Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Heavy Rain: ઉત્તર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર,સૌથી વધુ આ જિલ્લામાં ખાબક્યો

ઉત્તર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ સુરતના ઉમરપાડામાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર છેલ્લા બે કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ રાજ્યના 45 તાલુકામાં 1થી 2 ઈંચ સુધીનો વરસાદ Gujarat Heavy Rain: ગુજરાત(Gujarat Heavy Rain)માં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ મેઘરાજાએ...
gujarat heavy rain  ઉત્તર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર સૌથી વધુ આ જિલ્લામાં ખાબક્યો
  1. ઉત્તર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ
  2. સુરતના ઉમરપાડામાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર
  3. છેલ્લા બે કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ
  4. રાજ્યના 45 તાલુકામાં 1થી 2 ઈંચ સુધીનો વરસાદ

Gujarat Heavy Rain: ગુજરાત(Gujarat Heavy Rain)માં જન્માષ્ટમીના તહેવાર પૂર્વે જ મેઘરાજાએ પધરામણી કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પાણી પાણી કરી દીધું છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક મેઘમહેરની આગાહી કરી છે. ત્યારે આજે સવારથી જ સૌરાષ્ટ્ર-કચ્છ ઝોન સિવાયના ઝોનમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે.આ દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે (24 ઑગસ્ટ) વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ અને સુરત, તાપી, નવસારી, નર્મદા, ભરૂચ જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે સુરતના ઉમરપાડામાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા બે કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો.

Advertisement

સુરતના ઉમરપાડામાં 9 ઇંચ વરસાદ

સુરત જિલ્લામાં વહેલી સવારથી સાવત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેમાં ઉમરપાડામાં ધોધમાર વરસાદ પડતા સવારે આઠ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ત્યારે અત્યારસુધીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ધોધમાર વરસાદને નદી-નાળામાં છલકાયા છે.

આ પણ  વાંચો - VADODARA : નર્મદા ડેમમાંથી નદીમાં પાણી છોડાયું, કાંઠા વિસ્તારમાં એલર્ટ

Advertisement

રાજ્યમાં પોસાયો વરસાદ

છેલ્લા બે કલાકમાં રાજ્યના 95 તાલુકામાં વરસાદ પડી ગયો છે, જેમાં ખાસ કરીને સાબરકાંઠાના પોશીનામાં 2 ઈંચ, વાપી અને ઈડરમાં દોઢ ઈંચ, અને ખાનપુર, મેઘરજ, સોનગઢમાં 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

આ પણ  વાંચો - Forecast : 3 કલાકમાં ગુજરાતને ઘમરોળશે મેઘરાજા, 7 દિવસ તો.....

Advertisement

અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ

વિજાપુરમાં 8 ઈંચ, કપડવજમાં સાડા 5 ઈંચ, ધરમપુરમાં 5 ઈંચ, અને છોટાઉદેપુરમાં પોણા 5 ઈંચ વરસાદ વરસ્યો છે.માણસા, સોનગઢ, વાપી, અને પારડીમાં 4.5 ઈંચ વરસાદ થયો છે, જ્યારે વલસાડના ઉમરગામમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે.વિસનગર, માંગરોળ, દહેગામ, અને સાગબારામાં 3.5 ઈંચ, ક્વાંટમાં 3.5 ઈંચ, અને ખેરગામ, પાલનપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે.અન્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે.કપરાડા, ડીસા, વલસાડ, અને પાવીજેતપુરમાં 2.5 ઈંચ વરસાદ, વ્યારા, મહેસાણા, પ્રાંતિજ, અને ઓલપાડમાં 2.5 ઈંચ, અને ઠાસરા, પોશિના, કઠલાલ, મહુધા, ઉમરેઠમાં પણ 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે.ડેસર, કલોલ, અને દાંતીવાડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે, જ્યારે રાજ્યના 45 તાલુકામાં 1 થી 2 ઈંચ સુધીનો વરસાદ થયો છે.

આ પણ  વાંચો - Rains : સવારથી જ રાજ્યમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરુપ, આગામી 3 કલાક...

દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ

ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી રાજ્યના મોટાભાગના વિસ્તરોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના નવસારી, સુરત, વલસાડ જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે.

Tags :
Advertisement

.