Heavy Rain: જૂનાગઢ વરસાદથી ધમરોળાયું! સોરઠમાં 10,000થી વધુ લોકો થયા સંપર્ક વિહોણા
Junagadh Heavy Rain: ગુજરાતમાં અત્યારે વરસાદે ભારે હાહાકાર મચાવી દીધો છે. અનેક વિસ્તારોમાં અત્યારે મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સોરઠમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે ભારે વરસાદના પગલે માણાવદ વિસ્તારમાં 10,000 લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે. નોંધનીય છે કે જૂનાગઢ પંથકમાં ભારે વરસાદ થયો છે જેથી ત્રણ રસ્તાઓ બંધ થઈ ગયા છે. મળતી વિગતો પ્રમાણે અત્યારે ત્યા અતિભારે વરસાદ થઈ રહ્યો છે જેના પગલે બાંટવાના ખારા ડેમના છ દરવાજા ખોલાયા છે.
જૂનાગઢ- સોરઠ પંથકમાં મેઘરાજા ભારે કોપાયમાન
તમને જણાવી દઈએ કે, જૂનાગઢ- સોરઠ પંથકમાં મેઘરાજા ભારે કોપાયમાન થયા છે અને મૂશળધાર વરસી રહ્યા છે. અહીં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં નદી અને ચેકડેમ ઉભરાઈ રહ્યા છે. જેને પગલે અત્યારે અનેક રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. જેના કારણે સોરઠ પંથકમાં 10,000 લોકો સંપર્ક વિહોણા થઈ ગયા છે. તેમની સાથે જમીની સંપર્ક સાવ તુટી ગયો છે. એટલું જ નહીં પરંતુ ફુલઝરમાં એક કાર તણાઇ ગઇ હોવાની પણ માહિતી મળી રહીં છે.
ગીર સોમનાથમાં મેઘલીયો મૂશળધાર વરસ્યો
વરસાદની વાત કરવામાં આવે તો અત્યારે ગીર સોમનાથ જિલ્લામાં મેઘલીયો મન મૂકીને મૂશળધાર વરસી રહ્યા છે. આજે વહેલી સવારથી જ ભારે વરસાદ થઈ રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં બપોર સુધીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. અહીં અત્યારે અનેક ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. વિગતે વાત કરવામાં આવે તો માણાવદર તાલુકામાં ધોધમાર ભારે વરસાદની અસરના કારણે 15થી વધુ ગામો સંપર્કવિહોણા બન્યા છે.
કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી
આજે ગુજરાતના 202 તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ત્યારે આ દરમિયાન કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે, ભારેથી અતિભારે વરસાદને પગલે NDRF ની ટિમ સ્ટેન્ડ બાય રખાઈ છે. નોંધનીય છે કે, કચ્છમાં ભારે વરસાદની આગાહીના પગલે એક NDRF ની ટીમ સ્ટેન્ડ બાય રખાવામાં આવી છે.