Haryana : સોનીપતમાં રબર ફેક્ટરીમાં ભીષણ આગ, બોયલર ફાટવાથી 40 લોકો દાઝ્યા...
હરિયાણા (Haryana)ના સોનીપતમાં રાય ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં મંગળવારે રબર બેલ્ટ બનાવવાની ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, ફેક્ટરીનું બોઈલર ફાટ્યા બાદ જોરદાર આગ ફાટી નીકળી હતી. અચાનક લાગેલી આગના કારણે ફેક્ટરીમાં કામ કરતા 40 જેટલા કામદારો ખરાબ રીતે દાઝી ગયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘાયલોમાં કેટલાકની હાલત નાજુક છે.
આગ ઓલવવાની કામગીરી ચાલુ છે...
ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હોવાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. ઘટના સ્થળે ફાયર વિભાગના કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ હાજર થઇ ગયા હતા. હાલમાં આગ ઓલવવાના સતત પ્રયાસો ચાલુ છે.
હરિયાણાના મેવાતમાં બે ઘરોમાં આગ લાગી હતી...
હરિયાણા (Haryana)ના મેવાતમાં પણ ભીષણ આગ લાગવાના સમાચાર છે. બે મકાનોમાં આગ લાગતા લાખોની કિંમતનો ઘરવખરી બળીને રાખ થઈ ગયો હતો. આ ઘટનામાં ત્રણ પાલતુ પ્રાણીઓના પણ મોત થયા હોવાના અહેવાલ છે.
હરિયાણાના મોહન રોડ પર એક કંપનીના વેરહાઉસમાં પણ લાગી હતી આગ...
હરિયાણા (Haryana)ના બલ્લબગઢમાં મોહન રોડ પર આવેલી એક કંપનીના વેરહાઉસમાં 27 મેના રોજ સવારે ભીષણ આગ લાગી હતી. બાદમાં આગને કાબુમાં લેવામાં આવી હતી. કોઈને ઈજા કે જાનહાનિ વિશે કોઈ માહિતી નથી.
દિલ્હીના પશ્ચિમ વિહારમાં આંખની હોસ્પિટલમાં લાગેલી આગ કાબૂમાં આવી...
પશ્ચિમ દિલ્હીના પશ્ચિમ વિહાર વિસ્તારની એક ખાનગી આંખની હોસ્પિટલમાં મંગળવારે આગ લાગી હતી. તેમણે કહ્યું કે લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. દિલ્હી ફાયર સર્વિસના એક અધિકારીએ જણાવ્યું કે સવારે 11.35 વાગ્યે ફોન પર આ ઘટનાની જાણકારી મળી હતી. આ આગ 'આઈ મંત્રાર હોસ્પિટલ'ના બીજા માળે લાગી હતી. અધિકારીએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવવા માટે છ ફાયર ટેન્ડરો તૈનાત કરવામાં આવ્યા હતા અને બપોરે 12.30 વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને વિસ્તારને ઠંડુ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
આ પણ વાંચો : પંજાબ સરકારનો તુગલકી ફરમાન, Zee Media ની તમામ ચેનલો પર પ્રતિબંધ લદાયો…
આ પણ વાંચો : Delhi કોર્ટે આતિશીને જારી કર્યું સમન્સ, 29 જૂને પૂછપરછ માટે બોલાવ્યા, જાણો શું છે આખો મામલો?
આ પણ વાંચો : Swaati Maliwal Case : Bibhav Kumar ના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ વધ્યા, જાણો કોર્ટમાં આજે શું થયું…