ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat Monsoon: રાજ્યમાં 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ નોંધાયો,સૌથી વધુ આ જિલ્લામાં

રાજ્યમાં 24 કલાકમાં 50 તાલુકામાં વરસાદ ભરૂચના વાલિયામાં 4 ઇંચ વરસાદ વરસ્યો ભરૂચમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો Gujarat Monsoon : હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ(Gujarat Monsoon)ને લઈને આગાહી કરી હતી. તે મુજબ ગઇકાલે રાજ્યના 50 જેટલા તાલુકામાં હળવાથી લઇને...
10:01 AM Sep 08, 2024 IST | Hiren Dave

Gujarat Monsoon : હવામાન વિભાગે રાજ્યમાં વરસાદ(Gujarat Monsoon)ને લઈને આગાહી કરી હતી. તે મુજબ ગઇકાલે રાજ્યના 50 જેટલા તાલુકામાં હળવાથી લઇને ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ ભરુચના વાલિયામાં નોંધાયો છે. જુઓ કયા જિલ્લામાં કેટલો વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકનો વરસાદ

ગઈકાલે 50 તાલુકામાં 1 મીમીથી લઇને 111 મીમી વરસાદ પડ્યો હતો. જેમાં 12 તાલુકામાં 1 ઇંચથી લઇને 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. વાલિયામાં 4 ઇંચ, ભરૂચમાં ત્રણ ઇંચ, બરવાળામાં અઢી ઇંચ, વાંસદામાં 52 મીમી, અંકલેશ્વર, ઝઘડિયા, વધઈમાં પોણા 2 ઇંચ વરસાદ, નેત્રંગ, સુબીર, ડેડિયાપાડામાં દોઢ ઇંચ વરસાદ, ડાંગ, વાગરા, સોનગઢ,કપરાડામાં 1-1ઇંચ વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગની આગાહી

આજે 8 સપ્ટેમ્બરના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ તેમજ કચ્છ અને સૌરાષ્ટ્રમાં થોડા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ  વાંચો-Gujarat Weather: હવામાન વિભાગે કરી સામાન્ય વરસાદીની આગાહી

જાણો અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ(Ambalal Patel)ની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા,પાદરા,બોડેલી,ભરૂચ,જંબુસર,પંચમહાલ, દાહોદ, લીમખેડામાં હળવા વરસાદના ઝાપટા પડી શકે છે.સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા નહીવત છે. 10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે.23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.

આ પણ  વાંચો-Paralympics: ભારતનો દબદબો યથાવત, 29 મેડલ સાથે આ સ્થાન પર પહોંચ્યું

મધ્યપ્રદેશમાં વરસાદી સિસ્ટમ બને તો વરસાદ પડે

ગુજરાતમાં હાલ વરસાદી (Gujarat Weather)જોર ઘટયું છે,મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ વરસાદી સિસ્ટમ જોવા મળી નથી,બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ જો સક્રિય થાય અને મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમ ફંટાય તો ગુજરાતમાં સારો વરસાદ થઈ શકે,પરંતુ આજના દિવસે કોઈ એવી સિસ્ટમ બનેલી દેખાતી નથી,કદાચ આવે તો હળવો વરસાદ આવે અને એ પણ ઝાપટા પડે તેનાથી વિશેષ કઈ શકય નથી.ઓફસોર મોન્સૂન સિસ્ટમ હાલ સક્રિય નથી માટે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર છે.

Tags :
GUJARAT MONSOON 2024Meteorological DepartmentMONSOON 2024Predictions of Ambalal PatelPredictions of Paresh Goswamirain forecastrain newsWeather
Next Article