Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Pune : હેલિકોપ્ટર ક્રેશ થતાં 3ના મોત

મહારાષ્ટ્રના પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ આ અકસ્માતમાં 3 લોકોના મોત ઓક્સફોર્ડ ગોલ્ફ ક્લબના હેલિપેડ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ હેલિકોપ્ટર ક્રેશ Pune : મહારાષ્ટ્રના પુણે (Pune)માં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. બાવધન બુદ્રુક ગામ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ...
pune   હેલિકોપ્ટર ક્રેશ થતાં 3ના મોત
  • મહારાષ્ટ્રના પુણેમાં હેલિકોપ્ટર ક્રેશ
  • આ અકસ્માતમાં 3 લોકોના મોત
  • ઓક્સફોર્ડ ગોલ્ફ ક્લબના હેલિપેડ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ હેલિકોપ્ટર ક્રેશ

Pune : મહારાષ્ટ્રના પુણે (Pune)માં હેલિકોપ્ટર ક્રેશ થયું છે. બાવધન બુદ્રુક ગામ પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. ગ્રામજનોએ હિંજવડી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. પોલીસ અને મેડિકલ ટીમને રવાના કરવામાં આવી છે.

Advertisement

ઉડાન ભર્યા બાદ તરત જ હેલિકોપ્ટર ક્રેશ

કહેવામાં આવી રહ્યું છે કે ઓક્સફોર્ડ ગોલ્ફ ક્લબના હેલિપેડ પરથી ઉડાન ભર્યા બાદ તરત જ હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ ઘટના સવારે 7:00 થી 7:10 વચ્ચે બની હતી. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસના કારણે અકસ્માત થવાની સંભાવના છે. જોકે, અકસ્માતની ચોક્કસ વિગતો મેળવવા સત્તાવાર તપાસ ચાલી રહી છે. ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. હિંજેવાડી પોલીસ સ્ટેશન (પિંપરી ચિંચવાડ પોલીસ) અને ઉડ્ડયન અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આ પણ વાંચો---UP : કેરળ એક્સપ્રેસ તૂટેલા પાટા પર દોડી, મુસાફરોના શ્વાસ અદ્ધર, હોબાળો મચ્યો

Advertisement

ઓગસ્ટમાં પણ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું

આ પહેલા ઓગસ્ટ મહિનામાં પણ પુણેમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના સામે આવી હતી. જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. હેલિકોપ્ટરે મુંબઈના જુહુથી હૈદરાબાદ તરફ ઉડાન ભરી હતી. આ દરમિયાન ખરાબ હવામાન અને ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર પુણેના પૌડ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જે હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હતું તે ખાનગી કંપની ગ્લોબલ વેક્ટ્રા હેલિકોપ્ટરનું હતું. આ હેલિકોપ્ટરનો ઉપયોગ ટૂંકા અંતરની મુસાફરી માટે થતો હતો.

Advertisement

રાહત કાર્યમાં સહયોગ કરવાની અપીલ

દુર્ઘટનાને કારણે હેલિકોપ્ટરને ભારે નુકસાન થયું હતું. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ તેમાં પણ આગ લાગી હતી. હેલિકોપ્ટર ત્યાં જ તૂટી પડ્યું હતું. પાયલોટ આનંદ આ હેલિકોપ્ટરનું પાયલોટિંગ કરી રહ્યા હતા. આ અકસ્માતમાં પાયલટ સહિત ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. ઘટના સ્થળે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન પ્રશાસને તમામ લોકોને શાંતિ જાળવવા અને રાહત કાર્યમાં સહયોગ કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો---Uttar Pradesh માં ભરબજારે કાકાએ ભત્રિજા પર છરીના ઘા ઝીંક્યા, જુઓ....

Tags :
Advertisement

.