ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat: ભ્રષ્ટ અધિકારીઓ પર દાદાનો દંડો, એક સાથે ત્રણ PI ને ફરજિયાત નિવૃત્તિના આદેશ

Gujarat: ગુજરાત સરકાર દ્વારા અત્યારે આકરા પગલાઓ લેવાઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દાદાનો દંડો ઇજનેરી,સહકાર,પંચાયત થઈને પોલીસ સુધી પહોંચ્યો છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, એક સાથે ત્રણ પીઆઇ ફરજિયાત નિવૃત્તિના આદેશ કરવામાં આવ્યા...
10:36 PM Jul 04, 2024 IST | VIMAL PRAJAPATI
Bhupendra Ppatel Chief Minister of Hujarat

Gujarat: ગુજરાત સરકાર દ્વારા અત્યારે આકરા પગલાઓ લેવાઈ રહ્યા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, દાદાનો દંડો ઇજનેરી,સહકાર,પંચાયત થઈને પોલીસ સુધી પહોંચ્યો છે. મળતી વિગતો પ્રમાણે વાત કરવામાં આવે તો, એક સાથે ત્રણ પીઆઇ ફરજિયાત નિવૃત્તિના આદેશ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ડીજીપી વિકાસ સહાય દ્વારા આદેશ કરવામાં આવ્યા છે.

ડીજીપી વિકાસ સહાય દ્વારા આદેશ કરવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે, હથિયારી PI એફએમ કુરેશી, ડી.ડી ચાવડા અને આર.આર બંસલને ફરજિયાત નિવૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ત્રણે અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા. જેને લઈને તેમના પર કાર્યવાહી હાથ ધરવામાં છે. આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિઓ પણ સામે આવી હતી. એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને રાજ્ય સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે.

હથિયારી PI એફએમ કુરેશીને ફરજિયાત નિૃવત્ત કરાયા

ઉલ્લેખનીય છે કે, કોઇપણ વિભાગ હશે ભ્રષ્ટાચાર થયો તો ફરી વળશે દાદાનો દંડો! તે વાત સાબિત થઈ ગઈ છે. કાર્યવાહીના ભાગરૂપે એક સાથે ત્રણ પીઆઇને ફરજિયાત નિવૃત્તિના આદેશ કરી દેવામાં આવ્યા છે. ડીજીપી વિકાસ સહાયે ફરજિયાત નિવૃત્તિના આદેશ કર્યા છે. નોંધનીય છે કે, હથિયારી PI એફએમ કુરેશીને ફરજિયાત નિૃવત્ત કરાયા છે. આ સાથે સાથે ડી.ડી.ચાવડા અને આર.આર.બંસલને પણ ફરજિયાત નિવૃત કરાયા છે.

ત્રણે અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા

નોંધનીય છે કે, ત્રણે અધિકારીઓ સામે એસીબીના કેસો ચાલતા હતા. આ ઉપરાંત અન્ય કેટલીક ગેરરીતિઓ પણ સામે આવી હતી. જેને લઈને તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહીં હતી. એક અઠવાડિયામાં પાંચ અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત્ત કર્યા છે.  નોંધનીય છે કે, દાદાની આ કાર્યવાહીથી ગુજરાત (Gujarat) પોલીસ બેડામાં ખળભળાટ જોવા મળ્યો છે.  રાજકોટ અગ્રિકાંડ બાદ ગુજરાત (Gujarat) સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહીં છે.

આ પણ વાંચો: Bhuj: જાણીતા મોલ “સ્માર્ટ બજાર”માંથી લીધેલી બ્રિટાનીયા કેકમાં નીકળી ઈયળ, કચ્છનું ફુડ વિભાગ ઘોર નિંદ્રામાં

આ પણ વાંચો: ગુજરાતની મુલાકાતે આવશે Rahul Gandhi, ધરપકડ થયેલા કોંગ્રેસ નેતાઓ સાથે કરશે મુલાકાત

આ પણ વાંચો: Ahmedabad: પથ્થરમારાની ઘટના મામલે કોંગ્રસના ધારાસભ્ય સહિત NSUIના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ

Tags :
bhupendra patel chief ministerBhupendra Patel Chief Minister of GujaratChief Minister of GujaratGujarat PoliceGujarati NewsMandatory retirement order to PIVimal Prajapati
Next Article