Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત સુધારામાં, હિન્દુજા હોસ્પિટલે જાહેર કર્યું હેલ્થ બુલેટિન

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજને 30મી એપ્રીલના રોજ બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદની કેડી હોસ્પિટલ બાદ મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ આજે હિન્દુજા હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, CM ભૂપેન્દ્રભાઈ પટેલના પુત્ર...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલની તબિયત સુધારામાં  હિન્દુજા હોસ્પિટલે જાહેર કર્યું હેલ્થ બુલેટિન

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજને 30મી એપ્રીલના રોજ બ્રેઈન સ્ટ્રોક આવતા અમદાવાદની કેડી હોસ્પિટલ બાદ મુંબઈ હિન્દુજા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ આજે હિન્દુજા હોસ્પિટલ દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્થ બુલેટિન અનુસાર, CM ભૂપેન્દ્રભાઈ પટેલના પુત્ર અનુજ પટેલ હાલ કોમામાંથી બહાર આવી ગયા છે.

Advertisement

જણાવી દઈએ કે, અનુજ પટેલને 30 એપ્રિલ, 2023 ના રોજ બ્રેઈન સ્ટ્રોક આવ્યા બાદ શરૂઆતમાં તેમને અમદાવાદની કેડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક ન્યુરોસર્જનએ તેમની સર્જરી કરી હતી. પરંતુ તે બાદ તેમને વધુ સારવાર અર્થે મુંબઈની પીડી હિન્દુજા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઇ પટેલ સરકારી એર એમ્બ્યુલન્સમાં દીકરાને મુંબઇ લઈ ગયા હતા. જેનું રૂપિયા ત્રણ લાખનું બિલ તેઓએ પોતાના ખિસ્સામાંથી આપ્યું હતું.

Advertisement

જણાવી દઈએ કે, અનુજ પટેલ એન્જિનિયર છે અને કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે. અનુજે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું છે. તેમનાં પુત્રવધુનું નામ દેવાંશી પટેલ છે. તેમની દીકરી ડેન્ટિસ્ટ છે અને તેનું નામ ડો. સુહાની પટેલ છે. તેમના જમાઈ પાર્થ પટેલ પણ કન્સ્ટ્રક્શન બિઝનેસમાં છે. ભૂપેન્દ્ર પટેલના નાના ભાઈનું નામ કેતન પટેલ છે.

આ પણ વાંચો : ર્ડા. અતુલ ચગ આપઘાત કેસ, સાંસદ રાજેશ ચુડાસમા અને તેમના પિતા નારણ ચુડાસમા વિરૂદ્ધ નોંધાઇ ફરિયાદ

Advertisement

Tags :
Advertisement

.