Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત પ્રવાસ : 'I.N.D.I.A નહીં ઘમંડિયા ગઠબંધન, વિપક્ષે 3 દાયકા સુધી બિલ અટકાવવાના કામ કર્યા : PM Modi

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચ્યા છે. ત્યારે વડોદરામાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને આવકારવા માટે ઉમટી પડ્યા હતા. ખાસ કરીને, મહિલાઓ વડાપ્રધાનને આવકારવા માટે પહોંચી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદનીને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા...
06:20 PM Sep 27, 2023 IST | Dhruv Parmar

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા પહોંચ્યા છે. ત્યારે વડોદરામાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનને આવકારવા માટે ઉમટી પડ્યા હતા. ખાસ કરીને, મહિલાઓ વડાપ્રધાનને આવકારવા માટે પહોંચી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજારોની સંખ્યામાં ઉમટેલી જનમેદનીને સંબોધન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલા અનામત બિલને લઈને વિપક્ષ પર પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું કે મારા નામે કોઈ ઘર નથી, પરંતુ મેં દેશની ઘણી દીકરીઓના નામે ઘર આપવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે અમારી સરકાર નવી નેશનલ એજ્યૂકેશન પૉલિસી લાવી છે જે ત્રણ દાયકાઓથી અવઢવમાં પડી હતી.

માતા-બહેનોની ઈચ્છા શક્તિએ ગુજરાતનું ભાગ્ય બદલ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ગુજરાતની માતા-બહેનોની ઈચ્છા શક્તિએ ગુજરાતનું ભાગ્ય બદલી નાંખ્યું છે. ગુજરાતમાં વિમન્સ ડેવલોપમેન્ટની સફળતાએ વિકસિત ભારતના સ્વપનાઓનું ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે. પ્રધાનમંત્રી એ પોતાનાં ભવિષ્યના આયોજન વિશે જણાવ્યું કે અમે સખી મંડળની બહેનોને ડ્રોન ઉડાડતા શીખવવા માંગીએ છીએ. જેથી આ બેહેનો ભવિષ્યમાં ડ્રોન વડે ખેતરોમાં દવા નો છંટકાવ કરી શકે. ગુજરાતના સરદાર સરોવર, મા નર્મદાની મદદથી પાણીની મુસીબત, તળાવો ઊંડા કરવા, સુજલામ સુફલામ યોજના હોય તેવા એકસાથે અભિયાન ચલાવ્યાં અને પાણીના સંકટમાંથી બહાર લાવ્યાં. જલ જીવન મિશનના માધ્યમાંથી દેશમાં ઘર સુધી પાણી પહોંચાડીએ છીએ.’

વડોદરાએ મને દીકરાની જેમ સાચવ્યો

મોદીએ વધુમાં જણાવ્યું કે, ‘વડોદરાએ મને દીકરાની જેમ સાચવ્યો છે. મારી અનેક જૂની-જૂની યાદો તાજી થઈ ગઈ. જ્યારે વડોદરા આવું ત્યારે ઘણી જૂની યાદો તાજી થઈ જાય. કારણ કે વડોદરા સાથે આત્મીય સંબંધ રહ્યો છે. દેશ દુનિયામાં ગુજરાતના વિકાસ મોડલની ચર્ચા થાય છે. સ્કૂલમાં ડ્રોપ આઉટ 18 %થી ઘટાડી 1% લાવ્યા છીએ. વિપક્ષે 3 દાયકા સુધી બિલ અટકાવવાના કામ કર્યા છે. આ ઈન્ડિયા નહીં ઘમંડિયા ગઠબંધન છે. વિપક્ષને ત્રિપલ તલાકની ચિંતા ન હતી, મુસ્લિમ વોટ બેન્કની ચિંતા હતી.

ગુજરાતની લાખો બહેનો હવે લખપતિ દીદી બની ગઈ

મોદીએ કહ્યું કે, મારી ગુજરાતની લાખો બહેનો હવે લખપતિ દીદી બની ગઈ છે. દોઢ-બે લાખનું મકાન હવે એના નામે થઈ ગયું છે એટલે એ લખપતિ દીદી થઈ ગઈ છે. પાણીના સંકટનો પણ આપણે પડકાર જીલી લીધો. આજે નળથી જ જળ આવે એની વ્યવસ્થા કરી છે. ભૂતકાળમાં આપણે ઘણા ખરાબ દિવસો જોયા છે. તમારી વચ્ચે રહી સુખ-દુ:ખ જોઈ તેના નીકાલ કરવાના કાર્યો કર્યા છે. ‘ભારતની નારીશક્તિ આત્મવિશ્વાસ અને ઉર્જા જે સ્તરે પહોંચી તેની પહેલાં ક્યારેય કલ્પના નહોતી થઈ શકતી. નારી શક્તિ વંદન અધિનિયમ સંસદમાં પસાર થયો હતો. તમારો તાપ વધ્યો છે કે, ભલભલાને બિલ પાસ કરવું પડ્યું. ત્રણ દાયકા સુધી જેટલા ખેલ થાય તેટલા કર્યા છે. સંસદમાં નાટકબાજી કરતા. આ માતા-બહેનોની જાગૃતિ છે તેના કારણે જ આ શક્ય બન્યું છે.

ડ્રોપઆઉટ 18 ટકાથી ઘટાડી 1 ટકા પર લાવ્યું

ભાજપ સરકારની યોજનાઓ વિશે વાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ‘ગુજરાતમાં યોજનાઓ બનાવી તે 2014 પછી મને દિલ્હી મોકલ્યો ત્યારે અનુભવનું ભાથું આપ્યું. રાષ્ટ્રીય યોજનામાં તે મને લેખે લાગ્યું. ગુજરાતમાં આપણે દીકરીઓને શિક્ષા મળે તે માટે કન્યા કેળવણી યાત્રા શરૂ કરી. ડ્રોપઆઉટ 18 ટકાથી ઘટાડી 1 ટકા પર લાવી દીધું. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી અને તેમની બુનિયાદી સમસ્યામાંથી બહાર નીકળે. પીએમ આવાસ યોજનાનો લાભ મળે છે. તેમાં પણ સરકાર તરફથી ઘર મળે તેમાં વડીલ બહેનના નામે મકાનની માલિકી હોય. આયુષ્માન કાર્ડથી કોઈ પરિવારને પાંચ લાખ સુધી ખર્ચો કરવો પડશે તે દિલ્હીમાં બેઠેલો દીકરો આપશે. કોરોનામાં 80 કરોડ લોકોને ત્રણ વર્ષ મફતમાં અનાજ પહોંચાડીને ગરીબના ઘરનો ચુલો સળગતો રાખ્યો છે.’

વિપક્ષો પર કર્યા આકરા પ્રહાર

આજે એ લોકો ખૂબ તકલીફમાં છે કે, આ મોદીએ કર્યું કેમ, ત્યારે બહેનોની શક્તિ તોડી નાંખવાનું ચાલું કર્યું છે. આ ઇન્ડિયા નહીં ઘમંડિયા ગઠબંધન છે. આ અધિનિયમ આવ્યો છે તેનો લાભ બહેનોને મળવાનો અવસર છે. ત્યારે આ પ્રકારે ભેદ કરવાના બંધ કરો. એમની નિયત સાફ હોત તો, ‘લેકિન, તુરંત, કિંતુ, પરંતુ’ જેવા પ્રશ્નાર્થ ચિહ્ન લઈને ના આવતા. જે લોકો સાચા અર્થમાં મહિલા શક્તિકરણ ઇચ્છે તેને ધર્મ કે જાતિના આધારે ના તોડતા. પણ આ લોકો કરી રહ્યા છે. આટલા દશકો સુધી મહિલાઓને પ્રતાડિત ના કરી હોત.’

આ પણ વાંચો : ગોંડલ : રખડતા ઢોરોનો વધ્યો ત્રાસ, વૃદ્ધાને અડફેટે લઇ પછાડ્યા, ગંભીર ઈજાથી મોત

Tags :
GujaratmodiNarendra Modipm modireservation billVadodaraWomen Reservation Bill
Next Article