Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી: અંબાલાલ પટેલે આ તારીખે કરી ભારે વરસાદની આગાહી

મુંબઈમાં આજે ચોમાસું આવી ગયું છે. સમગ્ર મહારાષ્ટ્ર વરસાદની રાહ જોઈ રહ્યું છે તેવા સમયે ઘણી જગ્યાએ વરસાદ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ત્યારે ગુજરાતમાં પણ ચોમાસા માટે સારા વાવડ આવી ગયા છે. આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં વરસાદે...
ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી  અંબાલાલ પટેલે આ તારીખે કરી ભારે વરસાદની આગાહી

મુંબઈમાં આજે ચોમાસું આવી ગયું છે. સમગ્ર મહારાષ્ટ્ર વરસાદની રાહ જોઈ રહ્યું છે તેવા સમયે ઘણી જગ્યાએ વરસાદ માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. ત્યારે ગુજરાતમાં પણ ચોમાસા માટે સારા વાવડ આવી ગયા છે. આજે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં વરસાદે દસ્તક આપી છે. ત્યારે ચોમાસાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી આગાહી કરી કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની આગાહી છે. ત્યારે અંબાલાલ પટેલે ચોમાસાને લઈને કરેલી આ આગાહી ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર છે.

Advertisement

આ દિવસથી વરસાદ વધશે
અંબાલાલ પટેલે કહ્યું કે, આગામી 24 કલાકમાં ગુજરાતમાં ચોમાસું બેસી જશે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ આવશે. 25 તારીખથી ધીમે ધીમે ચોમાસું બેસશે અને 26 તારીખથી ધડબડાટી બોલાવશે. આ દિવસો બાદ નદીઓ બે કાંઠે વહેતી થશે. હાલ મધ્ય ગુજરાતમાં વરસાદ છે, પરંતુ ધીરે ધીરે ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ પહોંચી જશે.

મધ્ય ગુજરાતમાં વરસાદની એન્ટ્રી
મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આજ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. વડોદરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે. એમાં પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. દાહોદમાં પણ વરસાદના કારણે નદી-નાળામાં નવી નીરની આવક થઈ છે. પહેલા વરસાદમાં દેવગઢ બારિયાની પાનમ નદી છલકાઈ છે. દાહોદ જિલ્લા અને આસપાસના વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તોખેડાના તમામ તાલુકાઓમાં વરસાદ છે. યાત્રાધામ ડાકોરમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો. નડિયાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. આ સાથે છોટાઉદેપુરના પાવી જેતપુર અને બોડેલીમાં મેઘરાજાએ મહેર કરી. સારો વરસાદ આવતા સ્થાનિકોને ગરમીથી રાહત મળી છે.

Advertisement

4 કલાકમાં 50 તાલુકામાં વરસાદ
હવામાન વિભાગના લેટેસ્ટ આંકડા અનુસાર, રાજ્યમાં સવારે 4 કલાકમાં 50 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના ગોધરામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. તો વડોદરાના ડેસરમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. આણંદ શહેરમાં સવા 2 ઈંચ વરસાદ નોંધાયો છે. પંચમહાલના કાલોલ, હાલોલમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. આણંદના ઉમરેઠ તાલુકામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. 11 તાલુકામાં 1 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.

આપણ  વાંચો -સુરત : ડમ્પર અને બાઈક વચ્ચે રૂંવાટા ઉભા થાય તેવું ACCIDENT, ત્રણ યુવકોના મોત

Advertisement

Tags :
Advertisement

.