Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Holi-Dhuleti celebration abroad : અમેરિકાના આર્ટેશિયામાં NRI દ્વારા હોળી-ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી

Holi-Dhuleti celebration abroad : ભારતમાં તો તહેવારોનું અનેરુ મહત્વ રહેલું છે. પણ સૌ કોઈ જાણે કે, ના માત્ર ભારતમાં જ પરંતુ જ્યા પણ ભારતીય રહેતા હોય છે તે જગ્યાએ ભારતીય તહેવારો ઉજવાતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો,...
holi dhuleti celebration abroad    અમેરિકાના આર્ટેશિયામાં nri દ્વારા હોળી ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી

Holi-Dhuleti celebration abroad : ભારતમાં તો તહેવારોનું અનેરુ મહત્વ રહેલું છે. પણ સૌ કોઈ જાણે કે, ના માત્ર ભારતમાં જ પરંતુ જ્યા પણ ભારતીય રહેતા હોય છે તે જગ્યાએ ભારતીય તહેવારો ઉજવાતા હોય છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા મધેશી એસોસિયેશન અને આર્સેટિયા ચેમ્બરના સહયોગથી અમેરિકાના કેલિફોર્નિયાના આર્સેટિયા ખાતે હોળી-ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ તહેવારની ઉજવણીમાં ભારતીય અને નેપાળી સમુદાયના લોકો જાડાયા હતાં.

Advertisement

ભારતીય અને નેપાળી લોકોએ હોળી-ધૂળેટી પર્વની ઉજવણી કરી

અમેરિકાના કેલિફોર્નિયાના આર્સેટિયા ખાતે ભારતીય અને નેપાળી સમુદાયના લોકો દ્વારા હોળી-ધૂળેટી પર્વની ઉજવણી થઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જાડાયા હતા. આ પ્રસંગે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. વિવિધ રમતો રમાઈ હતી. જેમાં વિજેતાઓને પુરસ્કારો પણ અપાયા હતા. રંગોના પર્વ ધૂળેટીની ભારતમાં તો ઉજવણી થઈ હતી તો સાથે અમેરિકામાં વસતા ભારતીય અને નેપાળી મૂળના લોકોએ સામુહિક રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી.

Advertisement

સોનિયા દવે દ્વારા ફેશન શો રજુ થયો હતો

ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા મધેશી એસોસિયેશન, આર્સેટિયા ચેમ્બરના સહયોગથી આર્સેટિયા પાર્ક ખાતે વાયબ્રન્ટ હોળી ઉત્સવનું આયોજન થયું હતું. આ ઉત્સવમાં ભારત અને નેપાળની સંસ્કૃતિની ઝાંખી જાવા મળી હતી. આ કાર્યક્રમના મુખ્ય આયોજક તરીકે લેબોન હોસ્પિટાલિટી ગૃપના યોગી પટેલ, આઈએસીએસએનએના પરિમલ શાહ તથા દિનેશ શાહ રહ્ના હતા.

Advertisement

કાર્યક્રમમાં ઉર્મિલા મેનન, શગુન શ્રેષ્ઠા દ્વારા ડીજે, રિધમ, રિ­યા અને રાજેશ્વરી દ્વારા ગિતો રજુ થયા હતા. સોનિયા દવે દ્વારા ફેશન શો રજુ થયો હતો. નેનકીંગ ઈન્ડો ચાઈનીઝ રેસ્ટોરન્ટ દ્વારા ભોજન પીરસાયું હતું. જે સ્પર્ધાઓ યોજાઈ તેમાં સ્પર્ધકોને ઈનામો અપાયા હતા જેમાં રફાલી ઈવેન્ટની ફાઈનલ વેલિસ બેîકે જીતી હતી જેમને ૬૦ ઈંચની ટીવી ભેટમાં અપાયું હતું.

ઉત્સવમાં આર્સેટિયાના મેયર, સ્થાનિક પોલીસ અધિકારીઓ, નેપાળના કાઉન્સિલ જનરલ, સ્થાનિક ઉદ્યોગકારોïની પણ હાજરી રહી હતી. યોગી પટેલ અને દિનેશ શાહ દ્વારા તમામને રંગો તથા ભોજન પુરું પાડવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમના મીડિયા પાટનર તરીકે શોકોલ ચેનલ રહી હતી. યોગી પટેલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વે ભારતીયો તથા નેપાળી સમુદાયના લોકોનો આભાર વ્યક્ત કર્યા હતો.

આ પણ વાંચો: Baltimore Bridge collapse : કાર્ગો શિપમાં હાજર તમામ 22 લોકો ભારતીય, કોઈ જાનહાનિ નહીં…

આ પણ વાંચો: The Adani : ધ અદાણી ગ્રીન એનર્જી સાયન્સ મ્યુઝિયમ ગેલેરી લંડનમાં ખુલ્લી મુકાઇ

આ પણ વાંચો: MUMBAI હવે ચીનની રાજધાની કરતાં નીકળ્યું આગળ, બન્યું એશિયાનું Billionaire Capital

Tags :
Advertisement

.