Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતના પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટનો આજથી પ્રારંભ, વાહન માલિકને SMS થી અપાશે નોટિસ

ગુજરાત હાઇકોર્ટે એક નવતર પહેલ આજે હાથ ધરી છે.જેમાં ટ્રાફિક પોલીસ અને RTO નાં સાથે વન નેશન વન ચલન પ્રોજેક્ટનું સફળ સંકલન થયું છે ટ્રાફિક વિભાગ દ્વારા ફટકારવામાં આવતા ઈ મેમો માટે વર્ચ્યુઅલ ઈ કોર્ટની થી શરૂઆત કરવામાં આવી છે...
ગુજરાતના પ્રથમ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટનો આજથી પ્રારંભ  વાહન માલિકને sms થી અપાશે નોટિસ
ગુજરાત હાઇકોર્ટે એક નવતર પહેલ આજે હાથ ધરી છે.જેમાં ટ્રાફિક પોલીસ અને RTO નાં સાથે વન નેશન વન ચલન પ્રોજેક્ટનું સફળ સંકલન થયું છે ટ્રાફિક વિભાગ દ્વારા ફટકારવામાં આવતા ઈ મેમો માટે વર્ચ્યુઅલ ઈ કોર્ટની થી શરૂઆત કરવામાં આવી છે અમદાવાદ સહિતના શહેરોમાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક નિયોમોનું પાલન ન કરવા બદલ વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવે છે પરંતુ અમુક લોકો ઈ-મેમો ભરતા નથી .ત્યારે આ સ્થિતિ વચ્ચે રાજ્યમાં નવતર પહેલ કરવામાં આવી છે. સમગ્ર ગુજરાત રાજ્ય માટે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી શરૂઆત કરવામાં આવી છે.સમગ્ર રાજ્યના ટ્રાફિક ચલન માટે અમદાવાદની મેટ્રોપોલિટીન કોર્ટ ખાતે વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટની આજથી શરૂઆત કરવામાં આવી છે.
ઈ મેમો નહિ ભરો તો શું થશે
આ ઈ કોર્ટ અમલી બનતા હવે ટ્રાફિક નિયોમો તોડનાર  વાહનચાલકોને ઈ-મેમો ફટકાર્યા બાદ 90 દિવસ સુધી મુદત આપવામાં આવશે જેમાં નિર્ધારિત સમય મર્યાદા દંડની રકમ ચૂકવવા  માં નહિ આવે તો આપો આપ ટ્રાફિક કોર્ટમાં ચલણ મોકલવામાં આવશે. વાહન માલિકનાં મોબાઈલ નંબર પર SMS દ્વારા નોટિસ જશે.
Image preview
ઓનલાઇન પણ ઇ મેમો ભરવા માટે સુવિધા બની ઉપલબ્ધ
વર્ચ્યુઅલ કોર્ટની લીંક ઈ કોર્ટ્સ ની વેબસાઇટ પર ઉપલબ્ધ હશે. જેમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટબેન્કિંગ સહિતના પેમેન્ટ વિકલ્પો વાહનચાલકો માટે ઉપલબ્ધ રહેશે. ચલણ ઇશ્યૂ થયા બાદ જો કોઈ વ્યક્તિ કોર્ટમાં પોતાનો પક્ષ મૂકીને કેસ લડવા માંગતો હોય તો તેવા કિસ્સાઓમાં જે તે સંલગ્ન જિલ્લા કોર્ટમાં કેસને મોકલી આપવામાં આવશે,,, જ્યાં નિયમિત કાર્યવાહી થશે... હાલ આ પ્રોજેક્ટ ની શરૂઆત થવાથી અમદાવાદ રાજકોટ અને સુરત શહેરના રહીશો ને મોટી રાહત મળી છે.

આપણ  વાંચો- કંપનીના સર્વિસ રૂમમાંથી 8 મહિલાએ સર્વિસ સામાનની ઊઠાંતરી કરી, પોલીસે કરી ધરપકડ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ  -કલ્પીન ત્રિવેદી, અમદાવાદ 

Advertisement

Tags :
Advertisement

.