Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: ગુજરાતની આ પાંચ વિધાનસભા બેઠકો પર 2022 નું ગણિક કેવું હતું? જાણો સંપૂર્ણ વિગત

Assembly by-elections Gujarat: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. નોંધનીય છે કે, કેટલાક ખાસ પરિબળોને કારણે આ ગુજરાત (Gujarat)ની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેની વિગતે વાત કરવામાં આવે તો, માણાવદર, ખંભાત, વિજાપુર,...
gujarat  ગુજરાતની આ પાંચ વિધાનસભા બેઠકો પર 2022 નું ગણિક કેવું હતું  જાણો સંપૂર્ણ વિગત

Assembly by-elections Gujarat: ગુજરાતમાં લોકસભા ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાઈ હતી. નોંધનીય છે કે, કેટલાક ખાસ પરિબળોને કારણે આ ગુજરાત (Gujarat)ની પાંચ વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. જેની વિગતે વાત કરવામાં આવે તો, માણાવદર, ખંભાત, વિજાપુર, પોરબંદર અને વાધોડિયા વિધાનસભા બેઠક પર મતદાન યોજાયું હતું. જેની અત્યારે મતગણતરી થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આ તમામ બેઠકો પર બીજેપી આગળ ચાલી રહીં છે.

Advertisement

વાગોડિયા બેઠક પર કોણ બાજી મારશે તે આજે થઈ જશે સ્પષ્ટ!

તમને જણાવી દઇએ કે, વાગોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપના ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસના ઉમેદવાર કનુ ગોહિલ વચ્ચે જંગ જામેલો છે. તમને જણાવી દઈએ કે, આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધી હતી, જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ જામ્યો છે. નોંધનીય છે કે, વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ક્ષત્રિય મતદારો દ્વારા પણ કોંગ્રેસને ટેકો આપવાની જાહેરાત કરી ચૂક્યા હતા. પરંતુ આ બેઠક પર કોણ બાજી મારશે તે આજે સ્પષ્ટ થઈ જવાનું છે.

વિધાનસભા બેઠકરાજકીય પક્ષઉમેદવારમળેલી મતની વિગતકેટલા મતથી જીત?
માણાવદર વિધાનસભા બેઠક
કોંગ્રેસઅરવિંદ લાડાણી646903453
ભાજપજવાહર ચાવડા61237
વાઘોડિયા વિધાનસભા બેઠક
અપક્ષધર્મેન્દ્રસિંહ વાઘેલા779057006
ભાજપઅશ્વિન પટેલ63899
વિજાપુર વિધાનસભા બેઠક
કોંગ્રેસડો. સી. જે. ચાવડા787497053 મતથી જીત
ભાજપરમણ ડી. પટેલ71696
ખંભાત વિધાનસભા બેઠક
કોંગ્રેસચિરાગકુમાર પટેલ690693711 મતથી જીત
ભાજપમહેશકુમાર રાવલ65358
પોરબંદર વિધાનસભા બેઠક
કોંગ્રેસઅર્જુન મોઢવાડિયા820568,181
ભાજપબાબુ બોખરીયા73875

પોરબંદરમાં અર્જુન મોઢવાડિયા અને રાજુ ઓડેદરા વચ્ચે જંગ

તમને જણાવી દઇએ કે, વિધાનસભા બેઠક ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે સીધો જંગ જામ્યો હતો. બેઠકોની વિગતે વાત કરવામાં આવે તો, ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદાવાર ચિરાગ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ પરમાર ચૂંટણીના મેદાને છે. આ સાથે વિજાપુર બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદાવાર સી.જે.ચાવડા અને કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલ ચૂંટણી લડ્યા છે. પોરબંદર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપના ઉમેદાવાર અર્જુન મોઢવાડિયા અને રાજુ ઓડેદરા વચ્ચે જંગ જામેલો છે. આ સાથે સાથે માણાવદર વિધાનસભા બેઠક પર અરવિંદ લાડાણી જે ભાજપના ઉમેદાવાર છે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરા ચૂંટણી લડી રહ્યા છે.

Advertisement

માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 277 મતદાન મથકો પર થયું હતુ મતદાન

આ સાથે માણાવદરની વાત કરવામાં આવે તો આ વિધાનસભા બેઠક પર પણ ફરી ચૂંટણી યોજવામાં આવી હતી. કારણે કે, માણાવદરના કોંગ્રેસ ધારાસભ્ય પદેથી અરવિંદ લાડાણીનું રાજીનામું આપ્યું હતું. અત્યારે પેટા ચૂંટણીમાં કોંગ્રેસે હરિભાઈ કણસાગરા અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. નોંધનીય છે કે, માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીના મતવિસ્તારના કુલ 2,49,000 મતદારો માટે 277 મતદાન મથકો રાખવામાં આવ્યા હતા. નોંધનીય છે કે 4 જૂન એટલે કે,આજે કોણ માણાવદર વિધાનસભાના નવા ધારાસભ્ય બનશે તે નક્કી થઈ જવાનું છે.

આ પણ વાંચો: Result : વાંચો, પરિણામની સતત અપડેટ્સ

આ પણ વાંચો: Gujarat: ગુજરાતની આ પાંચ વિધાનસભા બેઠકો પર જનતાની ખાસ નજર, જાણો ક્યાથી કોણ છે મેદાને…

આ પણ વાંચો: Ahmedabad: એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે 7-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની મતગણતરી યોજાશે

આ પણ વાંચો: Bharuch: મનસુખ વસાવાનો વિશ્વાસ કે ચૈતર વસાવાનો આશાવાદ! કોણ જીતશે ભરૂચ બેઠક?

Advertisement
Tags :
Advertisement

.