Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

HISTORIC WIN : ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, ઇંગ્લૈંડને આપ્યો 347 રનથી કારમો પરાજય

ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લૈંડ સામે ટેસ્ટ જીતીને ઇતિહાસ સર્જ્યો છે. ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે એક માત્ર ટેસ્ટ મેચ મુંબઈના D Y PATIL સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં ભારતે ઇંગ્લૈંડને 347 રને કારમો પરાજય આપ્યો છે.  ભારતની જીતમાં દીપ્તિ શર્માનું ...
03:19 PM Dec 16, 2023 IST | Harsh Bhatt

ભારતની મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લૈંડ સામે ટેસ્ટ જીતીને ઇતિહાસ સર્જ્યો છે. ભારત અને ઇંગ્લૈંડ વચ્ચે એક માત્ર ટેસ્ટ મેચ મુંબઈના D Y PATIL સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં ભારતે ઇંગ્લૈંડને 347 રને કારમો પરાજય આપ્યો છે.  ભારતની જીતમાં દીપ્તિ શર્માનું  ઓલરાઉન્ડ પ્રદર્શન જીત માટે મહત્વપૂર્ણ સાબિત થયું હતું.  હરમનપ્રીત કૌરના નેતૃત્વ હેઠળ, ભારતે ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી ભારતના ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ જીત છે.

મહિલા ક્રિકેટ ટીમને મળી ઐતિહાસિક જીત 

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગની પસંદગી કરી હતી અને ભારતે પ્રથમ બેટિંગ કરતાં 428 રન બનાવ્યા હતા, ત્યારે ઇંગ્લૈંડ પોતાની પ્રથમ પારીમાં ફક્ત 136 રન બનાવી શક્યું હતું. ભારતે તેની બીજી ઇનિંગમાં છ વિકેટના નુકસાન પર 186 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો અને લક્ષ્યનો પીછો કરવા માટે ઇંગ્લેન્ડને 479 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

આ ટાર્ગેટનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડનો બેટિંગ ઓર્ડર પત્તાના ઘરની જેમ પડી ભાંગ્યો હતો અને તેઓ માત્ર 131 રનમાં જ આઉટ થઈ ગયા હતા. દીપ્તિ શર્મા, જે પ્રથમ દાવમાં બોલ સાથે ભારતની સ્ટાર હતી, તેણે બીજી ઇનિંગ્સમાં ઇંગ્લિશ બેટ્સમેનોને મુશ્કેલીમાં મૂકીને ચાર વિકેટ ઝડપી હતી.

ટીમ ઈન્ડિયાની પ્રથમ જીત

ઈંગ્લેન્ડે અગાઉ ત્રણ અલગ-અલગ પ્રવાસો (1995/96, 2001/02 અને 2005/06)માં ભારતીય ધરતી પર પાંચ ટેસ્ટ મેચોમાં ભાગ લીધો હતો. મુલાકાતી ટીમે 1995/96ના પ્રવાસ દરમિયાન ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી 1-0થી જીતી હતી અને અન્ય બે શ્રેણી ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

દીપ્તિ શર્મા બની પ્લેયર ઓફ ધ મેચ 

દીપ્તિએ 38 રનમાં 9 વિકેટના મેચ વિનિંગ આંકડા સાથે મેચ પૂરી કરી અને પ્રથમ દાવમાં 67 રન બનાવીને ભારતના 428 રનના વિશાળ સ્કોરમાં યોગદાન આપ્યું હતું. તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવી હતી.

આ પણ વાંચો -- Rohit Sharma : રોહિત શર્માને સુકાનીપદેથી હટાવ્યાના એક કલાકમાં જ મુંબઈ ઈન્ડિયન્સને મોટું નુકસાન થયું!

Tags :
DEEPTI SHARMADY PATILHistoricIND vs ENGINDIAN WOMEN TEAMMIMBAI
Next Article