Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

હ્રદય દ્વાવક દ્રશ્યો, પિતા પગે પડ્યા, આજીજી કરી પણ દીકરી ટસની મસ ન થઇ અને પ્રેમી સાથે...

માતા-પિતા બાળકોને તમામ દુઃખો સહન કરી દુનિયાની બધી જ ખુશી આપતા હોય છે. પછી તે ભણવાથી લઇને રોજીંદા જીવનમાં જરૂરી તમામ નાની-મોટી વસ્તુ ભલે હોય. માતા-પિતા હંમેશા ચાહતા હોય છે કે તેનું બાળક મોટું થાય તેમનું નામ રોશન કરે અને...
08:05 PM Jun 03, 2023 IST | Hardik Shah

માતા-પિતા બાળકોને તમામ દુઃખો સહન કરી દુનિયાની બધી જ ખુશી આપતા હોય છે. પછી તે ભણવાથી લઇને રોજીંદા જીવનમાં જરૂરી તમામ નાની-મોટી વસ્તુ ભલે હોય. માતા-પિતા હંમેશા ચાહતા હોય છે કે તેનું બાળક મોટું થાય તેમનું નામ રોશન કરે અને તેમના ઘડપણનો સહારો બને. પરંતુ ઘણા માતા-પિતા એટલા નસીબદાર નથી કે તેમની આ ઇચ્છા પૂરી થાય. આજે એક એવો સમય ચાલી રહ્યો છે કે જ્યા ઘણા નવયુવાનો માતા-પિતાના પ્રેમને તેમના બલિદાનને ભૂલી જાય છે. આવી જ એક ઘટના બનાસકાંઠાના દિયોદરમાંથી સામે આવી છે જ્યા એક દીકરીએ માતા-પિતાની પરવાનગી વિના પોતાના પ્રેમી સાથે લગ્ન કરી દીધા. આટલું જ નહીં તે પછી તે દીકરીએ જે કર્યું તે સાંભળી તમારી આંખોમાં પણ આસુ આવી જશે.

પિતા આજીજી કરતા રહ્યા પણ દીકરી તસની મસ ન થઇ

બનાસકાંઠાના દિયોદરના રૈયા ગામના એક પરિવારની દીકરીએ એક યુવક સાથે પ્રેમ થયા બાદ લગ્ન કરી લીધા હતા. જેની જાણ પિતાને થતા જ તેમણે દીકરીને પરત મેળવવા માટે દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ અરજી કર્યા બાદ તેમની દીકરી પોલીસ સ્ટેશનમાં હાજર તો થઇ પણ તે પછી દીકરીએ જે કર્યું તે કોઇ પિતા ક્યારે નહીં સાંભળી શકે અને ક્યારે પણ સહન નહીં કરી શકે. પોલીસ સ્ટેશનમાં જ્યારે દીકરી હાજર થઇ ત્યારે તેણે પોતાના માતા-પિતાને જ ઓળખવાનો ઇનકાર કરી દીધો હતો. આ દરમિયાન માતા-પિતાએ પોલીસની સામે ખૂબ જ આજીજી કરી પરંતુ દીકરી જીદે ભરાઇ હતી અને માતા-પિતાના પ્રેમની જગ્યાએ નવા બંધનમાં બંધાયેલા પ્રેમને ઓળખવો તેણે વધુ જરૂરી સમજ્યો. પિતાના આંખમાંથી આસુ વહી રહ્યા હતા અને દીકરીએ ઓળખવાની ના પાડી દીધી અને ત્યાથી પોતાની પ્રેમી સાથે નીકળી ગઇ, આ ઘટનાને આજે તે પિતા સિવાય કોઇ જ નહીં સમજી શકે.

શું છે સમગ્ર ઘટના આવો જાણીએ...

ઘટનાની વિગતે વાત કરીએ તો બનાસકાંઠાના દિયોદરના રૈયા ગામના એક ગરીબ પરિવારની દીકરીના સમાજના રીતિ-રિવાજ મુજબ સગાઈ કરાવવામાં આવી. આ સગાઈ તેના સગા મોટા ભાઈના સાટામાં કરાઈ હતી. પણ માતા-પિતાને ક્યા ખબર હતી કે તેમની દીકરી કે જેને તેઓ પોતાનો કાળજાનો કટકો સમજી રહ્યા હતા તે તેમની જ ઈજ્જત ઉછાળશે. જીહા, દીકરીએ પોતાની સગાઈ થઇ ગઇ છે તેને ધ્યાને ન રાખતા નાના ભાઈના સાળા સાથે પ્રેમ સંબંધ બાધ્યો અને તેની સાથે ભાગી જઇને લગ્ન કરી દીધા. માતા-પિતાના ઘણા સમજાવ્યા બાદ આજીજી કર્યા બાદ પણ દીકરી ન સમજી અને પ્રેમી સાથે ચાલી ગઇ. દીકરીના પથ્થર હ્રદયને જોયા બાદ પિતાને તે વાત સમજાઇ ગઇ કે આજનો યુગ બદલાઈ ગયો છે. સમય બદલાયો છે સ્થિતિ બદલાઈ છે અને માતા-બાપ દીકરી આગળ લાચાર બન્યા છે.

આ પણ વાંચો - બાલાસોર ટ્રેન દુર્ઘટના પર યુક્રેનના રાષ્ટ્રપતિ Volodymyr Zelenskyy એ શોક વ્યક્ત કર્યો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Banaskantha NewsdaughterfatherFather CryLove-Marriagemother
Next Article