Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Himachal Pradesh : સિમલા-કુલુમાં વરસાદને કારણે તબાહી... 6 ના મોત, 53 લાપતા

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી વાદળ ફાટવાથી 60 થી વધુ મકાનો ધોવાયા મુખ્યમંત્રીએ પીડિતો સાથે કરી વાતચીત હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળ ફાટવાના કારણે 8 લોકોના મોત થયા છે. 50...
himachal pradesh   સિમલા કુલુમાં વરસાદને કારણે તબાહી    6 ના મોત  53 લાપતા
  1. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી
  2. વાદળ ફાટવાથી 60 થી વધુ મકાનો ધોવાયા
  3. મુખ્યમંત્રીએ પીડિતો સાથે કરી વાતચીત

હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)માં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળ ફાટવાના કારણે 8 લોકોના મોત થયા છે. 50 થી વધુ લોકો ગુમ છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેને લઈને સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. ભારે વરસાદ બાદ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. બધી પહાડી નદીઓ તોફાની બની છે. પ્રવાસીઓને ભારે વરસાદમાં બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે.

Advertisement

શિમલા અને કુલ્લુ જિલ્લામાં 6 ના મોત...

રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગના વિશેષ સચિવ ડીસી રાણાએ જણાવ્યું કે, વાદળ ફાટવાને કારણે શિમલા જિલ્લાના સમેજ વિસ્તાર, રામપુર વિસ્તાર, કુલ્લુના બાગીપુલ વિસ્તાર અને મંડીના પદ્દાર વિસ્તારમાં વ્યાપક તબાહી સર્જાઈ છે. 53 લોકો ગુમ છે અને 6 મૃતદેહો મળી આવ્યા છે. 60 થી વધુ મકાનો ધોવાઈ ગયા છે. અનેક ગામો પૂરથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. NDRF અને SDRF એ ફસાયેલા લોકોને બચાવ્યા છે.

Advertisement

કુલ્લુ, મંડી અને શિમલામાં વાદળ ફાટ્યું...

બુધવારે રાત્રે હિમાચલના ત્રણ જિલ્લા - કુલ્લુ, મંડી અને શિમલામાં વાદળ ફાટવાના કારણે અચાનક પૂર આવ્યા બાદ મંડીના રાજબન ગામમાંથી બે અને કુલ્લુના નિરમંડમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. કુલ્લુમાં શ્રીખંડ મહાદેવની આસપાસ ફસાયેલા લગભગ 300 લોકો સુરક્ષિત છે અને મલાણામાં લગભગ 25 પ્રવાસીઓની સ્થાનિક લોકો દ્વારા સારી રીતે દેખભાળ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : લેફ્ટનન્ટ VPS Kaushik ભારતીય સેનાના Adjutant General બન્યા...

Advertisement

CM એ પીડિતો સાથે વાત કરી...

અધિકારીઓએ જણાવ્યું કે સેના, NDRF, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, પોલીસ અને હોમગાર્ડના જવાનો દ્વારા ડ્રોનની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુએ શિક્ષણ મંત્રી રોહિત ઠાકુર સાથે સિમલા અને કુલ્લુ જિલ્લાની સરહદ પર સ્થિત સમેજની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને પીડિતો સાથે વાત કરી હતી.

આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં 10 વરિષ્ઠ IAS અધિકારીઓની બદલી, જાણો કોને મળી શું જવાબદારી...

સરકાર પીડિતોને દર મહિને 5 હજાર રૂપિયા આપશે...

CM સુખુએ કહ્યું કે, લોકોને બચાવવા એ રાજ્યની પ્રથમ પ્રાથમિકતા છે. ગુમ થયેલાઓમાં 17-18 મહિલાઓ અને 8-9 બાળકોનો સમાવેશ થાય છે. CM એ પીડિતો માટે 50,000 રૂપિયાની તાત્કાલિક રાહતની જાહેરાત કરી અને એમ પણ કહ્યું કે તેઓને આગામી ત્રણ મહિના માટે ભાડા પેટે દર મહિને 5,000 રૂપિયા આપવામાં આવશે. ઉપરાંત રાંધણગેસ, ખાદ્યપદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પણ આપવામાં આવશે.

આ પણ વાંચો : કેમ તાત્કાલિક ધોરણે BSF ના DG અને Specials DG ની ફરજમાં બદલી કરાઈ?

Tags :
Advertisement

.