Gyanvapi: ફરી એકવાર મુસ્લિમ પક્ષને હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, ભોંયરામાં થતી પૂજા ચાલું રહેશે
Gyanvapi: પ્રયાગરાજમાં જ્ઞાનવાપીને લઈને હિંદુઓ માટે સારા સમાચાર આવ્યા છે. જ્ઞાનવાપીમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા-અર્ચના ચાલું રાખવાનો ચુકાદો આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભોંયરામાં ચાલતી પૂજાના વિરોધમાં મુસ્લિમ પક્ષ દ્વારા અરજી કરવામાં આવી હતી. અત્યારે અલ્હાબાદ હાઈકોર્ટ તરફથી અંજુમન એરેન્જમેન્ટ મસ્જિદ કમિટીને મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીને ખારીજ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, મુસ્લિમ પક્ષની અરજીને કોર્ટે રદ કરી દીધી માટે વ્યાસજીના ભોંયરામાં પૂજા ચાલું રહેશે.
વ્યાસજીના ભોંયરામાં થતી પૂજા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરાઈ હતી
તમને જણાવી દઈએ કે આ મામલે મસ્જિદ કમિટી દ્વારા કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી કરીને અલ્હાબાદ હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપ્યો છે અને અરજીને રદ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે જસ્ટિસ રોહિત રંજન અગ્રવાડની કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. મસ્જિદ સમિતિએ કોર્ટમાં અરજી દાખલ કરીને વ્યાસજીના ભોંયરામાં થતી પૂજા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. આ પહેલા વારાણસી જિલ્લા ન્યાયાધીશે Gyanvapi સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની પરવાનગી આપી હતી. આ બાબતને મસ્જિદની વ્યવસ્થા સમિતિએ પડકારી છે.
કોર્ટે પૂજા શરૂ કરવાના આદેશને યોગ્ય ગણાવ્યો
ઉલ્લેખનીય છે કે, હાઇકોર્ટે વારાણસી જિલ્લા ન્યાયાધીશના 31 જાન્યુઆરીએ પૂજા શરૂ કરવાના આદેશને યોગ્ય ગણાવ્યો હતો. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે આ ચુકાદો આપ્યો હતો. મુસ્લિમ પક્ષ એટલે કે અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ પૂજા શરૂ કરવાના જિલ્લા ન્યાયાધીશ વારાણસીના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા બાદ કોર્ટે 15 ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
Uattarpradesh : જ્ઞાનવાપીમાં વ્યાસ ભોંયરામાં પૂજાનો મામલો | Gujarat FIRST
વ્યાસ ભોંયરામાં પૂજા યથાવત રહેશે
અલ્હાબાદ હાઈકોર્ટે સંભળાવ્યો ચુકાદો
મુસ્લિમ પક્ષે પૂજા પર રોક માટે દાખલ કરી હતી અરજી#uatterpardesh #gnanavapi #allahabad #gujaratfirst pic.twitter.com/BFicN192Se— Gujarat First (@GujaratFirst) February 26, 2024
આ કેસમાં હિંદુ પક્ષ તરફથી સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સીએસ વૈદ્યનાથન અને વિષ્ણુ શંકર જૈને દલીલો કરી હતી. જ્યારે મુસ્લિમ પક્ષ વતી વરિષ્ઠ એડવોકેટ સૈયદ ફરમાન અહેમદ નકવી અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના એડવોકેટ પુનીત ગુપ્તાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.
આ પણ વાંચો: Farmer: ખેડૂતોનું આંદોલન યથાવત, ટ્રેક્ટર માર્ચને કારણે યમુના એક્સપ્રેસ વે પર એલર્ટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ