Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત ટાઈટન્સને ઝટકો, મોહમ્મદ શમી IPL 2024 માંથી બહાર, જાણો શું છે કારણ

Mohammad Shami Ruled Out IPL 2024 : IPL 2024 ની લોકો ખૂબ આતુરતાથી રાહ જોઇને બેઠા છે. ખાસ કરીને ગઇ વખતની ફાઈનલમાં પહોંચેલી ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) પર આ વખતે  ફેન્સની ખાસ નજર રહેશે. કારણ કે IPL 2024 પહેલા જ...
03:29 PM Feb 22, 2024 IST | Hardik Shah

Mohammad Shami Ruled Out IPL 2024 : IPL 2024 ની લોકો ખૂબ આતુરતાથી રાહ જોઇને બેઠા છે. ખાસ કરીને ગઇ વખતની ફાઈનલમાં પહોંચેલી ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) પર આ વખતે  ફેન્સની ખાસ નજર રહેશે. કારણ કે IPL 2024 પહેલા જ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. જ્યા એક તરફ હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ગુજરાતની ટીમને બાય બાય કહી મુંબઈની ટીમને અપનાવી છે ત્યારે હવે ટીમ માટે વધુ એક ખેલાડીએ મુસિબત ઉભી કરી છે. જીહા, અમે અહીં મોહમ્મદ શમી (Mohammad Shami) ની વાત કરી રહ્યા છીએ.

મોહમ્મદ શમી IPL 2024 માંથી બહાર

ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર મોહમ્મદ શમી (Mohammad Shami) IPL 2024 માંથી બહાર થઇ ગયો છે. આવી સ્થિતિમાં ગુજરાતની ટીમ ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ને એક મોટો ઝટકો લાગ્યો છે. હાલમાં મળી રહેલી માહિતી અનુસાર, શમીના પગની ઘૂંટીમાં ઈજા થઇ છે જેના માટે તે લંડનમાં સર્જરી (Surgery in London) કરાવશે. જો આ શમી સર્જરી માટે લંડનમાં જાય છે તો તે ક્યારે સ્વસ્થ થશે તે વિશે કહેવું થોડું મુશ્કિલ રહેશે, આ જ કારણ છે કે, જો તેને રિકવરીમાં વધુ સમય થાય છે તો તે IPL 2024 માંથી જ નહીં પણ 1 જૂનથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપ 2024 (T20 World Cup 2024) માંથી પણ બહાર થઇ શકે છે. ભૂતપૂર્વ કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) મુંબઈ ઈન્ડિયન્સ માટે રવાના થયા બાદ ગુજરાતની ટીમને આ બીજો ફટકો છે.

શુભમન ગિલ માટે મોટો પડકાર

શુભમન ગિલ (Shubman Gill) આગામી સિઝનમાં ટીમની કમાન સંભાળશે. પરંતુ તેના માટે ટીમને સંભાળવી એટલી બધી પણ આસાન નહીં હોય. કારણ કે તે હાલમાં પોતાના પ્રદર્શનના કારણે ઘણો ટ્રોલ થયો છે. આ વખતે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) તેના નવા કેપ્ટન શુભમન ગિલ (Shubman Gill) ના નેતૃત્વમાં મેદાનમાં ઉતરશે ત્યારે જો હાર્દિક પંડ્યા (Hardik Pandya) પણ ટીમમાં નથી અને ટીમનો અન્ય અનુભવી ખેલાડી મોહમ્મદ શમી (Mohammad Shami) પણ બહાર છે જે ગિલની મુશ્કેલી વધારી શકશે. આવી સ્થિતિમાં ગુજરાત માટે અનેક પડકારો ઉભા થવાના છે. ત્યારે IPL માં પ્રથમવાર કેપ્ટનશીપ કરવી તેના માટે એટલી સરળ પણ નહીં રહે. ગુજરાતની ટીમ છેલ્લી બંને સિઝનમાં ફાઈનલ રમી ચૂકી છે. IPL 2022માં ગુજરાતની ટીમ પણ ચેમ્પિયન બની હતી. ટીમ ગત સિઝનમાં રનર્સ અપ રહી હતી.

ગુજરાત ટાઇટન્સ સ્ક્વોડ

શુભમન ગિલ (કેપ્ટન), ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા (વિકેટકીપર), અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, કેન વિલિયમસન, દર્શન નલકાંડે, જયંત યાદવ, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી (આખી સિઝનમાં બહાર), આર. સાઈ કિશોર, રાશિદ ખાન, નૂર અહેમદ, જોશુઆ લિટલ, અઝમતુલ્લા ઓમરઝાઈ, ઉમેશ યાદવ, મોહિત શર્મા, શાહરૂખ ખાન, કાર્તિક ત્યાગી, માનવ સુથાર, સુશાંત મિશ્રા, સ્પેન્સર જોન્સન, રોબિન મિંઝ.

આ પણ વાંચો - ICC test ranking : યશસ્વી જયસ્વાલે ICC ટેસ્ટ રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી

આ પણ વાંચો - IND Vs ENG Test : ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પર આતંકનો ખતરો, પન્નુએ આપી મેચ રદ્દ કરવાની ધમકી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Cricket NewsIPLIPL 2024IPL 2024 Gujarat Titans Mohammed ShamiIPL 2024 NewsIPL 2024 ScheduleIpl NewsIPL Schedule 2024MOHAMMAD SHAMIMohammed Shami Gujarat TitansMohammed Shami IPL 2024 TeamMohammed Shami IPL 2024 Update
Next Article