Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેરળના મલપ્પુરમમાં ભયાનક દુર્ઘટના, હાઉસબોટ ડૂબવાથી બાળકો સહિત 15થી વધુ લોકોના મોત

કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં રવિવારે સાંજે એક હાઉસબોટ પલટી જવાથી બાળકો સહિત 15 થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ઓટ્ટુમપુરમ પાસે બની હતી. અકસ્માત સ્થળેથી પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી...
કેરળના મલપ્પુરમમાં ભયાનક દુર્ઘટના  હાઉસબોટ ડૂબવાથી બાળકો સહિત 15થી વધુ લોકોના મોત

કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં રવિવારે સાંજે એક હાઉસબોટ પલટી જવાથી બાળકો સહિત 15 થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ઓટ્ટુમપુરમ પાસે બની હતી. અકસ્માત સ્થળેથી પ્રાપ્ત થયેલી પ્રાથમિક માહિતી મુજબ, બોટમાં લગભગ 25થી વધુ મુસાફરો સવાર હતા. 10 જેટલા મુસાફરોને નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, આ ઘટના સાંજે 7 વાગ્યાની આસપાસ બની હતી.

Advertisement

કેરળના મલપ્પુરમ જિલ્લાના તનુર વિસ્તારમાં તુવાલાથીરામ બીચ નજીક રવિવારે સાંજે લગભગ 25થી વધુ મુસાફરોને લઈને જતી હાઉસબોટ પલટી અને ડૂબી જતાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા, જેમાં મોટાભાગે બાળકો હતા. કેરળના રમતગમત પ્રધાન વી અબ્દુરહીમાને, જેઓ પર્યટન પ્રધાન પીએ મોહમ્મદ રિયાસ સાથે બચાવ કામગીરીનું સંકલન કરી રહ્યા છે, તેમણે જણાવ્યું હતું કે આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા હતા અને તેમાંથી મોટાભાગના બાળકો હતા જેઓ શાળાની રજાઓ દરમિયાન સવારી માટે આવ્યા હતા.

Advertisement

PM નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું- 'કેરળના મલપ્પુરમમાં બોટ દુર્ઘટનામાં લોકોના મોતથી હું દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. રૂપિયાની અનુગ્રહ રાશિ. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ આપવામાં આવશે."

Advertisement

આ પહેલા ડિસેમ્બર 2022માં પણ બિહારમાં આવી ઘટના બની હતી. જણાવી દઇએ કે, બિહારના પટનામાં એક મોટો અકસ્માત થયો હતો. તે સમયે ગંગા નદીમાં 15 લોકોને લઈ જતી બોટ ડૂબી ગઈ હતી. આ ઘટનામાં કેટલાક લોકો ગુમ પણ થયા હતા, જેમની શોધ માટે પોલીસે ભારે મહેનત કરવી પડી હતી.

આ પણ વાંચો – બજરંગદળ પર પ્રતિબંધનો વાયદો ખડગેને પડ્યો ભારે, મળી 100 કરોડની લીગલ નોટિસ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.