ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh માં મેઘ તાંડવ! ભારતી આશ્રમ, ભવનાથ તળેટીમાં પૂરની સ્થિતિ, વાહનો તણાયા, ઘરોમાં પાણી ઘૂસ્યા!

જૂનાગઢમાં અનરાધાર વરસાદે સર્જી પૂરની સ્થિતિ બારે મેઘ ખાંગા થતાં ભવનાથમાં ઠેર ઠેર પાણી જ પાણી દામોદર કુંડમાં ઘોડાપુરની સ્થિતિ, ગિરનારની સીડી પર પાણીના ધોધ જુનાગઢમાં (Junagadh) અનરાધાર વરસાદના કારણે ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગીરનારનાં (Girnar) જંગલમાં પડેલાં...
07:30 PM Sep 27, 2024 IST | Vipul Sen
  1. જૂનાગઢમાં અનરાધાર વરસાદે સર્જી પૂરની સ્થિતિ
  2. બારે મેઘ ખાંગા થતાં ભવનાથમાં ઠેર ઠેર પાણી જ પાણી
  3. દામોદર કુંડમાં ઘોડાપુરની સ્થિતિ, ગિરનારની સીડી પર પાણીના ધોધ

જુનાગઢમાં (Junagadh) અનરાધાર વરસાદના કારણે ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગીરનારનાં (Girnar) જંગલમાં પડેલાં વરસાદથી જળબંબાકાર જોવા મળી રહ્યું છે. ભવનાથ તળેટી, ભારતી આશ્રમ (Bharti Ashram), મજેવડી દરવાજા વિસ્તાર, દૂબળી પ્લોટ વિસ્તાર, માંગનાથ વિસ્તાર જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યા છે, જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ પણ વાંચો - Surat: ભારે વરસાદને પગલે મીંઢોળા નદીમાં પાંચમી વખત આવ્યું પૂર, લોકોના ઘરોમાં ભરાયા પાણી

જુનાગઢમાં મેઘરાજાનો તાંડવ!

જુનાગઢમાં (Junagadh) આજે મેઘરાજાએ તાંડવ મચાવ્યો છે. સતત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ગિરનાર (Girnar) પર્વત પર આભ ફાટ્યું હોય તેવી પરિસ્થતિનું નિર્માણ થતાં નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લાનાં દુબળી પ્લોટ (Dubli Plot) વિસ્તારમાં તો લોકોનાં ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસ્યા ગયા છે. જ્યારે માંગનાથ વિસ્તારમાં (Manganath) પણ એવી જ સ્થિતિ છે. જુનાગઢમાં ભવનાથ વિસ્તારમાં (Bhavnath) પૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ભારતી આશ્રમ પાસે વરસાદી પાણી ભરાઈ જતાં પાર્ક કરેલા કેટલાક વાહનો પાણીમાં તણાયા છે.

આ પણ વાંચો - Ahmedabad: આજે વહેલી સવારથી શહેરમાં શરૂ થયો વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

દામોદર કુંડમાં ઘોડાપુરની સ્થિતિ

જુનાગઢમાં બારે મેઘ ખાંગા થતાં ભવનાથમાં ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. દામોદર કુંડમાં (Damodar Kund) ઘોડાપુરની સ્થિતિ, જ્યારે ગિરનારની સીડી પર પણ પાણીના ધોધ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે ચોમાસાની સીઝનમાં પણ આવો ભયંકર વરસાદ થયો નહોતો. બે કલાકમાં અંદાજિત 8 થી 10 ઇંચ જેટલા વરસાદ પડ્યો હોવાની માહિતી છે. જુનાગઢમાં અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ભારે વરસાદનાં કારણે જુનાગઢવાસીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

આ પણ વાંચો - Gujarat: છેલ્લા 24 કલાકમાં 212 તાલુકાઓમાં વરસાદ નોંધાયો, વ્યારામાં 8.5 ઇંચ વરસાદ થયો

Tags :
Bharti AshramBhavnathdamodar kundFlood Situation in JunagadhGirnar forestGirnar StairsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati Newsheavy rainJunagadhLatest Gujarati NewsMonsoon in Gujaratrain in gujarat
Next Article