Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat: આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી, વીજકડાકા સાથે વાવાઝોડાની સંભાવના

Gujarat Weather Update: આગામા ત્રણ કલાકને લઈને હવામાન વિભાગ (Weather department) દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે ગુજરાત (Gujarat)માં વીજળીના...
gujarat  આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની આગાહી  વીજકડાકા સાથે વાવાઝોડાની સંભાવના

Gujarat Weather Update: આગામા ત્રણ કલાકને લઈને હવામાન વિભાગ (Weather department) દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ (Heavy Rain)ની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે ગુજરાત (Gujarat)માં વીજળીના કડાકા સાથે વાવાઝોડાની પણ સંભાવના વર્તાઈ રહીં છે. વિગતે વાત કરવામાં આવે તો પવનની ઝડપ મહત્તમ 40 કિમી પ્રતિકલાકની રહી શકે છે. આ સાથે અમદાવાદ (Ahmedabad), ગાંધીનગર (Gandhinagar), રાજકોટ (Rajkot) અને ભાવનગરમાં વરસાદ પડી શકે છે. તેની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના છે.

Advertisement

વીજળીના કડાકા સાથે 40 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન

તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગ દ્વારા સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં પણ વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે જામનગર, અમરેલી અને નવસારીમાં વરસાદ (Rain)ની સંભાવના જોવા મળી રહીં છે. નોંધનીય છે કે, રાજ્યમાં હળવાથી મધ્યમ માત્રામાં વરસાદ પડી શકે છે. જેથી ગુજરાત માટે આગામી ત્રણ કલાકમાં વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, વરસાદ સાથે સાથે સામાન્ય વાવાઝોડું, વીજળી સહિત મહત્તમ 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

ગુજરાતના ક્યા વિસ્તારમાં થઈ શકે છે વરસાદ?

વરસાદની વાત કરવામાં આવે તો આગામી ત્રણ કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં ગાંધીનગર, અમદાવાદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છ વિસ્તારોમાં વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે સાથે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો આગામી 3 કલાક દરમિયાન હળવો વરસાદ રહેશે. વિગતે વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પંચમહાલ, દાહોદ અને વડોદરા પણ  હળવાથી ભારે  વરસાદ સંભાવના વર્તાઈ રહીં છે.

Advertisement

આ પણ વાંચો: Gandhinagar: મહાત્મા મંદિર પાસે પતિ-પત્ની વચ્ચે સરાજાહેર તકરાર, Video થયો Viral

આ પણ વાંચો: Gir Gadhada: બાળકોના ભોજનમાં નીકળી ઇયળ, આંગણવાડી સંચાકલને ફરજ પરથી દૂર કરવા માગ

આ પણ વાંચો: ‘સંપ્રદાયના બંધારણ પ્રમાણે પગલા લીધા જ છે’ વાયરલ વીડિયો વિવાદમાં Kothari Swami નું નિવેદન

Advertisement
Tags :
Advertisement

.