Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GPSSB : સંમતિપત્રક ભર્યાં પછી પરીક્ષા નહી આપી તો કોઈ કાર્યવાહી થશે?

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્કની પરીક્ષા નિર્વિઘ્ને સંપન્ન કર્યાં બાદ હવે મંડળ તલાટીની પરીક્ષાના આયોજનમાં લાગી ગયું છે. અગાઉ તલાટીની પરીક્ષા 30મી એપ્રીલે યોજવા માટે મંડળ તૈયારી કરતું હતું પરંતુ પુરતા પરીક્ષા કેન્દ્રો નહી મળવાને લીધે આ પરીક્ષા...
gpssb   સંમતિપત્રક ભર્યાં પછી પરીક્ષા નહી આપી તો કોઈ કાર્યવાહી થશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જુનિયર ક્લાર્કની પરીક્ષા નિર્વિઘ્ને સંપન્ન કર્યાં બાદ હવે મંડળ તલાટીની પરીક્ષાના આયોજનમાં લાગી ગયું છે. અગાઉ તલાટીની પરીક્ષા 30મી એપ્રીલે યોજવા માટે મંડળ તૈયારી કરતું હતું પરંતુ પુરતા પરીક્ષા કેન્દ્રો નહી મળવાને લીધે આ પરીક્ષા 7મી એપ્રીલના રોજ યોજવાનું નક્કી કર્યું છે.

Advertisement

પંચાયત સેવા પસંદગી મંડળની પરીક્ષાઓના ઈતિહાસમાં પહેલીવાર ઉમેદવારો પાસે પરીક્ષામાં હાજર રહેવા માટે સંમત્તિ પત્રક લેવામાં આવી રહ્યા છે. જે ઓનલાઈન સબમીટ કરવાના છે. આને લઈને ઉમેદવારોમાં અનેક પશ્નો ઉભા થયા છે. જેથી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે તબક્કાવાર ટ્વીટ કરીને મહત્વની માહિતી શેર કરી છે.

શા માટે સંમતિપત્રકનો નિર્ણય લેવાયો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ઈતિહાસમાં પહેલી વખત સંમતિપત્રક ભરવાનો નિર્ણય કરાયો છે. સામાન્ય રીતે મંડળની મોટાભાગની પરીક્ષાઓમાં આશરે સરેરાશ 40% ઉમેદવારો ગેરહાજર રહેતા હોય છે. હાલના સમયે તલાટીની પરીક્ષાનું આયોજન કરવા માટે મંડળને પુરતી શાળા અને કોલેજ નથી મળી રહી ત્યારે જે ઉમેદવારો પરીક્ષા આપવાના જ છે તે ઉમેદવારોની જ બેઠક વ્યવસ્થા મંડળ કરે તો વધારે શાળા સંકુલોની જરૂર પડશે નથી અને તેના કારણે જે ઉમેદવારો હાજર રહેવાના છે તે ઉમેદવારોનું કન્ફર્મેનશ અગાઉથી લઈ લેવામાં આવે તો તેની જ બેઠક વ્યવસ્થા મંડળે કરવાની રહેશે.

Advertisement

કેવી રીતે ભરશો સંમતિપત્રક
ઉમેદવારે OJAS ની સાઈટમાં જઈ અહીં નોટિસ બોર્ડ પર ઈમ્પોર્ટન્ટ નોટિસમાં ક્લિક કરશો એટલે 'જાહેરાત ક્રમાંક:- 10/2021-22 ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) ની તા. 07-05-2023 ના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ ભરવા અહિ કલીક કરો' ના વિકલ્પમાં જવું. જ્યાં પરીક્ષા સિલેક્ટ કરી કન્ફર્મેશન નંબર અને જન્મતારીખ લખી OK કરશો એટલે સુચનાઓ વાંચ્યા બાદ સંમતિ આપશો બાદમાં રિસિપ્ટ પ્રિન્ટ થઈ જશે. જેમાં એક કોડ હશે જે પરીક્ષાનો કોલલેટર ડાઉનલોડ કરતા સમયે તમારે ઉપયોગી થશે.

સંમતિપત્રકને લઈને પ્રશ્નોને લઈને હસમુખ પટેલે તબક્કાવાર ટ્વીટ કરી સ્પષ્ટતા કરી છે

Advertisement

સંમતિપત્રક ભર્યાં પછી પરીક્ષામાં હાજર નહી રહેનારા ઉમેદવારો સામે કોઈ કાર્યવાહી થશે?
મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી કે, સંમતિપત્ર ભર્યા બાદ કોઈ ઉમેદવાર કોઈ કારણસર પરીક્ષા ન આપી શકે તો ઉમેદવાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવાની થતી નથી. ઉમેદવાર પરીક્ષા આપવા ઈચ્છા ધરાવતા હોય તેઓ વહેલી તકે સંમતિપત્ર ભરી લે.

કોલલેટર ડાઉનલોડ કર્યાં બાદ સંમતિપત્રક ભરી શકાય?
ઉમેદવારોની સંખ્યાના આધારે પરીક્ષા કેન્દ્ર નક્કી થાય છે. ત્યારબાદ કેન્દ્રના નામ સાથેના કોલ લેટર ડાઉનલોડ કરવાના થાય છે. જેથી કોલ લેટર ડાઉનલોડ થયા બાદ સંમતિપત્ર કરવાનો કોઈ ફાયદો નથી.

શા માટે સંમતિપત્રક ભરવાની વ્યવસ્થા કરાઈ?
કેટલાક ઉમેદવારોને સંમતિ પત્રક ભરવા સામે ફરિયાદ છે. આવી વ્યવસ્થા પરીક્ષાની સારી વ્યવસ્થા કરવા સારું તથા સાધનોનો વ્યય અટકાવવા માટે શરૂ કરવામાં આવી છે.

સંમતિપત્રકની રિસિપ્ટ પરીક્ષામાં લાવવાની?
સંમતિપત્રકની રસીદની પ્રિન્ટ પરીક્ષા વખતે લાવવાની જરૂર નથી પરંતુ તેમાં દર્શાવેલ કોડની કોલલેટર ડાઉનલોડ વખતે જરૂર પડશે જેથી તેની સોફ્ટ કોપી સાચવી રાખશો. પુરાવા તરીકે પણ તે ઉપયોગી થશે.

આ પણ વાંચો : જુનિયર ક્લાર્કની પરીક્ષાને લગતાં 70 ટ્વિટ, જાણો IPS હસમુખ પટેલની સક્રિયતા

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.