Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Haryana : પૂર્વ ડેપ્યુટી CM દુષ્યંત ચૌટાલાના કાફલા પર હુમલો, અજાણ્યા લોકોએ કારના કાચ તોડી નાખ્યા...

Haryana માં ચૂંટણી પહેલા ડેપ્યુટી CM પર હુમલો દુષ્યંત ચૌટાલા જનસભાને સંબોધિત કરી રહ્યા હતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હરિયાણા (Haryana)ના જીંદ જિલ્લાની ઉચાના કલાન વિધાનસભામાં ગઈકાલે રાત્રે એક મોટી ઘટના બની હતી. મોડી રાત્રે ઉચાના...
haryana   પૂર્વ ડેપ્યુટી cm દુષ્યંત ચૌટાલાના કાફલા પર હુમલો  અજાણ્યા લોકોએ કારના કાચ તોડી નાખ્યા
  1. Haryana માં ચૂંટણી પહેલા ડેપ્યુટી CM પર હુમલો
  2. દુષ્યંત ચૌટાલા જનસભાને સંબોધિત કરી રહ્યા હતા
  3. મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો

હરિયાણા (Haryana)ના જીંદ જિલ્લાની ઉચાના કલાન વિધાનસભામાં ગઈકાલે રાત્રે એક મોટી ઘટના બની હતી. મોડી રાત્રે ઉચાના કલાનમાં પૂર્વ ડેપ્યુટી CM દુષ્યંત ચૌટાલાના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. અજાણ્યા લોકોએ કાફલાના વાહનને નિશાન બનાવ્યું છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર જ્યારે દુષ્યંત ચૌટાલા જનસભાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે યુવકોએ હંગામો મચાવ્યો હતો. બાદમાં અજાણ્યા લોકોએ દુષ્યંતના કાફલાના વાહન પર હુમલો કર્યો હતો. મોટી સંખ્યામાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ હાથ ધરી હતી. અજાણ્યા શખ્સોએ ઈંટો અને પથ્થરો વડે વાહન પર હુમલો કરી તોડફોડ કરી હતી.

Advertisement

આ પણ વાંચો : Delhi : ઉત્તમ નગરમાં BJP નેતાની કાર પર ફાયરિંગ, ગેંગસ્ટર ગોગી માનના નામની ચિઠ્ઠી મળી

દુષ્યંત સાથે ચંદ્રશેખર પણ હાજર હતા...

તમને જણાવી દઈએ કે JJP અને એએસપી રોડ શો દ્વારા પ્રચાર કરી રહ્યા હતા. રોડ શોમાં દુષ્યંતની સાથે ચંદ્રશેખર પણ હાજર હતો. આ અચાનક હુમલાથી હરિયાણા (Haryana)ના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. મામલો હાઈપ્રોફાઈલ હોવાથી પોલીસ પ્રશાસન પણ પુરી કાળજી લઈ રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો : Jammu and Kashmir માં ત્રીજા તબક્કાનું મતદાન શરૂ, 415 ઉમેદવારોનું ભાવિ દાવ પર

હરિયાણામાં ચૂંટણી ક્યારે?

રાજ્યમાં 5 ઓક્ટોબરે એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 8મી ઓક્ટોબરે મતગણતરી થશે.

આ પણ વાંચો : ગુરમીત રામ રહીમ ફરી જેલમાંથી બહાર આવશે, Haryana માં મતદાન પહેલા 20 દિવસની પેરોલ મંજૂર

Tags :
Advertisement

.