Himachal Pradesh : માત્ર 7 સેકન્ડમાં જ ધરાશાયી થઈ ઈમારત, થોડીવારમાં જ પૂરમાં ગાયબ... Video
- Himachal Pradesh માં ભારે વરસાદથી તારાજી
- ભૂસ્ખલનના કારણે ઈમારત ધરાશાયી
- પાર્વતી નદીમાં ધોવાઈ ગઈ ઈમારત
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) ના કુલ્લુમાં આજે સવારે એક ઈમારત ધરાશાયી થઈ અને પાર્વતી નદીમાં ધોવાઈ ગઈ. માત્ર 7 સેકન્ડમાં એક ઈમારત ધરાશાયી અને થોડીવારમાં પૂરમાં ગાયબ થઈ જવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
વાદળ ફાટવાથી 19 લોકો ગુમ થયા...
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના શિમલા જિલ્લાના રામપુર વિસ્તારના સમેજ ખાડ વિસ્તારમાં વાદળ ફાટવાથી 19 લોકો ગુમ થયા છે, આ માહિતી ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપે આપી હતી. અધિકારીએ જણાવ્યું કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
VIDEO | Himachal Pradesh: A building collapsed and was washed away in raging Parvati River in #Kullu, earlier today. More details are awaited.#HimachalNews #Himachalrains
(Source: Third Party) pic.twitter.com/rC7IR88ihk
— Press Trust of India (@PTI_News) August 1, 2024
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી...
પ્રતિકૂળ હવામાનની સ્થિતિએ પહાડી રાજ્યમાં તબાહી મચાવી છે કારણ કે ભારતીય હવામાન વિભાગે ગુરુવારે કિન્નૌર અને લાહૌલ અને સ્પીતિ સિવાય હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના તમામ જિલ્લાઓમાં ગાજવીજ અને વીજળી સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
આ પણ વાંચો : Himachal Pradesh : શિમલા અને મંડીમાં વાદળ ફાટ્યું, 50 થી વધુ લોકો ગુમ, એકનું મોત
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી તારાજી...
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના અનેક વિસ્તારોમાં ગઈ રાતથી ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ છે. કુલ્લુ, મંડી અને રામપુરમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટવાના અને ભારે નુકસાનના અહેવાલ છે. મંડીના ચૌહર ઘાટીમાં મુશળધાર વરસાદ બાદ પહાડીમાં તિરાડ પડતાં એક મકાન કાટમાળમાં આવી ગયું હતું. જેના કારણે બે પરિવારના 6 થી વધુ સભ્યો ગુમ થયાના અહેવાલ છે. એક મૃતદેહ મળી આવ્યો છે અને 9 અન્ય લોકો પણ ગુમ હોવાના અહેવાલ છે.
આ પણ વાંચો : Rajasthan : દિલ્હી બાદ હવે જયપુર, ભોંયરામાં પાણી ભરાવાથી 3 ના મોત...
મલાણા ડેમ તૂટ્યો...
કુલ્લુ જિલ્લામાં ગઈકાલે રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. કુલ્લુ જિલ્લાની મણિકર્ણ ખીણની વાત કરીએ તો ગત રાત્રે મલાણામાં વાદળ ફાટ્યું હતું. જેના કારણે મલાણા પાવર પ્રોજેક્ટને મોટું નુકસાન થયું છે. જેના કારણે પાર્વતી નદીમાં પૂર આવ્યું છે અને શત સબજી મંડીની ઇમારત પણ પૂરથી પ્રભાવિત થઈ છે.
આ પણ વાંચો : Delhi Rain : 1200 કરોડના ખર્ચે બનેલી નવી સંસદની છત લીક, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ...