Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા, હવામાન વિભાગે કરી આગાહી

Gujarat: ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દક્ષિણ અને સૌરાષ્ટ્ર ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જો કે, અત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઈને...
11:42 PM Jul 08, 2024 IST | VIMAL PRAJAPATI
Heavy rain in Gujarat

Gujarat: ગુજરાતમાં અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો દક્ષિણ અને સૌરાષ્ટ્ર ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે. જો કે, અત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી પ્રમાણે તારીખ 9 જુલાઈ એટલે કે આવતી કાલે રાજ્યમાં સારા વરસાદની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી

તમને જણાવી દઈએ કે, સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ ગયો છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં તો પૂરની સ્થિતિ જોવા મળી હતી. આ સાથે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે કેટલાક ગામડાંઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા.

9 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા

વધુમાં વાત કરવામાં આવે તો, સુરત, વલસાડ, નવસારી, તાપી અને ડાંગમાં હવામાન વિભાગ દ્વારા ભારેની આગાહી કરવામાં આવી છે. આ સાથે 9 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. રાજ્યમાં 17 જુલાઈ સુધી વરસાદ ઘટવાની સંભાવના નહીંવત છે. વધારે વિગતે વાત કરવામાં આવે તો, 9-10 જુલાઈએ મધ્ય ગુજરાત (Gujarat)ના કેટલાક જિલ્લામાં વરસાદની સંભાવનાઓ વર્તાઈ રહીં છે. તેવી હવામાન વિભાગ (Meteorological Department)  દ્વારા આગાહી કરવામાં આવી છે.

વરસાદે અમી છાંટણાં સાથે તેમના રથને વધાવ્યા હતા

કાલે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. જેમાં ભગવાન શ્રી જગન્નાથ નગરચર્યા કરીને પાછા નિજ મંદિરે પધાર્યો હતા ત્યારે વરસાદે અમી છાંટણાં સાથે તેમના રથને વધાવ્યા હતા. નોંધનીય છે કે, કાલે અમદાવાદ (Ahmedabad)માં ધીમીધારે વરસાદ થતા શહેર વાસીઓને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી હતી.

આ પણ વાંચો: Gandhinagar: ‘…પણ અમને રજૂઆત કરવા તો અંદર જવા દો!’ TET-TAT પાસ ઉમેદવારોનો સચિવાલય સામે દેખાવો

આ પણ વાંચો: Bharuch માં આત્મહત્યાના બે બનાવ! એક પોલીસ કૉન્સ્ટેબલે અને 16 વર્ષિય કિશોરે સંકેલી પોતાની જીવનલીલા

આ પણ વાંચો: Dahod: નાણાના મેરીટથી થાય છે ભોજન સંચાલકની ભરતી! અહીં પણ માત્ર પૈસાની બોલબાલા

Tags :
Heavy Rain in GujaratHeavy Rain NewsHeavy rain Updatelatest newsMeteorological DepartmentMeteorological Department predictedVimal Prajapati
Next Article