Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

HIMATNAGAR : ડબલ મર્ડર કેસનો ભેદ આખરે ઉકેલાયો, ઘરના જ નીકળ્યા ભેદી..

HIMATNAGAR DOUBLE MURDER CASE : હિંમતનગરના રામનગર સોસાયટીમાં ત્રણ દિવસ અગાઉ બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટના બાદ જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા ત્રણ ટીમો બનાવી ગણતરીના દિવસોમાં સાસુ-સસરાની કરપીણ હત્યા કરવામાં સંડોવાયેલ પુત્રવધુ, બે યુવક તથા એક સગીરને ઝડપી લીધા બાદ...
07:58 PM May 02, 2024 IST | Harsh Bhatt

HIMATNAGAR DOUBLE MURDER CASE : હિંમતનગરના રામનગર સોસાયટીમાં ત્રણ દિવસ અગાઉ બનેલી લૂંટ વિથ મર્ડરની ઘટના બાદ જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા ત્રણ ટીમો બનાવી ગણતરીના દિવસોમાં સાસુ-સસરાની કરપીણ હત્યા કરવામાં સંડોવાયેલ પુત્રવધુ, બે યુવક તથા એક સગીરને ઝડપી લીધા બાદ પુછપરછ દરમ્યાન તેમની પાસેથી રોકડ તથા સોનાના દાગીના મળી અંદાજે રૂ.૮૩.૮પ લાખનો મુદ્દામાલ કબ્જે લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

ઘરના જ નીકળ્યા ભેદી

આ અંગે જિલ્લા પોલીસવડા વિજય પટેલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એ.કે.પટેલ, એ-ડીવીઝનના પીઆઈ બી.પી.ડોડીયા, એલસીબીના પીઆઈ એસ.એન.કરંગીયા, પીએસઆઈ ડી.સી.પરમાર, ટી.જે.દેસાઈ સહિત તપાસમાં જોડાયેલી ત્રણ ટીમોના જણાવાયા મુજબ ગત તા.૩૦ એપ્રિલના રોજ બપોરના સુમારે વિક્રમસિંહ ભાટીના દિકરા વનરાજસિંહ ઘરે હાજર ન હતા ત્યારે વનરાજસિંહની પત્નિ મિત્તલકુમારી તથા તેમના સગીર દિકરાએ પરિસ્થિતીનો તાગ મેળવી ઘરમાં હાજર રહેલ સસરા વિક્રમસિંહ ભાટીને એકજ ઝાટકે ગળા પર છરી મારી હત્યા કરી દીધી હતી.

ત્યારબાદ મિતલકુમારી, તેમનો સગીર દિકરાએ અગાઉ હિંમતનગરના નર્મદા બંગ્લોઝમાં રહેતા હેત અતુલકુમાર પટેલનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ આ બંને જણાએ માણસા તાલુકાના લીંબોદરા ગામના વિપુલસિંહ નાથુસિંહને રૂ.૧૦ લાખની સોપારી આપીને સાસુ સસરાની હત્યા કરવાનો પ્લાન ઘડયો હતો.

તે પછી ગત તા.૩૦ એપ્રિલના રોજ બપોરના સુમારે હત્યા કરવા ઘડાયેલા પ્લાનને અમલમાં મુકી સાસુ-સસરાને પતાવી દેવામાં આવ્યા હતા. એવુ પુછપરછ દરમ્યાન મિત્તલકુમારીએ કબુલ્યુ હતુ. સમગ્ર ઘટના બાદ પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે ત્રણ ટીમો બનાવી તપાસ આદરી હતી. જેમાં એવુ જાણવા મળ્યુ હતુ કે સગીર હત્યામાં સંડોવાયેલ હેત અને વિપુલને નજીકમાં આવેલ મોદી ગ્રાઉન્ડ નજીક મુકીને પરત આવી ગયો હતો. આમ લૂંટ વિથ મર્ડરના રહસ્યને પોલીસ તંત્ર દ્વારા ખુલ્લુ પાડીને ચાર જણાને ઝડપી લેવામાં સફળતા મળી છે.

મિત્તલકુમારીએ બે ચાકુ સાફ કરી કયાં મુકયા?

પોલીસ તપાસ દરમ્યાન મિત્તલકુમારીએ જણાવ્યુ હતુ કે સાસુ-સસરાના અસહ્ય ત્રાસથી કંટાળીને આખરે સોપારી આપી હત્યા કરવા માટે બે ચપ્પા આપ્યા હતા ત્યારબાદ હત્યારાઓ પાસેથી બંને ચપ્પા લોહી વાળી હાલતમાં પરત લીધા બાદ તેને સાફ કરીને રસોડામાં મુકી દીધા હતા.

પ્લાન કયારે ઘડાયો ?

સાસુ-સસરાની હત્યા કરવા માટે હેત અને લીંબોદરાના વિપુલસિંહ વાઘેલાને રૂ.૧૦ લાખની સોપારી આપવાની યોજના લગભગ એક મહિનાની અંદર ઘડવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જણાવાયું છે.

વિપુલસિંહ પાસેથી રૂ.૧.પ૦ લાખ કબ્જે લેવાયા

પોલીસ તપાસમાં પીએસઆઈ ડી.સી.પરમારે વિપુલસિંહને પકડીને તેની પાસેથી રૂ.૧.પ૦ લાખ રીકવર કર્યા હતા.

બાકીના દાગીના લોકરમાં હતા

મિત્તલકુમારીએ સગીર તથા અન્ય બે હત્યારાઓની મદદથી સાસુ સસરાની હત્યા કર્યા બાદ સોનાના ૯૪.૮૩૮ ગ્રામના દાગીના ઘરમાં રખાયેલા લોકના નીચેના ખાનામાંથી લઈ સંતાડયા હતા. જે પોલીસે કબ્જે લીધા છે.

અહેવાલ : યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો : નગરપાલિકાએ ભરૂચમાં 11 ATM મશીન મુકાવી કર્યું લાખો રૂપિયાનું આંધણ

Tags :
CASE SOLVEDCONTRACT KILLINGCrime Newsdouble murderEX POLICE OFFICERfamily membersHIMATNAGAR DOUBLE MURDER CASEHIMATNAGAR POLICEPOLICE COUPLERamnagarSabarkantha
Next Article