Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Rain : અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ, લોકોને ગરમીથી મળી રાહત, ખેડૂતોમાં 'આનંદો'

ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા વિરામ બાદ પરત ફર્યા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને વરસાદ શરૂ થયો...
gujarat rain   અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ  લોકોને ગરમીથી મળી રાહત  ખેડૂતોમાં  આનંદો

ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહ્યા બાદ સપ્ટેમ્બરમાં મેઘરાજા વિરામ બાદ પરત ફર્યા છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે આ બધાની વચ્ચે અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સાર્વત્રિક વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ ભારે વરસાદનું અનુમાન છે.

Advertisement

તમને જણાવી દઈએ કે, જો કે વરસાદના કારણે એક બાજુ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે તો બીજી તરફ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે. લાંબા સમયથી વરસાદે વિરામ લેતા અને ઓગસ્ટ માસ સાવ કોરો ધાકોળ જતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો જો કે ફરી ચોમાસુ સક્રિય થતાં સૂકાઇ રહેલા ઉભા પાકને જીવતદાન મળી ગયું છે. જેથી ખેડૂત વર્ગમાં પણ ખુશીનો માહોલ છે.

આ ઉપરાંત ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, આજે સૌથી વધુ સવા 6 ઈંચ વરસાદ દાહોદ તાલુકામાં નોંધાયો છે. આ ઉપરાંત દાહોદ જિલ્લાના ગરબાડામાં 6 ઈંચ, લીમખેડામાં 5 ઈંચ, પંચમહાલ જિલ્લાના મોરવા હડફમાં સવા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આ વરસાદી માહોલ 20 સપ્ટેમ્બર સુધી રહેશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમના કારણે હાલ ફરી ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે.

Advertisement

આ પણ વાંચો : નર્મદા નદીમાં પૂરની સંભાવના, વડોદરા જિલ્લા કલેકટર અતુલ ગોરે લોકોને સલામત સ્થળે જવા કરી વિનંતી

Advertisement
Tags :
Advertisement

.