Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Wayanad landslides : ગૃહમંત્રી થયા ગુસ્સે, કહ્યું- 7 દિવસ પહેલા આપવામાં આવી હતી ચેતવણી છતાં...

'ચેતવણીઓને અવગણવામાં આવી હતી' - અમિત શાહ 'ગુજરાતમાં પણ અપાઈ હતી ચેતવણી' - અમિત શાહ અર્લી વોર્નિગ સિસ્ટમ પાછળ 2000 કરોડનો ખર્ચ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે, કેરળમાં વિનાશક ભૂસ્ખલન (Wayanad landslides)ની ઘટનાના સાત દિવસ...
wayanad landslides   ગૃહમંત્રી થયા ગુસ્સે  કહ્યું  7 દિવસ પહેલા આપવામાં આવી હતી ચેતવણી છતાં
  1. 'ચેતવણીઓને અવગણવામાં આવી હતી' - અમિત શાહ
  2. 'ગુજરાતમાં પણ અપાઈ હતી ચેતવણી' - અમિત શાહ
  3. અર્લી વોર્નિગ સિસ્ટમ પાછળ 2000 કરોડનો ખર્ચ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે સંસદમાં જણાવ્યું હતું કે, કેરળમાં વિનાશક ભૂસ્ખલન (Wayanad landslides)ની ઘટનાના સાત દિવસ પહેલા રાજ્ય સરકારને પૂર્વ ચેતવણી આપવામાં આવી હતી અને 23 જુલાઈ NDRF ની નવ ટીમો પણ ત્યાં મોકલવામાં આવી હતી, પરંતુ જો રાજ્ય સરકાર 'અલર્ટ' હોત તો. આ ટીમોને જોયા પછી પણ ઘણું બચાવી શકાયું હોત. કેરળના વયનાડ જિલ્લામાં વિનાશક ભૂસ્ખલન (Wayanad landslides)ને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે ગૃહમાં લાવવામાં આવેલા ધ્યાનાકર્ષક પ્રસ્તાવ પર વિવિધ પક્ષોના સભ્યો દ્વારા માંગવામાં આવેલી સ્પષ્ટતાના જવાબમાં શાહે આ જણાવ્યું હતું.

Advertisement

'ચેતવણીઓને અવગણવામાં આવી હતી'

શાહે વયનાડમાં ભૂસ્ખલન (Wayanad landslides)માં જીવ ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, ચર્ચા દરમિયાન ઘણા સભ્યોએ અર્લી વોર્નિંગ સિસ્ટમનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, તેઓ આ ગૃહ દ્વારા સમગ્ર દેશને કહેવા માંગે છે કે, 23 જુલાઈના રોજ કેરળ સરકારને ભારત સરકાર દ્વારા અગાઉથી ચેતવણી આપવામાં અઆવી હતી. તેમણે કેહ્યું કે, સાત દિવસ પહેલા આ ચેતવણી આપ્યા બાદ 24 અને 25 જુલાઈએ ફરીથી ચેતવણી આપવામાં આવી હતી અને 26 મી જુલાઈએ કહેવામાં આવ્યું હતું કે 20 સેમીથી વધુ અને ભારે વરસાદ પડશે અને ભૂસ્ખલન (Wayanad landslides)ની શક્યતા છે અને લોકો મરી પણ શકે છે. શાહે વધુમાં કહ્યું કે, તેઓ આ વાતો ગૃહમાં કહેવા માંગતા નહતા પરંતુ જ્યારે કેટલાક સભ્યોએ કહ્યું, "પ્લીઝ લિસન અસ' (અમારી વાત સાંભળો) તો સરકારનું કહેવું છે કે 'પ્લીઝ રીડ ઈટ'. કૃપા કરીને મોકલવામાં આવેલી ચેતવણી વાંચો.

Advertisement

આ પણ વાંચો : પૂજા ખેડકરને મોટો ફટકો, ભવિષ્યમાં નહીં બની શકે IAS-IPS, UPSC ની મોટી કાર્યવાહી

'ગુજરાતમાં પણ અપાઈ ચેતવણી'

તેમણે કહ્યું કે, આ દેશમાં કેટલી રાજ્ય સરકારો છે જેણે ભૂતકાળમાં આવી વહેલી ચેતવણી પર કામ કર્યું છે અને આવી આપત્તિઓમાં કોઈને જાનહાનિ થવા દીધી નથી. તેમણે ઓડિશાની અગાઉની નવીન પટનાયક સરકારને ચક્રવાત વિશે સાત દિવસ અગાઉ આપેલી ચેતવણીનું ઉદાહરણ ટાંક્યું અને કહ્યું કે, તે ચક્રવાતમાં માત્ર એક જ વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને તે પણ ભૂલથી. શાહે કહ્યું કે ગુજરાતને પણ ત્રણ દિવસ અગાઉ ચક્રવાત વિશે ચેતવણી આપવામાં આવી હતી અને ત્યાં એક પણ પ્રાણીનું મૃત્યુ થયું નહતું.

Advertisement

આ પણ વાંચો : Delhi માં UPSC કોચિંગ સેન્ટરો સીલ, લાયબ્રેરી માલિકોએ લીધો આ નિર્ણય, વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી...

અર્લી વોર્નિગ સિસ્ટમ પાછળ આટલો ખર્ચ...

ગૃહમંત્રીએ કહ્યું કે, ભારત સરકારે 2014 થી અત્યાર સુધીમાં 2000 કરોડ રૂપિયા અર્લી વોર્નિગ સિસ્ટમ પર ખર્ચ્યા છે અને રાજ્યોને સાત દિવસ અગાઉ ચેતવણી આપવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની ચેતવણીઓ વેબસાઈટ પર પોસ્ટ કરવામાં આવે છે જે સાંસદો માટે પણ ઉપલબ્ધ છે. તેમણે કહ્યું કે, "કેટલાક લોકો અહીં સાઈટ પણ ખોલતા નથી, તેઓ માત્ર વિદેશની સાઈટ ખોલતા રહે છે. વિદેશથી કોઈ આગોતરી ચેતવણી નહીં મળે, આપને આપણી પોતાની સાઈટ જોવી પડશે. તેમણે કહ્યું કે, કેટલાક રાજ્યોએ આ પદ્ધતિનો લાભ લીધો અને પરિણામો મેળવ્યા.

આ પણ વાંચો : Lucknow : ભારે વરસાદથી વિધાનસભા પરિસરમાં પાણી જ પાણી...

Tags :
Advertisement

.