Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Hathras Stampede : પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો, જાણો કેવી રીતે થયા લોકોના મોત...

હાથરસ (Hathras) જિલ્લાના ફુલરાઈ ગામમાં GT રોડ નજીક સૂરજ પાલ ઉર્ફે બાબા ભોલે દ્વારા આયોજિત સત્સંગ દરમિયાન ભાગદોડમાં 121 લોકોના મૃત્ય પછી, 21 મૃતદેહોને આગ્રાની એસએન મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આગ્રાની આ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં...
hathras stampede   પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો  જાણો કેવી રીતે થયા લોકોના મોત

હાથરસ (Hathras) જિલ્લાના ફુલરાઈ ગામમાં GT રોડ નજીક સૂરજ પાલ ઉર્ફે બાબા ભોલે દ્વારા આયોજિત સત્સંગ દરમિયાન ભાગદોડમાં 121 લોકોના મૃત્ય પછી, 21 મૃતદેહોને આગ્રાની એસએન મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આગ્રાની આ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવેલા પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે 2 જુલાઈએ હાથરસ (Hathras) ભાગદોડનો ભાગ બનેલા લોકોમાં મૃત્યુનું મુખ્ય કારણ છાતીમાં ઈજાઓ, ગૂંગળામણ અને પાંસળીની ઈજાને કારણે છાતીના ભાગમાં લોહીનું પ્રમુખ કારણ છે.

Advertisement

CMO એ આપી માહિતી...

એસ.એન મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ચીફ મેડિકલ ઓફિસર અરુણ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે છાતીના પોલાણમાં લોહી જમા થવાથી, ગૂંગળામણ અને પાંસળીઓમાં ઈજા થવાને કારણે મોટાભાગના લોકોના મોત થયા હતા. આગ્રા સ્થિત કેન્દ્રમાં લાવવામાં આવેલા મૃતકોમાં મથુરા, આગ્રા, પીલીભીત, કાસગંજ અને અલીગઢના રહેવાસીઓનો સમાવેશ થયા છે.

Advertisement

આટલી મોટી ઘટના કેવી રીતે બની?

તમને જણાવી દઈએ કે મંગળવારે ભાગદોડ મચી ગઈ જ્યારે હાથરસ (Hathras) જિલ્લાના સિકંદરા રાઉં વિસ્તારના રતિ ભાનપુર ગામમાં ભોલે બાબા દ્વારા આયોજિત 'સત્સંગ' સાંભળવા માટે હજારો લોકો એકઠા થયા હતા. ભોલે બાબા ઉર્ફે નારાયણ સાકાર હરિ ઉર્ફે સૂરજ પાલનું ધાર્મિક કાર્ય સમાપ્ત થયા બાદ મહિલાઓ સ્થળની બહાર આવી ત્યારે ભાગદોડ શરૂ થઇ ગઈ હતી.

ભોલે બાબાના ચરણ સ્પર્શ કરવા માટે થઇ પડાપડી...

પ્રાપ્ત જાણકારી અનુસાર, બેઠક લગભગ 2 વાગ્યે સપાપ્ત થઇ. આ પછી બાબા મહિલાઓ, પુરુષો અને બાળકોની ભીડને બાયપાસ કરીને સ્થળની અંદર પ્રવેશ્યા અને બહાર નીકળ્યા. ચારેબાજુ વાહનો હતા અને હાઈવેનો એક ભાગ શ્રદ્ધાળુઓ અને વાહનોથી લગભગ જામ થઇ ગયો હતો. પછી જેમ જ બાબાનું વાહન હાઈવે પર પહોંચ્યું, સેંકડો ભક્તો ચરણ ધૂળ (તેમના પગની ધૂળ) અને તેમના આશીર્વાદ લેવા તેમની કાર તરફ દોડી ગયા. ભીડ હાઇવે તરફ દોડી ગઈ અને તેમાંથી ઘણા લોકો દોડી ન શક્યા અને પડી ગયા, અન્ય લોકોએ તેની ચિંતા કર્યા વગર બાબાની કારનો પીછો કરવાનો પ્રયાસ કર્યો. જેના કારણે ભાગદોડ મચી ગઈ અને જે લોકો પડી ગયા તેઓ ઉભા ન થઇ શક્યા, તેઓ મૃત્યુ પામ્યા અને તેમાં ઘણી મહિલાઓ હતી.

Advertisement

કેસ નોંધવામાં આવ્યો...

પોલીસે 'સત્સંગ'ના અતોજકો વિરુદ્ધ FIR દાખલ કરી છે, જેમાં તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે કે આયોજન સ્થળ પર 2.5 લાખ લોકોને એકઠા કર્યા જ્યારે ફક્ત 80,000 લોકો જ એકઠા કરવાની પરવાનગી હતી.

આ પણ વાંચો : Hathras Stampede : બાબાએ કહ્યું – હું આ ઘટના માટે નથી જવાબદાર, હું તો…

આ પણ વાંચો : Hathras Stampede : મોતનો સત્સંગ કરનારા બાબાને… થઇ ચુકી છે દુષ્કર્મના કેસમાં જેલની સજા

આ પણ વાંચો : Maharashtra : Pune માં ટાયર ફાટતા ફંગોળાઈ કાર, એક સાથે 5 મિત્રોના ઘટનાસ્થળે જ મોત…

Tags :
Advertisement

.