Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Haryana : કાલકાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ચૌધરીના કાફલા પર ફાયરિંગ, એક ઘાયલ

Haryana માં કોંગ્રેસ ઉમેદવાર પર ફાયરિંગ પ્રદીપ ચૌધરીના કાફલા પર કરવામાં આવ્યું ફાયરિંગ પ્રદીપ ચૌધરીના સમર્થક ગોલ્ડી ખેડીને ગોળી વાગી હરિયાણા (Haryana)ના પંજકુલા જિલ્લાના કાલકાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ચૌધરીના કાફલા પર ફાયરિંગની ઘટના સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવાર પર...
06:47 PM Sep 20, 2024 IST | Dhruv Parmar
  1. Haryana માં કોંગ્રેસ ઉમેદવાર પર ફાયરિંગ
  2. પ્રદીપ ચૌધરીના કાફલા પર કરવામાં આવ્યું ફાયરિંગ
  3. પ્રદીપ ચૌધરીના સમર્થક ગોલ્ડી ખેડીને ગોળી વાગી

હરિયાણા (Haryana)ના પંજકુલા જિલ્લાના કાલકાથી કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ચૌધરીના કાફલા પર ફાયરિંગની ઘટના સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવાર પર આ ગોળીબાર રાયપુર રાની પાસે થયો હતો. પ્રદીપ ચૌધરીના કાફલામાં રહેલા ગોલ્ડી ખેડીને ગોળી વાગી હતી.

ઈજાગ્રસ્તને ચંદીગઢ PGI માં દાખલ કરવામાં આવ્યો...

પોલીસે જણાવ્યું કે, રાયપુર રાનીના ભરૌલી ગામમાં ફાયરિંગના મામલાની માહિતી મળી છે. તેમના કાફલામાં હાજર કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ચૌધરીના સમર્થક ગોલ્ડી ખેડીને ગોળી વાગી છે. ઘાયલોને ચંદીગઢ PGI માં રીફર કરવામાં આવ્યા છે. ફાયરિંગ કરનારાઓ વિશે હજુ સુધી કોઈ માહિતી નથી.

ગોળીબારનો અવાજ સાંભળીને લોકો ગભરાઈ ગયા...

કોંગ્રેસના ઉમેદવાર પ્રદીપ ચૌધરીના ચૂંટણી પ્રચાર દરમિયાન કાફલામાં હાજર લોકોએ કહ્યું કે ગોળીનો અવાજ સાંભળીને લોકો ડરી ગયા. કાફલામાં નાસભાગ મચી ગઈ હતી. ગોળી કોંગ્રેસના ઉમેદવારને મારવાને બદલે તેમના જ સમર્થક ગોલ્ડી ખેડીને વાગી. તેના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું. ઇજાગ્રસ્તને તાત્કાલિક એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

આ પણ વાંચો : Andhra Pradesh : તિરૂપતિ લાડુ પ્રસાદમ વિવાદ, પૂર્વ CM જગન મોહન રેડ્ડીએ TDP પર કર્યા પ્રહાર

CCTV ફૂટેજની તપાસ કરતી પોલીસ...

પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ ઘટના સ્થળે હાજર લોકોની પૂછપરછ કરી રહી છે. આ ઉપરાંત નજીકમાં લાગેલા CCTV ફૂટેજ પણ સ્કેન કરવામાં આવી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો : Maharashtra : વિદેશની ધરતી પર ભારતનું અપમાન કરે છે કોંગ્રેસ, PM મોદીના રાહુલ ગાંધી પર આકરા પ્રાહાર

કાફલો રામપુર ધડ્ડુ તરફ જઈ રહ્યો હતો...

તમને જણાવી દઈએ કે હરિયાણા (Haryana)માં 5 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી છે. પ્રદીપ ચૌધરી વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારનો કાફલો રામપુર ધડુ તરફ જઈ રહ્યો હતો. ત્યારબાદ કેટલાક લોકોએ તેમના કાફલા પર ગોળીબાર કર્યો હતો.

આ પણ વાંચો : નિતેશ રાણા મસ્જિદમાં આવશે બે પગે અને જશે સ્ટ્રેચર પર : વારિસ પઠાણ

Tags :
Congress Candidate Pradeep ChaudharyCongress in haryanaFiring in Congress candidateGujarati NewsHaryana Assembly Election 2024IndiaNational
Next Article