Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Dharavi માં મસ્જિદના હિસ્સાના ડિમોલીશન પહેલા ટોળાનો ઉગ્ર વિરોધ

મુંબઈના ધારાવીમાં 90 ફૂટ રોડ પર આવેલી 25 વર્ષ જૂની સુબાનિયા મસ્જિદને BMC દ્વારા અનધિકૃત જાહેર કરવામાં આવી મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાને લઈને ભારે તણાવ લોકો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે કેટલાક વાહનોમાં પણ તોડફોડ...
11:43 AM Sep 21, 2024 IST | Vipul Pandya
BMC PC GOOGLE

Dharavi : મુંબઈના ધારાવી ( Dharavi) માં મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદના ગેરકાયદે ભાગને તોડી પાડવાને લઈને ભારે તણાવ ફેલાયો છે. BMCની ટીમ ગેરકાયદે ભાગ તોડવા માટે પહોંચી હતી પરંતુ ટોળાએ હંગામો મચાવ્યો હતો. અત્યારે લોકો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે. કાર્યવાહી કરવા પહોંચેલા પાલિકાના વાહનની સાથે અન્ય કેટલાક વાહનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો----લેબનોનના Pager Blast માં વાયનાડ કનેક્શન..

25 વર્ષ જૂની સુબાનિયા મસ્જિદને BMC દ્વારા અનધિકૃત જાહેર કરવામાં આવી હતી

મુંબઈના ધારાવીમાં 90 ફૂટ રોડ પર આવેલી 25 વર્ષ જૂની સુબાનિયા મસ્જિદને BMC દ્વારા અનધિકૃત જાહેર કરવામાં આવી હતી અને તેને આજે તોડી પાડવામાં આવનાર છે. BMC અધિકારીઓની કાર્યવાહી પહેલા જ ગઈકાલે રાત્રે મુસ્લિમ સમુદાયના લોકો રસ્તા પર આવી ગયા હતા અને આખો રસ્તો બ્લોક કરી દીધો હતો. મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે.

કોંગ્રેસના સાંસદ આ મુદ્દે મુખ્યમંત્રીને મળ્યા હતા

મુસ્લિમ સમુદાયના લોકોનું કહેવું છે કે આ મસ્જિદ ઘણી જૂની છે અને તેની સામેની કાર્યવાહી ખોટી છે. મુંબઈ ઉત્તર મધ્યના સાંસદ પ્રો. વર્ષા ગાયકવાડે કહ્યું કે, મુખ્યમંત્રી એકનાથ શિંદે જી સાથે મુલાકાત કરી છે અને ધારાવીની મહેબૂબ-એ-સુબાનિયા મસ્જિદને બીએમસી દ્વારા આપવામાં આવેલી ડિમોલિશન નોટિસ અંગે લોકોની લાગણીઓ વિશે તેમને જાણ કરી. વર્ષા ગાયકવાડે જણાવ્યું હતું કે તેમણે મુખ્યમંત્રી સાથે સકારાત્મક વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરશે અને આશ્વાસન આપ્યું કે ડિમોલિશન પ્રક્રિયા પર રોક લગાવામાં આવશે.

આ પણ વાંચો---Haryana : કાલકાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ચૌધરીના કાફલા પર ફાયરિંગ, એક ઘાયલ

આ પણ વાંચો----Maharashtra : વિદેશની ધરતી પર ભારતનું અપમાન કરે છે કોંગ્રેસ, PM મોદીના રાહુલ ગાંધી પર આકરા પ્રાહાર

આ પણ વાંચો---Tirupati templeના લાડુ પ્રસાદ કેસમાં FSSAI કરશે તપાસ

Tags :
BMCDemolitiondemolition of illegal part of Mehboob-e-Subania MasjidDharaviHeavy tension over demolitionMUMBAI
Next Article