Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat First Reality Check: 100 બાળકો સામે માત્ર એક જ વર્ગખંડ! લીમડાના સહારે ભણવા વિદ્યાર્થીઓ મજબૂર

Gujarat First Reality Check: ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે કરોડોનો રૂપિયા વાપરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આટલો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં પણ કેટલાક એવા ગામડાંઓ છે જ્યા બાળકોને ભણવા માટે પૂરતી સુવિધાઓ નથી મળી રહીં. ખાસ કરીને વાત કરવામાં...
12:39 PM Jun 27, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat First Reality Check in Devpura primary school, Tharad

Gujarat First Reality Check: ગુજરાત સરકાર પ્રવેશોત્સવના નામે કરોડોનો રૂપિયા વાપરી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આટલો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં પણ કેટલાક એવા ગામડાંઓ છે જ્યા બાળકોને ભણવા માટે પૂરતી સુવિધાઓ નથી મળી રહીં. ખાસ કરીને વાત કરવામાં આવે તો કે, થરાદ (Tharad)ના દેવપુરા ગામમાં આવેલી દેવપુરી પ્રાથમિકા શાળા (Devpura primary school)માં 1 થી 8 ના વિધાર્થીઓને ભણવા માટે માત્ર એક જ રૂમ છે. ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે પરંતુ શાળામાં માત્ર એક જ રૂમ હોવાથી અત્યારે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહીં છે. ખાસ કરીને અત્યારે ચોમાસું શરૂ થઈ ગયું છે. તો આવી સ્થિતિમાં જો વરસાદ આવે તો શાળાને બંધ રાખવાની નોબત આવી જાય છે.

વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને ભણવા માટે મજબૂર

નોંધનીય છે કે, એકબાજું શિક્ષણ વિભાગ ‘સૌ ભણે, સૌ આગળ વધે’ ના સૂત્ર દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આવે છે, તો બીજી બાજું આજે પણ એવા કેટલાક ગામડાંઓ છે કે જ્યાં શાળામાં પૂરતા મકાનો નથી અને વિધાર્થીઓ લીબડા નીચે બેસી અભ્યાસ કરી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના દેવપુરા પ્રાથમિક શાળા (Devpura primary school)નું ગુજરાત ફર્સ્ટે દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવતા જાણવા મળ્યું કે, અહીં પ્રાથમિક શાળામાં મકાન ન હોવાથી વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે. આવા સ્થળોએ શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય બહાર ખુલ્લામાં અભ્યાસ કરવા મજબૂર બનવું પડે છે.

દેવપુરા (ત) પ્રાથમિક શાળા

રિયાલિટી ચેક કરવામાં આવતા તંત્રની પોલ ખુલ્લી

તમને જણાવી દઇએ કે, વાવ (Vav) તાલુકાના દેવપુરા પ્રાથમિક શાળા (Devpura primary school)માં 1 થી 8 ધોરણમાં 100 વધુ બાળકો અભ્યાસ કરે છે, જેમના માટે માત્ર એક જ રૂમ છે. ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક (Gujarat First Reality Check) કરવામાં આવતા તંત્રની પોલ ખુલ્લી ગઈ છે. 100 બાળકો સામે માત્ર એક જ રૂમ? અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને વરસાદી માહોલ પણ જામેલો છે. તો પછી અહીં બાળકો કઈ રીતે ભણશે? શું આ જવાબદારી તંત્રની નથી.

લીમડા નીચે અભ્યાસ કરતા મજબૂર વિદ્યાર્થીઓ

આ બાબતે શાળાના શિક્ષક સાથે ગુજરાત ફર્સ્ટે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ‘અમારી શાળામાં 1 થી 8 ધોરણ ચાલે છે. આ શાળામાં અત્યારે બાળકોને જોતા 6 રૂમની જરૂર છે, પરંતુ તેની સામે માત્ર એક રૂમ છે.’

વધુમાં જીગર પ્રજાપતિ નામના વિદ્યાર્થીએ જણાવ્યુ હતુ કે, અમારી શાળામાં 8 વર્ષથી રૂમ નથી. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે, અહીં અમારી શાળામાં વધારે વર્ગ ખંડ બનાવી આપે. જેથી અમે સારી રીતે અભ્યાસ કરી શકીએ.’

શાળાનો એક માત્ર વર્ગખંડ

શાળાના વર્ગ ખંડો બાબતે મમતાબેન ગૌસ્વામી નામની વિદ્યાર્થિનીએ જણાવ્યુ હતુ કે, ‘અત્યારે અમે લીબડા નીચે બેસીને અભ્યાસ કરીયે છીયે. સરકારને વિનંતી કે અમને રૂમ બનાવી આપે.’

સેધાભાઈ પટેલ વિધાર્થીના વાલીએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘2017માં અમારી શાળામાં બે રૂમ ડેમેજ કરવામાં આવ્યા છે. હાલ એક રૂમ છે અને 1 થી 8 ધોરણ છે. સરકાર દ્વારા અમારી શાળામાં રૂમ ફાળવવામાં આવે વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે. વધુમાં તેમણે કહ્યું કે, જો રૂમ નહીં ફાળવવામાં આવે તો અમે આગળ ના પગલાં લઈશું.’

ઝાડના સહારે શિક્ષણ લેતા વિદ્યાર્થીઓ

ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા રમેશભાઈ પટેલ (વિદ્યાર્થીના વાલી)એ જણાવ્યું હતું કે, ‘હાલ અમારી શાળામાં એક રૂમ છે 1 થી 8 ધોરણ છે. અમારા બાળકોને લીબડાની નીચે બેસીને ભણવાનો વારો આવ્યો છે. વિધાર્થીઓ માટે અમારી ગુજરાત સરકારને વિનંતી છે કે,આ શાળા માટે વધારે રૂમ મંજુર કરીને બનાવી આપવામાં આવે.’

આખરે ક્યારે આ વિદ્યાર્થીઓને વર્ગખંડ મળશે?

પબાભાઈ પટેલ (વિધાર્થિનીના વાલી) એ Gujarat First સાથે વાચચીત કરતા કહ્યું કે, ‘મારી બાળકી એક વર્ષથી અભ્યાસ કરે છે. અહીં 2016 થી એક રૂમ છે. 100 બાળકો એક રૂમમાં કઈ રીતે અભ્યાસ કરી શકે? લીમડા નીચે અભ્યાસ કરે છે. સરકાર શાળા પ્રવેશોત્સવ મનાવી રહી છે, પણ પહેલા રૂમ બનાવી આપો તો શિક્ષણ વધે ને! જો દેવપુરાની પ્રાથમિક શાળામાં રૂમ નહીં બને તો અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે અને તાળા બંધી કરીને બેસી રહેવું પડશે.’

અહેવાલ: યસપાલસિંહ વાઘેલા, થરાદ

આ પણ વાંચો: Junagadh: મેંદરડા પંથકમાં પરપ્રાંતીય ખેત મજૂરના પુત્રને દીપડાએ ફાડી ખાધો

આ પણ વાંચો: Surat: 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ થયું હોવાનું સામે આવ્યું! 22 તારીખે મળ્યો હતો મૃતદેહ

આ પણ વાંચો: Gujarat Rain Update: ગુજરાતમાં આગામી ત્રણ દિવસ આ વિસ્તારોમાં થશે ભારે વરસાદ, જાણો કેવી છે આગાહી

Tags :
Devpura primary schoolExclusive StoryGujarat First ExclusiveGujarat First Exclusive Storygujarat first reality checkGujarat First Reality Check in schoolGujarati NewsGujarati SamacharTharadVimal Prajapati
Next Article