Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિલ્હીમાં DTC ની બે બસો વચ્ચે જબરદસ્ત ટક્કર, ડ્રાઈવર ઈજાગ્રસ્ત

રાજધાની દિલ્હીના સરોજિની નગર (Sarojini Nagar of capital Delhi) માં આજે વહેલી સવારે એક મોટો અકસ્માત (Major Accident) થયો હતો. અહીં DTC ની બે બસો વચ્ચે જબરદસ્ત ટક્કર (Massive Collision) થઈ હતી. ટક્કર (Collision) એટલી જોરદાર હતી કે એક બસનો...
દિલ્હીમાં dtc ની બે બસો વચ્ચે જબરદસ્ત ટક્કર  ડ્રાઈવર ઈજાગ્રસ્ત

રાજધાની દિલ્હીના સરોજિની નગર (Sarojini Nagar of capital Delhi) માં આજે વહેલી સવારે એક મોટો અકસ્માત (Major Accident) થયો હતો. અહીં DTC ની બે બસો વચ્ચે જબરદસ્ત ટક્કર (Massive Collision) થઈ હતી. ટક્કર (Collision) એટલી જોરદાર હતી કે એક બસનો પાછળનો ભાગ અને બીજી બસનો આગળનો ભાગ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત (Badly Damaged) થઈ ગયો હતો. આ ઘટનામાં બસ ચાલક ગંભીર રીતે ઘાયલ (Seriously Injured) થયો છે. આ ઘટના નૌરોજી નગર વિસ્તાર (Nauroji Nagar area) ની જણાવવામાં આવી રહી છે.

Advertisement

બસનો ડ્રાઈવર ઈજાગ્રસ્ત

દિલ્હીમાં બનેલી આ ઘટનામાં બંને બસના મુસાફરોને ઇજાઓ થતાં રાહદારીઓ દ્વારા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે બંને બસ કબજે કરી અકસ્માતનો ગુનો નોંધ્યો છે. અકસ્માતનું કારણ વધુ ઝડપ અને અચાનક બ્રેક મારવાનું હોવાનું કહેવાય છે. માહિતી આપતાં દિલ્હી પોલીસે જણાવ્યું કે આજે સવારે નૌરોજી નગરમાં બે DTC બસો વચ્ચે ટક્કર થઇ જેમા એક વ્યક્તિ ઘાયલ થયો હતો. એક બસ બીજી બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી. ડ્રાઇવર આકાશે જણાવ્યું કે, જ્યારે મારી બસ ઉભી હતી ત્યારે એક બસે મારી બસને પાછળથી ટક્કર મારી હતી. કોઈને ઈજા થઈ ન હતી. માત્ર બસોને નુકસાન થયું છે.

Advertisement

દિલ્હી મેટ્રોમાં લાગી આગ

ઉલ્લેખનીય છે કે, ગઇકાલે સોમવારે દિલ્હી મેટ્રોમાં પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. દિલ્હી મેટ્રો (Delhi Metro)નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જ્વાળાઓ દેખાઈ રહી છે. વીડિયો રાજીવ ચોક મેટ્રો સ્ટેશનનો છે. વીડિયોમાં મેટ્રો સ્ટેશનની ડિજિટલ ઘડિયાળમાં જોવામાં આવેલો સમય 6.23 મિનિટનો છે. સમગ્ર ઘટનાની વાસ્તવિકતા દિલ્હી મેટ્રો (Delhi Metro) દ્વારા જણાવવામાં આવી છે. સમગ્ર મામલે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. DMRC ના પ્રિન્સિપલ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનુજ દયાલે કહ્યું કે વાયરલ થયેલા વીડિયોમાં ટ્રેનની છતમાંથી આગ નીકળતી જોવા મળી રહી છે. આ ઘટના રાજીવ ચોક મેટ્રો સ્ટેશન પર બની હતી. ટ્રેન વૈશાલી તરફ જઈ રહી હતી અને સાંજે 6.21 વાગ્યે ટ્રેનની ઉપરથી જ્વાળાઓ નીકળવા લાગી હતી. આ ઘટનાને પેન્ટોગ્રાફ ફ્લેશિંગ કહેવામાં આવે છે. ઈલેક્ટ્રીક એન્જીન પર લગાવેલા ડીવાઈસને પેન્ટોગ્રાફ કહેવામાં આવે છે, જેનું કામ એન્જીનમાં વીજળી પહોંચાડવાનું છે.

આ પણ વાંચો - Bomb Threat : ઈન્ડિગો ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, મુસાફરોમાં ફેલાયો ફફડાટ

Advertisement

આ પણ વાંચો - Wedding Bus Viral Video: દુલ્હાએ વિમલ લવર દુલ્હન માટે સજાવી બસને વિમલથી, જુઓ વીડિયો….

Tags :
Advertisement

.