Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Haryana Election : કોંગ્રેસની ચોથી યાદી જાહેર, અંબાલા કેન્ટથી આ નેતાને મળી ટિકિટ...

અંબાલા કેન્ટથી પરિમલ પરીને મળી ટિકિટ સુરજેવાલાના પુત્રને પણ ટિકિટ મળી અત્યાર સુધીમાં 86 નામોની જાહેરાત કરાઈ આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓ અને ઉમેદવારોના નામની જાહેરાતમાં...
haryana election   કોંગ્રેસની ચોથી યાદી જાહેર  અંબાલા કેન્ટથી આ નેતાને મળી ટિકિટ
  1. અંબાલા કેન્ટથી પરિમલ પરીને મળી ટિકિટ
  2. સુરજેવાલાના પુત્રને પણ ટિકિટ મળી
  3. અત્યાર સુધીમાં 86 નામોની જાહેરાત કરાઈ

આગામી હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024 માટે મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. તમામ રાજકીય પક્ષો પોતાની તૈયારીઓ અને ઉમેદવારોના નામની જાહેરાતમાં વ્યસ્ત છે. દરમિયાન, ગુરુવારે વહેલી સવારે કોંગ્રેસ પાર્ટીએ તેના ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. આવો જાણીએ કોંગ્રેસની આ યાદીમાં કયા કયા નેતાઓને ટિકિટ મળી છે.

Advertisement

અંબાલા કેન્ટથી પરિમલ પરીને ટિકિટ...

કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની ચોથી યાદીમાં કુલ 5 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસે અંબાલા કેન્ટ વિધાનસભા બેઠક પરથી પરિમલ પરી, પાણીપત ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી સચિન કુંડુ, નરવાના (SC) વિધાનસભા બેઠક પરથી સતબીર ડબલેન, રાનિયા વિધાનસભા બેઠક પરથી સર્વ મિત્ર કંબોજ અને તિગાંવ વિધાનસભા બેઠક પરથી રોહિત નાગરને ટિકિટ આપી છે.

Advertisement

આ પણ વાંચો : Video : PM મોદી CJI ચંદ્રચુડના ઘરે ગણેશ પૂજામાં ભાગ લીધો

સુરજેવાલાના પુત્રને પણ ટિકિટ મળી...

આ પહેલા કોંગ્રેસે તેની ત્રીજી યાદી બહાર પાડી હતી. કોંગ્રેસે આ યાદીમાં 40 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આ યાદીમાં એક નામ કૈથલના રણદીપ સુરજેવાલાના પુત્રનું છે. કોંગ્રેસે આ યાદીમાં રણદીપ સુરજેવાલાના પુત્ર આદિત્ય સુરજેવાલાને કૈથલથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

Advertisement

આ પણ વાંચો : હવે સંતાનોના સહારે નહીં રહે વૃદ્ધ, સરકાર દ્વારા કરવામાં આવી સૌથી મોટી જાહેરાત

અત્યાર સુધીમાં 86 નામોની જાહેરાત કરવામાં આવી...

તમને જણાવી દઈએ કે કોંગ્રેસે હરિયાણા વિધાનસભાની 90 માંથી 86 સીટો માટે અત્યાર સુધી ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. પાર્ટીએ પ્રથમ યાદીમાં 32 અને બીજી યાદીમાં 9 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. જ્યારે હાલમાં 4 ઉમેદવારો પેન્ડિંગ છે. નોમિનેશનની છેલ્લી તારીખ 12 સપ્ટેમ્બર એટલે કે આવતીકાલે છે. આ ચૂંટણી માટે 5 ઓક્ટોબરે મતદાન થશે. પરિણામ 8મી ઓક્ટોબરે આવશે.

આ પણ વાંચો : PM Ayushman Card મેળવવા માટે શું કરવું? જાણો સંપૂર્ણ પ્રક્રિયા

Tags :
Advertisement

.