Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gujarat First નું Mega Operation! ભરૂચના અંકલેશ્વર પંથકમાં નવી નકોર સાયકલોને ભંગારમાં ખપાવાઈ

Gujarat First Mega Operation, Bharuch: ગુજરાતમાં અનેક કૌભાંડો સામે આવતા હોય છે, પરંતુ ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વર પંથકમાં જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલે આવવા જવા માટે સરકાર તરફથી આપવામાં આવતી સાયકલનો સમયસર લાભાર્થીઓને લાભ ન આપવામાં આવ્યો હોય અને સાયકલનો...
05:04 PM Jul 14, 2024 IST | VIMAL PRAJAPATI
Gujarat First Mega Operation - Bharuch

Gujarat First Mega Operation, Bharuch: ગુજરાતમાં અનેક કૌભાંડો સામે આવતા હોય છે, પરંતુ ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વર પંથકમાં જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ઘરેથી સ્કૂલે આવવા જવા માટે સરકાર તરફથી આપવામાં આવતી સાયકલનો સમયસર લાભાર્થીઓને લાભ ન આપવામાં આવ્યો હોય અને સાયકલનો મોટો જથ્થો એકત્ર કરવામાં આવ્યો હતો. હવે તેને સ્ક્રેપમાં ખપાવી વેચવાનું કૌભાંડ ઊભું કરાયું હોય તેવા આક્ષેપ અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિતના લોકોએ કર્યો છે.

લાભાર્થી સુધી પાંચ પૈસા પણ પહોંચતા નથી

ભરૂચ (Bharuch) જિલ્લામાં સરકારમાંથી રૂપિયો નીકળે છે, પરંતુ લાભાર્થી સુધી પાંચ પૈસા પણ પહોંચતા નથી. તેઓ કિસ્સો સામે આવ્યો છે. અંકલેશ્વર પંથકની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળાઓને સરસ્વતી સાધના યોજના અંતર્ગત 2015 થી બાળકોને ઘરેથી શાળાએ આવવા જવા માટે સાયકલો વિનામૂલ્યે સરકાર તરફથી આપવામાં આવે છે. પરંતુ સરકાર તરફથી આવતી સાઇકલો ખરેખર લાભાર્થી વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. ખરી આવા પ્રશ્નો ઊભા થયા છે, ભરૂચ (Bharuch) જિલ્લાના અંકલેશ્વર પંથકની ઘણી પ્રાથમિક શાળાઓમાં મોટી માત્રામાં સરકારમાંથી આવેલી સાયકલો નવી નકોર બિન ઉપયોગી હોવાનું રટણ કરી સ્ક્રેપમાં ખપાવી વેચવાનું કૌભાંડ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ મામલે થઈ રહ્યા છે મોટા આક્ષેપો

આ સાઇકલો ભંગાર થઈ ગઈ હોય તેને સ્ક્રેપમાં કન્વર્ટ કરી ઠરાવ કરી ભંગાણના ભાવે વેચવામાં આવે છે. ત્યારે સાચા અર્થમાં આટલી મોટી માત્રા એટલે કે 500 થી વધુ સાયકલો આખરે અધિકારીઓ અને શિક્ષણ વિભાગની અણ આવડતના કારણે અને સમયસર લાભાર્થીઓને સાયકલ ન મળતા બિન ઉપયોગી બની બની ગયો હોવાનું કહી મોટું કૌભાંડ કરવામાં આવતું હોવાનું આક્ષેપ અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સહિત ના અગ્રણીઓએ કર્યો છે.

આખરે આના માટો કોણ છે જવાબદાર?

2015 થી 2024 સુધી સરકારમાંથી આવેલી સાયકલો લાભાર્થી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં ના આવી અને એક જગ્યાએ મોટો જથ્થો એકત્રકરી હવે તેને સ્ક્રેપમાં ખપાવી દેવામાં આવી છે. એટલું જ નહીં પણ આ સાયકલના જથ્થાઓ સાથે મોટી માત્રામાં સરકારમાંથી આવેલા પુસ્તકોને પણ એક તરફ જથ્થો કરવામાં આવ્યો છે અને તેનો સમયસર ઉપયોગ કરવામાં આવતો નથી. આ સાથે પુસ્તકો પણ આ જ પ્રકારે વેચાણ કૌભાંડ કરવામાં આવતો હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

કૌભાંડ આચારવામાં આવતો હોવાનો ભાંડો ફૂટી ગયો

ઉલ્લેખનીય બાબત એ છે કે, સરકારમાંથી આવતી યોજના ઘણા લોકો માટે કમાણીનું સાધન બની રહ્યું છે, તેવી માહિતી મળતા માત્ર 9 વર્ષમાં સાયકલ જ નહીં પરંતુ પુસ્તકો પણ એકત્ર કરવામાં આવતા હોય અને સમયસર વિદ્યાર્થીઓને આપવામાં ન આવતા હોય અને કૌભાંડ આચારવામાં આવતો હોવાનો ભાંડો ફૂટી ગયો છે. એટલું જ નહીં રવિવારની રજાના દિવસે આખી શાળા બંધ હોય અને તેમાંય લાઈટ પંખા ચાલુ હોવાના ચોકાવનારા દ્રારા જોવા મળી ગયા છે.

શા માટે જરૂરિયાત મંદ લોકોને સાયકલ ના અપાઈ?

અંકલેશ્વર પંથકની પ્રાથમિક શાળાઓમાં મોટી માત્રામાં સાયકલોનો જથ્થો ધૂળ ખાઈ રહી છે. મોટા ઉપાડે શાળા પ્રવેશોત્સવ યોજાઈ રહ્યો હોય તો આ કાર્યક્રમમાં શાળાઓમાં રહેલી સાયકલો શું જરૂરિયાત મંદ લોકોનો સર્વે કરી આપી ન શકાય તેવા સવાલો વચ્ચે સાયકલો વેચવાનું કૌભાંડ કરવામાં આવતું હોવાનો આક્ષેપ થઈ રહ્યા છે. પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા આ સાયકલના જથ્થાનો સદઉપયોગ થાય તેવા પ્રયાસ કરવામાં આવે તે જરૂરી છે.

નવા નકોર પુસ્તકો અને સાયકલોનો જથ્થો ધૂળ ખાતો જોવા મળ્યો

અંકલેશ્વરની જીનવાલા સ્કૂલ નજીક એક ગોડાઉનમાંથી નવા નકોર પુસ્તકો અને લાભાર્થીઓને અપાતી સાઇકલનો મોટો જથ્થો જોવા મળ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ સાયકલનો જથ્થો અને પુસ્તકોનો જથ્થો ધૂળ ખાઈ રહ્યો છે. પુસ્તકો અને સાઇકોલો વેચવાનું કૌભાંડ રચાતું હોવાની પણ ચર્ચાઓ લોકોમાંથી સામે આવી છે. શિક્ષણ વિભાગે પણ હવે જાગૃત થાય અને સ્થળ નિરીક્ષણ કરી પુસ્તકો અને સાયકલોનો સદઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવાની જરૂર છે.

સાયકલો અને પુસ્તકોનો સદઉપયોગ થવો જોઈએ :- નપા. પૂર્વ પ્રમુખ

2015 થી સાયકલોનો જથ્થો અત્યાર સુધી એકત્રા કરવામાં આવ્યો છે. સાચા અર્થમાં સાયકલો લાભાર્થીઓ સુધી કેમ નથી અપાતી? તે તપાસનો વિષય છે. પુસ્તકો અને સાયકલોનો જથ્થો ભંગારના બહાને વેચી મારવાનું કૌભાંડ ચાલતું હોવાથી શિક્ષણ વિભાગ દ્વારા સંપૂર્ણ સાયકલ અને પુસ્તકોનો સર્વે કરવાની માગ કરવામાં આવી છે. આ સાથે તેનો સદઉપયોગ થાય અને લાભાર્થીઓ સુધી પહોંચે તેવા પ્રયાસ કરવામાં આવે તેવી માંગ અંકલેશ્વર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભુપેન્દ્ર જાનીએ કરી છે

સરકારેમાંથી રૂપિયો આવે છે પરંતુ લાભાર્થી સુધી નહીં: વસીમ ફળવાલા

સરકારની હંમેશા એક નીતિ રહી છે કે, સરકારમાંથી રૂપિયો નીકળે તો આખે આખો રૂપિયો લાભાર્થી સુધી પહોંચવો જોઈએ. પરંતુ અંકલેશ્વર પંથકમાં સરકારની યોજનામાંથી અપાતી સાઇકલો અને પુસ્તકો ખરેખર લાભાર્થીઓ સુધી પહોંચે છે ખરા? તેવા પ્રશ્નો ઊભા થયા છે. મોટી માત્રામાં સાયકલોનો જથ્થો અને પુસ્તકો બારોબાર સગેવગે થતું હોય તેઓ પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે શિક્ષણ વિભાગ કુંભકરણની નીંદરમાંથી બહાર આવે તેવા આક્ષેપ વસીમ ફળવાલાએ કર્યા છે

અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ

આ પણ વાંચો: Kheda: વિદ્યાર્થીઓને આપવામાં આવતી સાયકલો ખાઈ રહી છે ધૂળ! આને ભ્રષ્ટાચાર ગણવો કે બેદરકારી?

આ પણ વાંચો: Gujarat: પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપી કાર્યકર્તાને ધમકી!

આ પણ વાંચો: Gandhinagar: કોબા ખાતે વ્યાખ્યાનનું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૂરીશ્વરજીના લીધા આશીર્વાદ

Next Article