Happy Birthday :ગુજરાતના મૃદુ અને મક્કમ એવા CM BHUPENDRA PATEL નો આજે જન્મ દિવસ
ગુજરાતના મૃદુ અને મક્કમ એવા સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે 61 વર્ષના થયા. ગુજરાતના 17માં મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલનો આજે જન્મ દિવસ છે. અમદાવાદની ઘાટલોડિયા વિધાનસભા બેઠકના સભ્ય એવા ભૂપેન્દ્ર પટેલને 12 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના સત્તરમાં મુખ્યમંત્રી જાહેર કરાયા હતા. ત્યારે આજે તેમના જન્મદિવસને લઇને તેઓ અડાલજ ખાતે આવેલા ત્રિમંદિરમાં દર્શન કરી તેઓએ પૂજા અર્ચના કરી હતી ત્યારે જન્મદિન નિમિત્તે ભાજપના કાર્યકરોએ અમદાવાદના ઘાટલોડિયા વિધાનસભા મતક્ષેત્રમાં 13થી વધુ સ્થળોએ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કર્યુ છે.
અડાલજ ત્રિમંદિર ખાતે કર્યા દર્શન
અડાલજ ખાતે ત્રિમંદિરમાં તેઓએ પૂજા અર્ચના કરી. આ અંગે તેઓએ ટ્વિટ કરતા જણાવ્યું હતું કે આજે મારા જન્મદિવસના અવસરે અડાલજના ત્રિમંદિરે જઈ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સહિત શાસન દેવ-દેવીઓના તથા પૂજ્ય નીરુમાંની સમાધિના દર્શન કર્યા.ભગવાન સમક્ષ આત્માની ઉન્નતિ ઉપરાંત જગત કલ્યાણના ભાવ સાથે ગુજરાતના સુખ, શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિની પ્રાર્થના કરી.
આજે મારા જન્મદિવસના અવસરે અડાલજના ત્રિમંદિરે જઈ વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી સહિત શાસન દેવ-દેવીઓના તથા પૂજ્ય નીરુમાંની સમાધિના દર્શન કર્યા.ભગવાન સમક્ષ આત્માની ઉન્નતિ ઉપરાંત જગત કલ્યાણના ભાવ સાથે ગુજરાતના સુખ, શાંતિ, સુરક્ષા અને સમૃદ્ધિની પ્રાર્થના કરી. pic.twitter.com/BNwxJS5Sne
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 15, 2022
ભાજપના કાર્યકરોએ શનિવારે લપકામણ, લીલાપુર ગામ અને ખોડિયાર ગામમાં નોટબૂક અને ફૂડપેકેટ વિતરણ કરશે. જ્યારે સોલા સિવિલ હોસ્પિટલ દર્દીઓને ફળોનું વિતરણ, તેમના સગાઓને નિશુલ્ક ભોજન કરાવાશે. નજીકની મુક બધીર કે.એસ. ઢેઢીયા સ્કૂલ અને હાઈવે પર ભીક્ષા માંગતા બાળકોની સિગ્નલ સ્કૂલમાં બાળકોને સ્લિપર અને ફ્રુટનું વિતરણ થશે. ઘાટલોડિયાની 103 આંગણવાડીમાં ફ્રૂટ વહેંચાશે. વૃધ્ધાશ્રામોના વડીલ વૃંદને ભોજન, વસ્ત્રાપુર અંધજનમંડળમાં ભોજન, થલતેજ સાંઈ મંદિરે ભોજનનું પણ આયોજન થયુ છે. સાંજે મેમનગર ગુરૂકુળ સ્વામિનારાણ મંદિરે મહાઆરતી થશે. તદ્ઉપરાંત અમદાવાદ મ્યુ. કોર્પોરેશન તરફથી ઘાટલોડિયાના 13 આરોગ્ય કેન્દ્રોમાં આરોગ્ય કેમ્પ અને થલતેજમાં ટીપી- 53ની પાણીની ટાંકી પાસે 20 હજાર વૃક્ષોના વાવેતરનું પણ આયોજન કરાયુ છે.
કોણ છે ભૂપેન્દ્ર પટેલ ?
- અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ
હમણાં જ લોકાર્પણ થયેલા સરદારધામ ટ્રસ્ટી
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મેમનગરના ટ્રસ્ટી
સ્કુલ બોર્ડ અમદાવાદના ૨૦૦૮-૧૦ સુધી ચેરમેન રહ્યા હતા
૧૯૯૫-૯૬ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ૨૦૧૦-૧૫ સુધી ચેરમેન રહી ચૂક્યા છે
ભૂપેન્દ્ર પટેલનું રાજકીય બેકગ્રાઉન્ડ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદના ઘાટલોડીયા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ. આનંદીબહેન પટેલના નજદીકી સાથીદાર અને ઔડાના પૂર્વ ચેરમેન ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજનો મોટો ચહેરો છે..અમદાવાદમાં 2017ની વિધાનસભા ચૂંટણી માં આનંદી બહેનના પ્રસ્તાવ પર જ ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરથી ટીકીટ મળી હતી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પૂર્વ સીએમ આનંદીબેન પટેલની બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર શશીકાંત પટેલને ઉતાર્યા હતા. વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈને 1,17,750 મતની સરસાઈ સાથે કુલ 1,75,652 મત મેળવી વિજય મેળવ્યો હતો જ્યારે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને 57,902 મત જ મળ્યાં હતા.