Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુંબઇમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, 3ની ધરપકડ

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે અને હાલ જ ટીવી એક્ટ્રેસ આરતી મિત્તલની સેક્સ રેકેટ ચલાવવા બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે હવે ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ સર્વિસ વિંગે મુંબઈની રોયલ પામ હોટલમાં ચાલી...
મુંબઇમાં હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ  3ની ધરપકડ

મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘણા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે અને હાલ જ ટીવી એક્ટ્રેસ આરતી મિત્તલની સેક્સ રેકેટ ચલાવવા બદલ ધરપકડ પણ કરવામાં આવી હતી. આ બધા વચ્ચે હવે ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ સર્વિસ વિંગે મુંબઈની રોયલ પામ હોટલમાં ચાલી રહેલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. મહત્વની વાત એ છે કે તેમાં ત્રણ મહિલા ધરપકડ કરવામાં આવી છે અને એક મહિલા ભોજપુરી સિનેમાની હિરોઈન છે.

Advertisement

વાત એમ છે કે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સોશિયલ સર્વિસ વિંગને આ વિશે ખબર મળી હતી કે રોયલ પામ હોટલમાં એક મોટું સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે અને એ જ માહિતીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. એ સમયે ત્રણ મોડલને બચાવવામાં આવી છે અને સ ધંધામાં ધકેલવા માટે એક દલાલની પણ ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે એ સેકસ રેકેટના પર્દાફાશમાં ધરપકડ કરાયેલ મહિલા ભોજપુરી અભિનેત્રી છે.

પોલીસે નકલી ગ્રાહક મોકલ્યો હતો 
સુમન કુમારીએ નકલી પોલીસ ગ્રાહકને આરે કોલોની સ્થિત રોયલ પામ હોટલમાં મોકલ્યો હતો. મોડેલો અહીં પહેલેથી જ હાજર હતી. આ દરમિયાન પોલીસે સ્થળ પર પૈસા લેતા સુમન કુમારીની ધરપકડ કરી હતી. હોટલમાંથી 3 મોડલને પણ બચાવી લેવાયા હતા.

Advertisement

મોડેલો સંઘર્ષમાંથી પસાર થઈ રહી હતી
મળતી માહિતી અનુસાર સુમન કુમારી એક ભોજપુરી અભિનેત્રી છે જે ગ્રાહકોને મોડલ સપ્લાય કરે છે. આ મોડલ્સ ફિલ્મોમાં કરિયર બનાવવા માટે મુંબઈ આવી હતી, સંઘર્ષના સમયગાળામાંથી પસાર થઈ રહેલી આ મોડલ્સને પૈસાની જરૂર હતી. સુમન કુમારીએ તેનો સંપર્ક કર્યો અને તેને વેશ્યાવૃત્તિ માટે દબાણ કર્યું.

ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું
એક હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટમાં પિંપની ભૂમિકા ભજવી રહેલી અભિનેત્રી સુમન કુમારીએ ઘણી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું છે. લૈલા મજનૂ સિવાય સુમને બાપ નંબરી બેટા દસ નંબરી જેવા ભોજપુરી કોમેડી શો પણ કર્યા છે. આ સિવાય અભિનેત્રીએ બૂમ ઓટીટી ચેનલ પર પણ કામ કર્યું છે.

Advertisement

નોંધનીય છે કે પોલીસે દરોડો શુક્રવારે બપોરે પાડ્યો હતો અને એ સમયે આ રેકેટનો પર્દાફાશ થયો હતો. મળતી માહિતી મુજબ આરોપી મહિલા ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે અને તેણે ભોજપુરી ફિલ્મ 'લૈલા મજનૂ' તેમજ વેબ સિરીઝ 'જોમસ્ટિક બોક્સ' અને ભોજપુરી કોમેડી એપિસોડ 'બાપ નંબરી બેટા દસ નંબરી'માં કામ કર્યું છે. સાથે જ એ ભોજપુરી અભિનેત્રીએ હિન્દી અને પંજાબી મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે.

આપણ  વાંચો- માત્ર સિગારેટ છોડીને તમે બની શકો છો કરોડપતિ, જુઓ આ ગણતરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.