Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રેસિડેન્સિયલ હેતુના સોલાર રૂફટોપ સ્થાપિત કરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) ‘ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’ના (Green Gujarat, Clean Gujarat) મંત્ર થકી ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો (Renewable Energy) વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે આજે સૌરઊર્જાના...
01:33 PM Jun 04, 2023 IST | Viral Joshi

તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ (Narendra Modi) ‘ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત’ના (Green Gujarat, Clean Gujarat) મંત્ર થકી ગુજરાતમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો (Renewable Energy) વ્યાપ વધારી પર્યાવરણ સુરક્ષાના પ્રયાસો હાથ ધર્યા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે આજે સૌરઊર્જાના (Solar Energy) ક્ષેત્રે દેશમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ગુજરાત દેશભરમાં પ્રથમ

માર્ચ, 2023 અંતિતની સ્થિતિએ સમગ્ર દેશમાં મિનિસ્ટ્રી ઑફ ન્યૂ એન્ડ રિન્યૂએબલ એનર્જીના ફેઝ-2 અંતર્ગત રહેણાંક હેતુ માટે કુલ 1861.99 મેગાવૉટ ક્ષમતાની સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત થયેલી છે. તે પૈકી 1507.71 મેગાવૉટ ક્ષમતાની સોલાર સિસ્ટમ માત્ર ગુજરાતમાં સ્થાપિત કરાયેલી છે એટલે કે દેશભરમાં સ્થાપિત થયેલ કુલ ક્ષમતાના 81% ક્ષમતા સાથે ગુજરાત દેશભરમાં પ્રથમ નંબરે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં રહેણાંક વિસ્તારમાં 4 લાખથી વધુ સોલાર સિસ્ટમ સ્થાપિત કરાઈ. રહેણાંકમાં સોલાર સિસ્ટમની સ્થાપનાથી ૧૬૧૯ મેગાવૉટથી વધુ ઊર્જા પેદા કરાઈ.

સબસીડી ચુકવાઈ

રાજ્યમાં મે-2023 અંતિતની સ્થિતિએ સૂર્ય ગુજરાત યોજના હેઠળ કુલ 1619.66 મેગાવૉટની ક્ષમતા ધરાવતી 4,11,637 સોલાર સિસ્ટમ સાથે સ્થાપિત કરવામાં આવી છે. જેના માટે વીજગ્રાહકોને અંદાજિત રૂ. 2607.84 કરોડ સબસિડી ચુકવવામાં આવી છે.

વિજળી વેચી આવક મેળવી

રહેણાંક હેતુના ગ્રાહકો પોતાના ઘર પર સૌર ઊર્જા ઊત્પન્ન કરી સ્વ-વપરાશ ઉપરાંતની વધારાની સૌર ઊર્જા ગ્રીડમાં વેચી આવક મેળવી રહ્યાં છે. વપરાશ બાદ ગ્રીડમાં મોકલેલી વધારાની વીજળી વીજવિતરણ કંપની દ્વારા રૂ. 2.25 ના દરે ખરીદવામાં આવે છે.

ઈન્સ્ટોલેશન માટેની પ્રક્રિયા સરળ

રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપની અરજી કરવા, ઇન્સ્ટોલેશન કરવા અને કાર્યરત વિવિધ કામીગીરીની દેખરેખ માટે ઓનલાઈન પોર્ટલ બનાવવામાં આવ્યું છે. ઝડપી અમલીકરણ માટે ઓનલાઈન અરજીની નોંધણી માટે દસ્તાવેજી પુરાવાની પ્રક્રિયા સરળ કરવામાં આવી છે.

ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. નું મોનિટરિંગ

રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપના વિશાળ કામના ઝડપી અમલીકરણ માટે 728 એજન્સીઓને નિયત કરાઈ છે. આ એજન્સી દ્વારા રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપ સિસ્ટમના ઇન્સ્ટોલેશન બાદ પાંચ વર્ષ માટે ફ્રી મેઇન્ટેનન્સ પૂરું પાડવામાં આવે છે. રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપ સિસ્ટમની કામગીરીની ગુણવત્તાને સુનિશ્ચિત કરવા માટે વીજ વિતરણ કંપનીના ઇજનેર દ્વારા સોલાર પીવી મોડ્યુલોનું ઇન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે.આ યોજના માટે નોડલ એજન્સી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિ. દ્વારા દૈનિક પ્રગતિનું મોનીટરીંગ કરવામાં આવે છે.

સોલાર સેલ અને મોડ્યુલ્સના ઘરેલું ઉત્પાદનને વેગ

રહેણાંક હેતુના ગ્રાહકો માટે સોલાર રૂફટોપ સિસ્ટમમાં ઊપયોગમાં લેવામાં આવતા સોલાર સેલ અને સોલાર મોડ્યુલ્સ ભારતમાં બનાવવામાં આવે છે. એટલે કે સોલાર સેલ અને સોલાર મોડ્યુલ બિનભારતીય બનાવટના મંજૂર કરાતા નથી.આનાથી ભારતમાં સોલાર સેલ અને મોડ્યુલ્સના ઘરેલૂ ઊત્પાદનને વેગ મળ્યો છે.

‘સૂર્ય-ગુજરાત યોજના’ અમલી થઈ હતી

ઉલ્લેખનીય છે કે રહેણાંક ક્ષેત્રમાં સોલાર રૂફટોપને પ્રોત્સાહનને વેગ મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તા. 05-08-2019 ના રોજ ‘સૂર્ય-ગુજરાત યોજના’ની જાહેરાત કરવામાં આવી હતી. આ યોજનામાં વીજ ગ્રાહક પોતાના ઘરની છત ઉપર 1 કિલોવૉટ કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપિત કરી શકે છે. તેના માટે તેના કરારીય વિજભાર (સેંક્શન લૉડ) ની મર્યાદા લાગુ પડશે નહીં. જોકે સબસિડી વધુમાં વધુ 10 કિલોવૉટની ક્ષમતા સુધી મર્યાદિત રહેશે.

સબસીડી અપાય છે

આ યોજના અંતર્ગત રહેણાંક ક્ષેત્રમાં રૂફટોપ સોલાર સિસ્ટમના મોટાપાયે પ્રોત્સાહન આપવા માટે, સ્થાપિત અને કાર્યાન્વિત થયેલ સોલાર રૂફટોપ સિસ્ટમ માટે રાજ્ય સરકારે સબસિડી આપવાનું નક્કી કર્યું છે. જેમાં 3 કિલોવૉટ સુધી નિયત કરેલ કિંમતના 40% સબસિડી તથા 3 કિલોવૉટથી વધુ અને 10 કિલોવૉટ સુધી 20% સબસિડી આપવામાં આવે છે. અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતા 10 કિલોવૉટ કરતા ઓછી હોય તો, અગાઉ કાર્યાન્વિત કરેલ સોલાર સિસ્ટમની ક્ષમતામાં વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા 3 કિલોવૉટ સુધી હોય તો માત્ર વધારેલી સોલાર ક્ષમતા પર 40% સબસિડી મળવાપાત્ર છે અને જો વધારો કર્યા સાથેની સોલાર સિસ્ટમની કુલ ક્ષમતા 3 કિલોવૉટથી વધુ અને 10 કિલોવૉટ કે તેથી ઓછી હોય તો માત્ર વધારેલ સોલાર ક્ષમતા પર 20% સબસિડી મળવા પાત્ર છે.

અહેવાલ : સંજય જોષી, અમદાવાદ

આ પણ વાંચો : વિશ્વ પર્યાવરણ દિવસ : 3 અને 4 જૂને ગુજરાત સાયન્સ સિટીમાં વિવિધ પર્યાવરણલક્ષી વસ્તુઓનું પ્રદર્શન યોજાશે

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
GujaratRenewable EnergyResidential PurposesSolar Rooftops
Next Article