મું સ્થાન મળ્યું હતું, લિંગ અસમાનતા સૂચકાંકમાં ભારતને 108મું સ્થાન મળ્યું છે. ગયા વર્ષે એટલે કે વર્ષ 2021માં, ભારત માનવ વિકાસ સૂચકાંકમાં 135મા ક્રમે હતું. જ્યારે જેન્ડર ઈન્ડેક્સમાં તે 122મા ક્રમે હતું. લિંગ અસમાનતા સૂચકાંક 2022માં ભારતને 0.437નો સ્કોર આપવામાં આવ્યો છે. જ્યારે 2021માં ભારતનો સ્કોર 0.490 હતો.

શ્રમબળમાં પુરુષોની ભાગીદારી 76.1 ટકા

યૂએનડીપી દ્વારા તાજેતરમાં જ આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલયએ કહ્યું કે, જીઆઈઆઈ 2021 ની સરખામણીએ 2022 ના આંકડામાં સુધારો નોંધાયો છે. ભારતના આંકડામાં અત્યારે સારો એવો સુધારો નોંધાયો છે. રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો શ્રમબળમાં પુરુષોની ભાગીદારી 76.1 ટકા છે. જ્યારે મહિલાઓની વાત કરવામાં આવે તો શ્રમબળમાં તેમની ભાગીદારી 28.3 ટકા છે. તો નોંધનીય છે કે, શ્રમબળની ભાગીદારીમાં પુરુષ અને મહિલાઓ વચ્ચે બઉ મોટો તફાવત જોવા મળ્યો છે.

HDIના તમામ સૂચકાંકોમાં સુધારો કર્યો

એચડીઆઈ રેન્કિંગ 2022 માં ભારતના આંકડામાં થોડો સુધારો નોંધાયો છે. આ વર્ષે ભારતનો સ્કોર 0.644 રહ્યો છે. જોકે, 2022માં ભારતે HDIના તમામ સૂચકાંકોમાં સુધારો કર્યો છે. આયુષ્ય એટલે કે ભારતમાં સરેરાશ ઉંમર 67.2 થી વધીને 67.7 વર્ષ થઈ ગઈ છે. ત્યાર વ્યક્તિગત આવક 6,542 અમેરિકી ડોલરથી વધીને 6,951 અમેરિકા ડોલર સુધીનો વધારો નોંધાયો છે.

લિંગ અસમાનતા ઘટાડવામાં ભારત સફળ

આ સાથે સાથે ભારતમાં લિંગ અસમાનતા ઘટાડવામાં સારૂ એવુ સફળ રહ્યું છે. આ રિપોર્ટ પ્રમાણે વાત કરીએ તો, ભારતનો સ્કોર વૈશ્વિક અને દક્ષિણ એશિયાઈ દેશોના સંદર્ભે ખુબ જ સારો છે. રિપોર્ટની વધુ વિગતે વાત કરવામાં આવે તો, GII ત્રણ મુખ્ય પરિમાણો પર માપવામાં આવે છે. આ પરિમાણો પ્રમાણે પ્રજનન સ્વાસ્થ્ય, સશક્તિકરણ અને શ્રમ બળ અને લિંગ અસમાનતાનું ધ્યાન રાખવામાં આવે છે. ભારતનો GII સ્કોર 0.437 છે જે 0.462 ની વૈશ્વિક સરેરાશ અને 0.478 ની દક્ષિણ એશિયાની સરેરાશ કરતાં વધુ સારો છે.

ભારતના આંકડામાં આવ્યો સુધારો

આ રિપોર્ટ પ્રમાણે વાત કરવામાં આવે તો ભારત અત્યારે વિશ્વ કક્ષાએ સારો એવો વિકાસ કર્યો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતે પોતાના આંકડામાં સારો એવો સુધારો નોંધ્યો છે. માનવ વિકાસ સૂચક આંકની રીતે વાત કરવામાં આવે તો, ભારતે દરેક રીતે સારો ગ્રોથ કર્યો છે. અત્યારે ભારતના વિકાસદરની વાત કરવામાં આવે તો આગામી સમયમાં વિકસિત દેશોની યાદીમાં સામેલ થાય તેવી પૂર્ણ સંભાવનાઓ છે.

આ પણ વાંચો: Lok Sabha Election: ચૂંટણીને લઈને ગુજરાત ફર્સ્ટનું એનાલિસિસ, જાણો ચૂંટણીની તમામ વિગતો
આ પણ વાંચો: Lok Sabha Election પહેલા TMC ને ફટકાર, બે નેતાઓએ ધારણ કર્યો કેસરિયો
આ પણ વાંચો: Lok Sabha Election Date : આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થશે, ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે કરશે જાહેરાત…
Tags :
HDIHDI NewsHuman Development Indexnational newspolitical newsVimal Prajapati
Next Article