ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Reservoirs of Gujarat: ગરમીએ તો માઝા મૂકી, રાજ્યમાં જળાશયોના પાણી હવે સુકાવાના આરે!

Reservoirs of Gujarat: ગુજરાતમાં જે રીતે ગરમી પડી રહીં છે તેના કારણ કે, સજીવ સૃષ્ટી અનેક રીતે પરેશાન થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે અનેક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નોંધનીય છે...
10:52 AM May 24, 2024 IST | VIMAL PRAJAPATI
featuredImage featuredImage
Reservoirs of Gujarat

Reservoirs of Gujarat: ગુજરાતમાં જે રીતે ગરમી પડી રહીં છે તેના કારણ કે, સજીવ સૃષ્ટી અનેક રીતે પરેશાન થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાતમાં અત્યારે અનેક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગરમીના કારણે અત્યારે રાજ્યના અનેક જળાશયોમાં પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે. જે નજીકના ભવિષ્ય માટે ખુબ મુશ્કેલી સર્જી શકે છે. નોંધનીય છે કે, આ જળાશયોના પાણીથી અનેક વિસ્તારમાં ખેતીમાં સિંચાઈ માટે પાણી પૂરુ પાડવામાં આવે છે. પરંતુ જો જળાશયોમાં જ પાણી નહીં રહે તો ખેતી કેવી રીતે થશે?

ભીષમ ગરમીના કારણે અનેક જળાશયોમાં પાણીનો જથ્થો ઘડ્યો

ઉલ્લેખનીય છે કે, જળાશયોનું પાણી અનેક શહેરમાં રિફાઈન થઈને પીવા માટે પણ જાય છે. પરંતુ અત્યારે ગરમીના કારણે જળાશયો સુકાવા લાગ્યા છે. અત્યારે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો 43 ડિગ્રી ઉપર જઈ રહ્યો છે. મૂળ વિગતે વાત કરવામાં આવે તો રાજ્યમાં અત્યારે 207 જળાશયોમાં સરેરાશ 29.44 ટકા પાણાીનો સંગ્રહ કરવામાં આવેલો છે. પરંતુ અત્યારની ભીષમ ગરમીના કારણે અનેક જળાશયોમાં પાણીનો જથ્થો ઘડ્યો છે. મળતી જાણકારી પ્રમામે અત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રાના ડેમમાં પાણીનો જથ્થો સતત ઘટી રહ્યો છે.

જિલ્લાના જળાશયોમાં પાણીનું સ્તર
અરવલ્લી9.66 ટકા
બનાસકાંઠા16.14 ટકા
અમરેલી9.47 ટકા
બોટાદ9.58 ટકા
દેવભૂમિ દ્વારકા0.79 ટકા
જામનગર6.49 ટકા
ગીર સોમનાથ11.17 ટકા
જૂનાગઢ19.42 ટકા
રાજકોટ18.04 ટકા
સુરેન્દ્રનગર14.95 ટકા
ભાવનગર16.38 ટકા

રાજ્યાના જળાશયોમાં પાણી ઝડપથી સુકાઈ રહ્યું છે

તમને જણાવી દઇએ કે, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, બોટાદ અને અરવલ્લીમાં પાણીનો જથ્થો ક્રમશઃ 0.79, 6.49, 9.47, 9.58 અને 9.66 ટકા રહ્યો છે. મતલબ કે આ જળાશયોમાં પાણી ઝડપથી સુકાઈ રહ્યું છે. જેના કારણ પાણીનો જથ્થો પણ ઘટવા લાગ્યો છે. નોંધનીય છે કે, જો સતત આવી જ ગરમી પડતી રહેશે તો આ જળાશયો સંપૂર્ણ રીતે સુકાઈ જશે અને પછી પાણીની ભીષણ તંગી સર્જાશે.

આ પણ વાંચો: Naroda Jugardham: નરોડામાં ચાલતા જુગારધામ પર PCB ના દરોડા, સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ

આ પણ વાંચો: Red Alert: હીટવેવના લીધે અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ

આ પણ વાંચો: Gujarat: હવામાન વિભાગની ગરમીને લઈને મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ભીષણ ગરમી

Tags :
banaskantha ReservoirsGujarat reservoirsGujarati NewsLocal Gujarati Newslocal newsreservoirsReservoirs of GujaratSaurashtra ReservoirsVimal Prajapatiwater in reservoirs