ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

ISKCON accident bridge case : તથ્ય પટેલની દિવાળી હવે જેલમાં જ...!

અમદાવાદ: ઇસ્કોન અકસ્માત બ્રિજ કેસ  તથ્ય પટેલની જામીન અરજી પર HCમાં સુનાવણી  1 ડિસેમ્બરે  જામીન અરજી પર હાઈકોર્ટ લેશે નિર્ણય  નિયમિત જામીન પર મુક્ત થવા કરી હતી અરજી મૃતકના પરિજનોએ જામીન ન આપવા કરી રજૂઆત  9 નિર્દોષ વ્યક્તિના મોતના...
12:59 PM Nov 07, 2023 IST | Vipul Pandya
featuredImage featuredImage
અમદાવાદ: ઇસ્કોન અકસ્માત બ્રિજ કેસ 
તથ્ય પટેલની જામીન અરજી પર HCમાં સુનાવણી 
1 ડિસેમ્બરે  જામીન અરજી પર હાઈકોર્ટ લેશે નિર્ણય 
નિયમિત જામીન પર મુક્ત થવા કરી હતી અરજી
મૃતકના પરિજનોએ જામીન ન આપવા કરી રજૂઆત 
9 નિર્દોષ વ્યક્તિના મોતના જવાબદાર ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત હત્યા કેસના આરોપી તથ્ય પટેલને દિવાળી જેલમાં જ કરવી પડશે. આરોપી તથ્ય પટેલની જામીન અરજી પર હાઇકોર્ટમાં થયેલી સુનાવણીમાં આગામી 1લી ડિસેમ્બરે જામીન અરજી હાઇકોર્ટ નિર્ણય લેશે.
તથ્ય પટેલે 9 નિર્દોષ વ્યક્તિના જાન લીધા હતા
રાજ્યભરમાં ચકચાર જગાવનારા અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર પુરપાટ ઝડપે જેગુઆર કાર ચલાવનારા તથ્ય પટેલે 9 નિર્દોષ વ્યક્તિના જાન લીધા હતા. આ મામલે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. તાજેતરમાં પ્રજ્ઞેશ પટેલનો જામીન પર છુટકારો થયો હતો.
જામીન અરજીની હાઇકોર્ટમાં સુનાવણી
જો કે ત્યારબાદ આજે આરોપી તથ્ય પટેલે કરેલી જામીન અરજીની હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. તથ્ય પટેલે  નિયમિત જામીન પર મુક્ત કરવા તથ્ય પટેલે હાઇકોર્ટમાં  માંગણી કરી હતી. કેસની ચાર્જશીટ દાખલ થયા બાદ યોગ્ય શરતો પર જામીનમુક્ત કરવામાં આવે તેવી રજૂઆત તથ્ય તરફથી કરાઇ હતી.
હવે આગામી 1 ડિસેમ્બરના રોજ જામીન અરજી અંગે સુનાવણી
જો કે મૃતકના પરિવારજનો પણ હાઇકોર્ટમાં પહોંચ્યા હતા અને જામીન આપવા બાબતનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આજે યોજાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે હાલના તબક્કે સરકાર અને તપાસ એજન્સીને નોટિસ પણ જારી કરી ન હતી અને હવે આગામી 1 ડિસેમ્બરના રોજ જામીન અરજી અંગે સુનાવણી કરવામાં આવશે.
આ પણ વાંચો----હવે બિયારણ પણ નકલી ,સાંસદ રામભાઈ મોકારિયએ કૃષિ મંત્રીને લખ્યો પત્ર
Tags :
AhmedabadAhmedabad PoliceBail ApplicationGujarat HighcourtISKCON accident bridge caseTathya Patel