Kedarnath Dham માં ભક્તોની ભારે ભીડ, 28 દિવસમાં 7 લાખથી વધુ ભક્તોએ બાબાના દર્શન કર્યા...
ઉત્તરાખંડમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ 11 મા જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ ધામ (Kedarnath Dham)ના દરવાજા 10 મી મેના રોજ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા. 10 મે પહેલા પણ બાબાના દર્શન માટે ભક્તોએ ટ્રેન અને બસની ટિકિટથી લઈને હોટલ સુધીનું બુકિંગ કરાવી લીધું હતું. લોકો આખા વર્ષ દરમિયાન બાબાના ધામની મુલાકાત લેવાનું આયોજન કરે છે.
તમને જણાવી દઈએ કે, દરવાજા ખુલતાની સાથે જ બાબાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ અહીં પહોંચી જાય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેદારનાથ ધામ (Kedarnath Dham)માં ભક્તોનો પૂર જોવા મળ્યો હતો. રુદ્રપ્રયાગના જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા અનુસાર, 10 મે, જે દિવસે બાબાના દરવાજા ખુલ્યા ત્યારથી માત્ર 28 દિવસમાં 7,10,698 શ્રદ્ધાળુઓએ કેદારનાથ ધામ (Kedarnath Dham)ની મુલાકાત લીધી છે. કેદારનાથ ધામ (Kedarnath Dham)માં ભક્તોની વધતી જતી સંખ્યા સાથે એક નવો રેકોર્ડ બન્યો છે.
Uttarakhand: Over 7 lakh devotees visited Kedarnath Dham since May 10
Read @ANI Story | https://t.co/DqtFxQERTE#Uttarakhand #kedarnathdham #Devotees #chardhamyatra pic.twitter.com/w5b4xTMawl
— ANI Digital (@ani_digital) June 7, 2024
ચારધામ યાત્રાના ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ...
ઉત્તરાખંડ સરકારે હરિદ્વાર અને ઋષિકેશમાં ઑફલાઇન નોંધણી પર પ્રતિબંધ મૂક્યો છે. કેદારનાથની મુલાકાત લેનાર ભક્ત હોય કે ચાર ધામની મુલાકાત લેતા ભક્ત હોય, દરેક માટે ઓનલાઈન નોંધણી કરાવવી ફરજિયાત છે. આ સંદર્ભમાં 22 મેના રોજ રાજ્યના મુખ્ય સચિવ રાધા રતુરીએ પણ એક એડવાઈઝરી જારી કરી હતી. આ એડવાઈઝરીમાં ભક્તોને રજીસ્ટ્રેશન દરમિયાન નક્કી કરેલી તારીખે દર્શન માટે આવવાની સલાહ આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 2 જૂને કેદારનાથ ધામ (Kedarnath Dham)માં 19,484 ભક્તોએ પૂજા અર્ચના કરી હતી, જેમાં 12,857 પુરૂષો, 6,323 મહિલાઓ અને 304 બાળકો હતા. ઉત્તરાખંડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 10 થી 2 જૂન સુધીમાં 6,27,213 ભક્તોએ બાબાના દર્શન કર્યા છે.
આ પણ વાંચો : ‘Rahul Gnadhi હાજર હો…’, બેંગલુરુ કોર્ટમાં કોંગ્રેસ નેતાની આજે સુનાવણી, જાણો શું છે સમગ્ર મામલો
આ પણ વાંચો : ‘દિલ્હીમાં દોસ્તી, પંજાબમાં કુશ્તી અને ચંડીગઢમાં મસ્તી…’, BJP એ AAP ના નિવેદન પર કર્યો પલટવાર
આ પણ વાંચો : નકલી આધાર કાર્ડ દેખાડી સંસદમાં ઘૂસવાનો પ્રયાસ કરનાર ત્રણની ધરપકડ, FIR દાખલ…