Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત હાઇકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી

રાહુલ ગાંધીને હાઇકોર્ટનો મોટો ઝટકો ગુજરાત હાઇકોર્ટે સ્ટે આપવાનો કર્યો ઇન્કાર મોદી સરનેઇમ કેસમાં કરી હતી અપીલ હાઇકોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી  ગુજરાત હાઈકોર્ટે( Gujarat High Court) માનહાનિના કેસમાં રાહુલ ગાંધી (Rahul Gandhi)ની સજાને સ્થગિત કરવાની માંગ કરતી રિવ્યુ...
11:18 AM Jul 07, 2023 IST | Vipul Pandya
ગુજરાત હાઈકોર્ટે( Gujarat High Court) માનહાનિના કેસમાં રાહુલ ગાંધી (Rahul Gandhi)ની સજાને સ્થગિત કરવાની માંગ કરતી રિવ્યુ પિટિશનને ફગાવી દીધી છે. કોર્ટે રાહુલની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે. રાહુલ ગાંધીની અરજી ફગાવી દેતા ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે તેમની સામે પહેલાથી જ 10 ફોજદારી કેસ છે. આ સજાથી તેમની સાથે કોઈ અન્યાય થઈ રહ્યો નથી. હવે રાહુલ ગાંધી સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ બચ્યો છે.

રાહુલ પર ગુજરાત હાઈકોર્ટની કડક ટિપ્પણી
જજે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે રાહુલ વિરુદ્ધ ઓછામાં ઓછા 10 ફોજદારી કેસ પેન્ડિંગ છે. હાલના કેસ બાદ પણ તેમની સામે કેટલાક વધુ કેસ નોંધાયા છે. આવો જ એક કેસ વીર સાવરકરના પૌત્રે નોંધાવ્યો છે. કોઈપણ સંજોગોમાં દોષિત ઠેરવીને અન્યાય કરવામાં આવશે નહીં. કોર્ટના અગાઉના આદેશમાં દખલ કરવાની કોઈ જરૂર નથી, તેથી આ અરજી ફગાવી દેવામાં આવે છે.

સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા

નોંધનીય છે કે 23 માર્ચે સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની સજા સંભળાવી હતી. જેની સામે રાહુલ ગાંધીએ હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. હાલમાં, રાહુલ ગાંધી 2 6 વર્ષ માટે સંસદ સભ્ય તરીકે સસ્પેન્શન હેઠળ છે.

કોર્ટે 23 માર્ચે સજા સંભળાવી હતી
નોંધનીય છે કે આ કેસમાં રાહુલ ગાંધીને જામીન મળી ગયા છે. ત્યારબાદ તેમણે 3 એપ્રિલે સુરત સેશન્સ કોર્ટમાં તેમની સજાના આદેશને પડકાર્યો હતો. તેમણે તેમની સજા પર રોક લગાવવા માટે અરજી પણ કરી હતી. રાહુલ ગાંધીને જામીન આપવામાં આવ્યા હતા, પરંતુ 20 એપ્રિલે તેમની સજા પર રોક લગાવવાની અરજી ફગાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ પ્રચાર દરમિયાન તેમના ભાષણમાં કથિત રીતે કહ્યું હતું કે, ‘મોદી જ બધા ચોરોની અટક કેમ છે?’  જેને લઈને ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ સુરત કોર્ટમાં તેમની સામે માનહાનિનો કેસ કર્યો હતો. 23 માર્ચે સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચએચ વર્માએ રાહુલ ગાંધીને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને તેમને 2 વર્ષની જેલની સજા ફટકારી હતી.
જાણો શું છે સમગ્ર મામલો?
જણાવી દઈએ કે, 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ સામાન્ય છે? બધા ચોરની અટક મોદી કેમ છે? તેમના નિવેદન સામે દેશભરના ભાજપના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. રાહુલના આ નિવેદન સામે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. સુરતની એક કોર્ટે 23 માર્ચે રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. સુરત કોર્ટે રાહુલ ગાંધીને  સજા ફરવાની હતી. આ નિર્ણય પર સ્ટે આપવા માટે રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી
આ પણ વાંચો---CHHATTISGARH: BJP કાર્યકરોને નડ્યો અકસ્માત, બેના મોત
Tags :
CongressGujarat High CourtModi Surname Caserahul-gandhi
Next Article